ભારતમાં Samsung Galaxy M17e 5G એમેઝોન દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ છે
Photo Credit: Amazon/ Samsung
Samsung Galaxy M17e 5G માં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .
દક્ષિણ કોરિયન ટેક કંપની Samsung એ ભારતમાં પોતાનો નવો મિડ- રેન્જ સ્માર્ટફોન Samsung Galaxy M17e 5G લોન્ચ કર્યો છે .આ હેન્ડસેટ કંપનીની લોકપ્રિય M-સિરીઝમાં નવો છે . આ ફોન ખાસ કરીને લાંબી બેટરી લાઈફ અને રોજિંદા ઉપયોય માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે . કંપનીએ ખાતરી આપી છે કે ફોન આજે બપોરે 12 વાગ્યાથી Amazon પર ખરીદી માટે ઉપલબ્ધ થશે . આ સ્માર્ટફોન બે કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે . આ ફોન બ્લિટ્ઝ બ્લુ અને વાઇબ વાયોલેટ કલરમાં ઉપલબ્ધ છે . સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યો છે
Samsung Galaxy M17e 5Gની કિંમત:
ભારતમાં Samsung Galaxy M17e 5Gની શરૂઆતની કિંમત રૂપિયા 13,999 રાખવામાં આવી છે , જે 4GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે . જયારે 6GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા હાયર વેરિઅન્ટની કિંમત રૂપિયા 15,499 છે .
સ્પેસિફિકેશન અને પરફોર્મન્સ:
સ્પેસિફિકેશનની વાત કરીએ તો , આ ફોનમાં 6.58 ઇંચ HD+PLS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ફોન Android 16 આધારિત OneUI 8 પર ચાલે છે .કંપની તરફથી 6 OS અપડેટ્સ તથા 6 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ મળશે . આ ફોન IP54 રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે .
પરફોર્મન્સ માટે , Samsung Galaxy M17e 5G માં Media Tek Dimensity 6300 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 2.4GHz સુધીની ક્લોક સ્પીડ આપે છે , તેમાં 6GB સુધી RAM અને 128GB સ્ટોરેજ મળે છે , જેને માઈક્રોએસડી કાર્ડ દ્રારા 2TB સુધી વધારી શકાય છે .
કેમેરા:
કેમેરા વિભાગમાં જોઈએ તો આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે , જે 1080p વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .
બેટરી:
આ ફોનમાં 6,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે લાંબા સમય સુધી ઉપયોગી છે .કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi , Bluetooth 5.3 , USB Type-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક જેવા વિકલ્પો મળે છે . .
જાહેરાત
જાહેરાત
Instagram Rolls Out New AI Voice Effects For Voice Notes With Eight Filters
Oppo Watch X3 With Snapdragon W5 Chipset, Over 100 Sports Modes Launched