મોટોરોલા દ્વારા અમેરિકામાં મોટો રેઝર 60 અને મોટો બડ્સ લૂપ $999 માં (આશરે રૂ. 87,000) વેચાશે.
Photo Credit: Motorola
મોટોરોલા બડ્સ લૂપ અગાઉ સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ સાથે ફ્રેન્ચ ઓક ફિનિશમાં આવ્યું હતું
મોટોરોલાનો સ્ટાઇલિશ ફ્લિપ ફોન મોટોરોલા રેઝર 60 અને મોટો બડ્સ લૂપ હવે અમેરિકાના બજારમાં ઉપલબ્ધ છે. મોટોરોલાના 'બ્રિલિયન્ટ કલેક્શન' હેઠળ, ફોન અને બડ્સમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ જડવામાં આવ્યા છે અને મર્યાદિત આવૃત્તિ હેઠળ તે ચામડાથી પ્રેરિત ફિનિશમાં ઉપલબ્ધ છે. આ ફોન જ્વેલરી બ્રાન્ડ સ્વારોવસ્કી સાથે મળીને ડિઝાઇન કરાયા છે અને તેનું વેચાણ બ્રલિયન્ટ ક્લેક્શન નામ હેઠળ કરવામાં આવશે. વેચાણની શરૂઆત 7 ઓગસ્ટથી થશે. મોટોરોલાનો ફોલ્ડેબલ ફોન મોટોરોલા રેઝર 60 અને મોટો બડ્સ લૂપ, ઓપન ઈયર બડ્સ બંનેને સ્વારોવસ્કી ક્રિસ્ટલથી સજાવવામાં આવ્યા છે. આથી દેખાવમાં તે અત્યંત આકર્ષક દેખાઈ રહ્યા છે. તે પેન્ટોન આઇસ મેલ્ટ કલરમાં આવશે. તેને ખરીદનારને તેને લઈ જવા માટે એક ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ક્રોસ બોડી બેગ પણ મળશે.
મોટોરોલા કંપનીએ જ્વેલરી બ્રાન્ડ સાથે જોડાણ કરીને મોટોરોલા રેઝર 60 અને મોટો બડ્સ લૂપ નવી ડિઝાઇન સાથે રજૂ કર્યા છે અને તેમાં, તે ચામડાથી પ્રેરિત ફિનિશ સાથે 3D ક્વિલ્ટેડ પેટર્ન ધરાવે છે આ ઉપરાંત તેમાં 35 જેટલા સ્વારોવસ્કી નંગ જડવામાં આવ્યા છે. તેની હિન્જ પર 26 પાસાવાળા નંગ બેસાડાયા છે. વોલ્યુમ બટનોમાં પણ સ્ફટિકથી પ્રેરિત દેખાવ ધરાવે છે. તેની સાથે લઈ જવા એક ખાસ ડિઝાઇન કરેલી બેગ પણ અપાશે. બોસ-ટ્યુન્ડ મોટો બડ્સ લૂપ વાયરલેસ ઓપન-ઇયર ઇયરબડ્સમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ હશે. ઇયરબડ્સને ઘરેણાંની જેમ પહેરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં કંપનીએ મોટો રેઝર 60 ભારતમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400X પ્રોસેસર સાથે લોન્ચ કર્યું હતું. આ ફોનમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે અને તેની કિંમત રૂ. 49,999 રૂપિયા છે. આ સાથે મોટોરોલાએ મોટો બડ્સ લૂપ પણ રજૂ કર્યા હતા અને તેની કિંમત આશરે રૂ. 26,000 છે. અગાઉ, મોટોરોલાએ એપ્રિલમાં ફ્રેન્ચ ઓક ફિનિશમાં તેમને લોન્ચ કર્યા હતા, જેમાં સ્વારોવસ્કીના નંગ જડેલા હતા.
'બ્રિલિયન્ટ કલેક્શન' હેઠળ વેચાણમાં મુકાયેલા ફોનમાં પણ અગાઉ રજૂ કરાયેલા ફોન જેવા જ સ્પેસિફિકેશન રહેશે. જેમાં, 6.9 ઇંચનો મેઇન ડોસ્પ્લે, 3.6 ઇંચનો કવર ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 7400X ચિપસેટ, ડ્યુઅલ રીઅર કેમેરા તેમજ 4,500mAh બેટરી રહેશે.
મોટોરોલા દ્વારા અમેરિકામાં મોટો રેઝર 60 અને મોટો બડ્સ લૂપ $999 માં (આશરે રૂ. 87,000) વેચાશે. 7 ઓગસ્ટથી આ કલેસ્ક્શન વેચાણમાં મુકાઈ રહ્યું છે. ટૂંક સમયમાં તેને વૈશ્વિક બજારોમાં મુકાશે અને હાલમાં ભારત સહિત અન્ય દેશોમાં ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત ની કોઈ વિગતો હજુસુધી પ્રાપ્ત નથી.
જાહેરાત
જાહેરાત