નથિંગે તેનું એન્ડ્રોઇડ 16-આધારિત નથિંગ ઓએસ 4.0 અપડેટ સ્થગિત કર્યું

નથિંગે એન્ડ્રોઇડ 16-આધારિત નથિંગ ઓએસ 4.0 અપડેટ રિલીઝ કર્યું હતું. જો કે, હવે અચાનક કંપનીએ આ અપડેટને અટકાવી દીધું છે.

નથિંગે તેનું એન્ડ્રોઇડ 16-આધારિત નથિંગ ઓએસ 4.0 અપડેટ સ્થગિત કર્યું

Photo Credit: Nothing

Nothing OS 4.0 અપડેટ બગ્સને કારણે સ્થગિત, યુઝર્સ પેચ રિલીઝની રાહ જુએ

હાઇલાઇટ્સ
  • નથિંગ દ્વારા ઓએસ 4.0 અપડેટ સ્થગિત કર્યાની કોઈ સત્તાવાર જાહેરાત નહીં
  • આંતરિક પરીક્ષણ પૂર્ણ થયા પછી ફરી શરૂ થશે
  • પહેલાથી અપડેટ પ્રાપ્ત કરી લીધું છે તેમને પેચ કરેલુ વર્ઝન પણ પ્રાપ્ત થશે
જાહેરાત

નથિંગે 21 નવેમ્બરના રોજ  Phone 3 માટે તેનું એન્ડ્રોઇડ 16-આધારિત નથિંગ ઓએસ 4.0 અપડેટ રિલીઝ કર્યું હતું. તેને 28 નવેમ્બરે નથિંગ ફોન 2, ફોન 2a, ફોન 2a પ્લસ, ફોન 3a અને ફોન 3a પ્રો સહિતના અન્ય મોડેલોમાં રોલઆઉટ કરવામાં આવ્યું. જો કે, હવે અચાનક કંપનીએ આ અપડેટને અટકાવી દીધું છે.

Reddit પર ઘણા વપરાશકર્તાઓએ અહેવાલ આપ્યો છે કે કંપનીની સત્તાવાર રોલઆઉટ જાહેરાત છતાં તેમને હજુ સુધી Nothing OS 4.0 પ્રાપ્ત થયું નથી. Nothing Phone 3 ના એક વપરાશકર્તાએ પોસ્ટ કર્યું છે કે ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરતા અપડેટ પાછું ખેંચી લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

ગ્રાહકે જણાવ્યું કે, "શરૂઆતમાં, તેઓએ મને એક સામાન્ય કોપી-પેસ્ટ પ્રતિભાવ મોકલ્યો જેમાં મને કહેવામાં આવ્યું કે તે હવે અપડેટ વિવિધ ડિવાઇઝમાં ઉપલબ્ધ છે. જ્યારે મેં મારા ફ્લેગશિપ ફોનમાં તેમનું નવીનતમ સોફ્ટવેર કેમ નથી તે પૂછવાનો જવાબ આપ્યો, ત્યારે તેઓએ સ્વીકાર્યું કે જ્યાં સુધી તેઓ કોઈ સુધારો ન કરી શકે ત્યાં સુધી રોલઆઉટ ખરેખર બંધ કરવામાં આવ્યું છે''.

કંપની દ્વારા આપવામાં આ વેળા આ જવાબનો યુઝરે સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જે પુષ્ટિ કરે છે કે કંપનીએ "તાત્કાલિક સુધારા" લાગુ કરવા માટે નથિંગ ઓએસ 4.0 અપડેટને હાલ પૂરતું સ્થગિત કર્યું છે. સપોર્ટ અનુસાર, રોલઆઉટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે અને આંતરિક પરીક્ષણ પૂર્ણ થયા પછી ફરી શરૂ થશે. જે વપરાશકર્તાઓએ પહેલાથી જ નથિંગ ઓએસ 4.0 અપડેટ પ્રાપ્ત કરી લીધું છે તેમને રોલ થયા પછી પેચ કરેલુ વર્ઝન પણ પ્રાપ્ત થશે.

નથિંગ દ્વારા આ અપડેટ કામચલાઉ બંધ કર્યા અંગે કોઈ સત્તાવાર માહતી બહાર પાડી નથી. ખરેખર કંપનીએ વિવિધ માધ્યમ દ્વારા તેની જાણ ગ્રાહકોને કરવી જોઈતી હતી.

ગયા અઠવાડિયે, કેટલાક નથિંગ યુઝર્સે જાણ કરી હતી કે અપડેટ વિકલ્પ તેમના ફોનના સિસ્ટમ અપડેટ પેજ પરથી ચેતવણી વિના અચાનક ગાયબ થઈ ગયો છે. આ પોઝ એક સંદેશ સાથે લિંક કરવામાં આવી રહ્યો હતો જે ઇન્સ્ટોલેશન પછી દેખાવા લાગ્યો હતો, જે વપરાશકર્તાઓને કહેતો હતો કે તેમનું ઉપકરણ "એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામમાં નોંધાયેલ છે", જોકે અપડેટ એક સ્ટેબલ રિલીઝ થવાનું હતું. હજુ તે સ્પષ્ટ નથી કે આ કારણે નથિંગે 4.0 અપડેટ અટકાવ્યું છે કે કારણ કંઈક બીજું છે. અમે સ્પષ્ટતા માટે કંપનીનો સંપર્ક કરીશું અને જો અમને કોઈ જવાબ મળશે તો તે અંગે અહીં અપડેટ કરીશું.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »