OnePlus Nord 4 તેની કિફાયતી કિંમત અને ધાંસુ ફીચર્સને કારણે લોકપ્રિય સ્માર્ટફોનની કેટેગરીમાં આવે છે. તે એક મિડ રેન્જ ફોન છે અને હાલમાં તેમાં એમેઝોન દ્વારા ડિસ્કાઉન્ટ હેઠળ મૂકવામાં આવ્યો છે.
Photo Credit: OnePlus
એમેઝોન પર OnePlus Nord 4 ની કિંમત 24,000 રૂપિયાથી ઓછી થઈ ગઈ છે.
OnePlus Nord 4 તેની કિફાયતી કિંમત અને ધાંસુ ફીચર્સને કારણે લોકપ્રિય સ્માર્ટફોનની કેટેગરીમાં આવે છે. તે એક મિડ રેન્જ ફોન છે અને હાલમાં તેમાં એમેઝોન દ્વારા ડિસ્કાઉન્ટ હેઠળ મૂકવામાં આવ્યો છે. ઈ કોમર્સ એમેઝોન પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ ચાલી રહી છે ત્યારે રૂ. 30,000ની કિંમતનો OnePlus Nord 4 સ્માર્ટફોન રૂ. 24,000 માં ખરીદી શકાય છે.Onlus Nord 4, જેની કિંમત સામાન્ય રીતે રૂ. 30,000 ની આસપાસ હોય છે, તે હાલમાં 2,375 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જે તેની કિંમત ઘટાડીને માત્ર 27,625 રૂપિયા કરે છે. વધુમાં, ખરીદદારો Flipkart SBI અથવા Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વધારાના રૂ. 4,000 સુધીની બચત પણ કરી શકે છે, જેનાથી અસરકારક કિંમત 23,625 રૂપિયા થાય છે.
તમને જૂના સ્માર્ટફોન એક્સચેન્જ હેઠળ આપવાનો વિકલ્પ પણ છે. તેમાં રૂ. 22,800 રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો. જોકે, એક્સચેન્જ મૂલ્ય તમારા ડિવાઇસના બ્રાન્ડ, મોડેલ અને સ્થિતિ પર આધારિત રહેશે. એમેઝોન દ્વારા તેમાં નો કોસ્ટ ઈએમઆઈની સગવડ આપવામાં આવે છે. તેમ પ્રતિ મહિને રૂ 972ના હપ્તાથી શરૂ થતી સ્કીમનો પણ લાભ લાઈ શકાશે.
OnePlus Nord 4 માં 6.74-ઇંચની મોટી OLED સ્ક્રીન છે જેમાં સ્મૂધ 120Hz રિફ્રેશ રેટ અને બ્રાઇટડિસ્પ્લે છે. તે Snapdragon 7+ Gen 3 પ્રોસેસર પર ચાલે છે, તેમાં 16GB સુધીની રેમ અને 512GB સુધીનો સ્ટોરેજ છે. ફોનમાં 5,500mAh ની મોટી બેટરી છે અને તે ફાસ્ટ 100W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
વિકલ્પોની વાત કરીએ તો, આ ડિવાઇસમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50 MP પ્રાઇમરી કેમેરા અને 8 MP અલ્ટ્રાવાઇડ સેન્સરનો સમાવેશ થાય છે. વધુમાં, સેલ્ફી અને વિડીયો કોલ માટે 16 MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ છે. સ્ટાઇલિશ મેટાલિક બોડી સાથે આવતો આ હેન્ડસેટ મર્ક્યુરિયલ સિલ્વર, ઓબ્સિડિયન મિડનાઇટ અને ઓએસિસ ગ્રીન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જેઓ સારી ડીલની શોધમાં હોય તેમને માટે આ મિડ રેન્જનો ફોન ઓફર હેઠળ મળી રહ્યો છે.
જાહેરાત
જાહેરાત