Oppo Find X9 Pro ફોન MediaTek Dimensity 9500 ચિપસેટ અને 7,500mAh બેટરીથી સજ્જ રહેશે.
Photo Credit: Oppo
Oppo X9 Pro ને Oppo Find X8 Pro કરતા પાતળા બેઝલ્સ મળી શકે છે (ચિત્રમાં)
Oppo Find X9 Pro બજારમાં આવે તે પહેલા અવારનવાર તેના વિશેની વિગતો મળતી રહે છે. જાણકારી પ્રમાણે આ ફોનમાં MediaTek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવી હોવાનું કહેવાય છે. આ સાથે જ ફોન 7,500mAh બેટરીથી સજ્જ રહેશે. Oppo Find X9 Pro હાલના સફળ ફોન Find X8 Pro નું અનુગામી બનશે તેવું કહેવાય છે. જો કે, કંપની દ્વારા આવી રહેલા નવા ફોન અંગે કોઈ વિગતો હજુ સુધી જાહેર કરી નથી.Oppo Find X9 Proના સ્પેસિફિકેશન્સ (સંભવિત),Oppo Find X9 Pro ફોનમાં 7,500mAh બેટરી આવશે અને ફોન 50Wના વાયરલેસ ચાર્જિંગને સ્પોર્ટ કરશે તેવું ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને તેના ચાઈનીઝ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વેઈબોમાં જણાવ્યું છે. તેમાં જણાવ્યું છે કે, કંપની દ્વારા રજૂ કરાયેલા Oppo Find X8 Proમાં 5,910mAh બેટરી આપવામાં આવી છે ત્યારે જો આવી રહેલા ફોનમાં 7,500mAh બેટરી આપવામાં આવે તો ફોનની બેટરી ક્ષમતામાં દેખીતો વધારો જોઈ શકાશે. જો ટિપસ્ટરની વાત માનીએ તો, Oppo Find X9 Pro સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવી છે.
ફોનમાં 1.5K રિસોલ્યુશન સાથે 6.78 ઇંચ 2.5D LTPO સપાટ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં લો-ઈન્જેક્શન પ્રેશર અવર મોલ્ડિંગ ટેકનોલોજી આપવામાં આવી છે જેથી એવું માની શકાય કે, ફોનમાં અત્યંત પાતળા બેઝલ્સ હશે. ફોનની સાઈઝ જોઈએ તો અગાઉના લીક પ્રમાણે હોઈ શકે છે અને તે પ્રમાણે આ ચાઇનીઝ સ્માર્ટફોનમાં અગાઉના ફોનમાં વળાંકવાળી ડિઝાઇન હતી તે આવનારા ફોનમાં નહીં હોય તેવુ અનુમાન છે.
ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP68 and IP69 રેટિંગ મળ્યું છે. તેમાં ફોટો અને વીડિયો માટે 200 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવી શકે છે જે તેના અગાઉના ફોનના 50 મેગાપિક્સલ ટેલિફોટો સેન્સર કેમેરા કરતા ઘણો વધારો સૂચવે છે.
કંપની દ્વારા 21 Nov 2024 Oppo Find X8 Pro ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેમાં 5,910mAh સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે જે અને તે 80W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 6.78 ઇંચનું LTPO એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 450ppi પિક્સલ ડેન્સિટી સાથે તેનો 120Hz તેનો રિફ્રેશ રેટ છે. 4,500 નિટ્સ સુધીની બ્રાઇટનેસ તેમાં આપવામાં આવી છે.
ફોન ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 9400 ચિપસેટથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં 16GB સુધી LPDDR5X રેમ અને 1TB સુધી UFS 4.0 ઇન્ટરનલ સ્ટોરેજ શક્ય છે. Oppo Find X8 Pro ના કેમેરાની વાત કરીએ તો, તેમાં 50 મેગાપિક્સલનું પ્રાઈમરી શૂટર, 50 મેગાપિક્સલ 3x ટેલિફોટો લેન્સ, અને 50 મેગાપિક્સલ 6x ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત