ની સ્માર્ટફોન નિર્માતા Xiaomi Mix Trifold લોન્ચ કરી શકે છે. હાલમાં તે ડેવલપમેન્ટ હેઠળ છે.
Photo Credit: Samsung
Xiaomi Mix Tri Fold હાલ વિકાસ હેઠળ છે અને જલ્દી અદ્યતન ફોલ્ડેબલ ટેકનોલોજી સાથે આવશે
ની સ્માર્ટફોન નિર્માતા Xiaomi Mix Trifold લોન્ચ કરી શકે છે. હાલમાં તે ડેવલપમેન્ટ હેઠળ છે. આ ફોન સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યો છે. તે ચીની સ્માર્ટફોન નિર્માતાનો પહેલો મલ્ટી-ફોલ્ડિંગ હેન્ડસેટ બનશે. Mix Trifold તાજેતરમાં રજૂ કરાયેલા Samsung Galaxy Z TriFold અને Huawei Mate XT Ultimate Design સાથે સ્પર્ધા કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, Samsung Galaxy Z TriFold આવતા અઠવાડિયે દક્ષિણ કોરિયાના બજારમાં આવશે. Xiaomi Mix Trifold ના મોડેલ નંબર સિવાય, હજુ સુધી કોઈ નહીંતી સામે આવી નથી, તે 2026માં લોન્ચ થઈ શકે છે.
XiaomiTime ના એક અહેવાલમાં જણાવાયું છે કે મોડેલ નંબર 2608BPX34C સાથેનો એક નવો સ્માર્ટફોન હવે GSMA સર્ટિફિકેશન વેબસાઇટ પર સૂચિબદ્ધ છે. આ ચીની સ્માર્ટફોન નિર્માતાનો પહેલો મલ્ટી-ફોલ્ડ હેન્ડસેટ હશે, અને તેને Xiaomi Mix Trifold કહી શકાય. ફોલ્ડેબલ ફોન 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં રજૂ કરવામાં આવશે. જોકે, તેની મુખ્ય વિશિષ્ટતાઓ, સુવિધાઓ, ચોક્કસ લોન્ચ તારીખ અને કિંમતની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. કેમકે આવો કોઈ ફોન વિકાસ હેઠળ હોવાની જાણકારી કંપની તરફથી આવી નથી.
દક્ષિણ કોરિયન ટેક જાયન્ટે 2 ડિસેમ્બરના રોજ Samsung Galaxy Z TriFold લોન્ચ કર્યાના થોડા દિવસો પછી આ વાત સામે આવી છે. કથિત Xiaomi Mix Trifold સેમસંગના પહેલા બે વાર ફોલ્ડિંગ ફોન અને સપ્ટેમ્બર 2024 માં રજૂ થયેલા Huawei Mate XT Ultimate Design સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ટ્રાઇફોલ્ડ એન્ડ્રોઇડ-આધારિત OneUI 8 સાથે આવે છે. તેમાં અંદર 10-ઇંચ QXGA+ (2,160x1,584 પિક્સલ) ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે તેનો રિફ્રેશ રેટ 120Hz છે, અને બહાર 6.5-ઇંચ ફુલ-HD+ (1,080x2,520 પિક્સેલ) ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે જે 120Hz સુધી રિફ્રેશ રેટ ધરાવે છે. તે ક્વાલકોમના સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 16GB રેમ અને 1TB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ છે. તે 5,600mAh બેટરી, 45W વાયર્ડ અને 15W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
સ્પર્ધામાં રહેલા અન્ય ફોન Huawei Mate XT Ultimate Designમાં અંદર 10.2-ઇંચ (3,184x2,232 પિક્સલ) ફ્લેક્સિબલ LTPO OLED ડિસ્પ્લે અને 90Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6.4-ઇંચ (1,008x2,232 પિક્સલ) OLED કવર ડિસ્પ્લેથી સજ્જ છે. HarmonyOS 4 પર ચાલતો, આ ફોન Huawei ની Kirin 9010 ચિપ દ્વારા સંચાલિત છે, જેમાં 16GB રેમ અને 1TB સુધીનો આંતરિક સ્ટોરેજ છે. Galaxy Z TriFold ની જેમ, તે 5,600mAh બેટરીથી સજ્જ છે, જે 66W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report