Oppo K13 Turbo 11 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.
Photo Credit: Oppo
Oppo K13 ટર્બો પ્રો (ચિત્રમાં) પાછળના ભાગમાં RGB લાઇટિંગ સિસ્ટમ ધરાવે છે
ઓપ્પો હંમેશા નવા ફોન રજૂ કરી ચોકાવી દે છે. ટૂંક સમયમાં રજૂ થનાર Oppo K13 Turbo ઇનબિલ્ટ કુલિંગ સિસ્ટમ સાથે આવશે. આ ફોન ફ્લિપકાર્ટ અને ઓપ્પો ઇન્ડિયાના સ્ટોરમાં મળી રહેશે. 11 ઓગસ્ટે આ ફોન ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. Oppo K13 Turboના પ્રો મોડેલમાં સ્નેપડ્રેગન 8s જેન 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઓપ્પો દ્વારા બે ફોન Oppo K13 Turbo અને Oppo K13 Turbo પ્રો હેન્ડસેટ બજારમાં મુકાશે. ફ્લિપકાર્ટ દ્વારા ઓપ્પોના આ નવા ફોનના લોન્ચ માટે ખાસ માઇક્રોસાઇટ મૂકી હોવાથી ઓપ્પો સ્ટોર ઉપરાંત ફ્લિપકાર્ટ પર આ ફોનનું સેલ કરાશે તે વાત નક્કી થાય છે.
ઓપ્પો K13 Turbo સિરીઝના ફોન આગામી અઠવાડિયે ભારતમાં રજૂ થાય તે પહેલાં જ કેમ્પોની જુલાઈમાં જ તેને ચીનમાં લોન્ચ કર્યા છે. ભારતમાં રજૂ થનારા આ ફોનમાં ઇન બિલ્ટ સેન્ટ્રીફ્યુગલ ફેન આપવામાં આવ્યા છે. આથી, ફોન ગરમ થવા સામે વધુ સારીરીતે રક્ષણ આપી શકશે. જેને કારણે ફોનને ગમે તેટલો વાપરવા છતાં તે ગરમ થશે નહીં. આ ફોનમાં ઘણા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ (AI) આધારિત ફીચર પણ આપવામાં આવ્યા છે. ભારતમાં K13 Turbo સિરીઝના ફોન 11 ઓગસ્ટ બપોરે 12 વાગે લોન્ચ થશે. મળતી માહિતી પ્રમાણે તેની કિંમત રૂ. 40,000ની અંદર હોઈ શકે છે.
ઓપ્પોએ એક ચાઇના સ્થિત બ્રાન્ડ છે અને તેનું ભારતમાં બહોળું બજાર છે. તેના ફીચર્સ દ્વારા તે હંમેશા તેની તરફ લોકોને આકર્ષવામાં સફળ રહે છે. ઓપ્પો K13 Turboમાં 7000 mAh બેટરી અને ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હાલમાં રજૂ થઈ રહેલા બંને ફોનમાં એક્ટિવ અને પેસિવ કૂલિંગ સિસ્ટમ છે, એક તો, તેમાં ઇન બિલ્ટ સેન્ટ્રીફ્યુગલ ફેન આવશે જેમાં 0.1mm બ્લેડ વાપરવામાં આવી છે અને તે 18,000 rpmની સ્પીડ પર ફરશે અને ફોનના ચેસિસ દ્વારા હવાને ખસેડશે. આથી અસરકારકરીતે ફોનને ઠંડો રાખવામાં મદદ મળશે. બંને ફોનમાં પેસિવ થર્મલ મેનેજમેન્ટ માટે 7,000 sq mm વેપર ચેમ્બર અને 7,000 sq mm ગ્રેફાઇટ લેયર આપવામાં આવ્યું છે.
ઓપ્પોના K13 Turbo પ્રો મોડેલમાં સ્નેપડ્રેગન 8s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે તેના અગાઉના ફોનની સરખામણીએ કામગીરીમાં 31 ટકા વધારો સૂચવે છે. તેમજ તેના જીપીયુની કામગીરીમાં 49 ટકાનો સુધારો જોવા મળશે. Oppo K13 Turbo મોડેલમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8450 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે તેના અગાઉના મોડલની સમખામણીએ કામગીરીમાં 41 ટકા સુધારો દર્શાવશે અને ઉર્જા વપરાશમાં 40 ટકાનો ઘટાડો કરશે.
Oppo K13 Turboને મીડિયાટેક NPU 880થી પણ સજ્જ કરાયું છે જેને કારણે તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કામગીરીમાં પણ 40 ટકા જેટલો સુધારો જોવાશે. ફોન જેમિની ફીચર્સને પણ સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત
Scientists Unveil Screen That Produces Touchable 3D Images Using Light-Activated Pixels
SpaceX Expands Starlink Network With 29-Satellite Falcon 9 Launch
Nancy Grace Roman Space Telescope Fully Assembled, Launch Planned for 2026–2027
Hell’s Paradise Season 2 OTT Release Date: When and Where to Watch it Online?