Honor Magic 8, Magic 8 Pro બુધવારે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
Photo Credit: Honor
એપલનો નવો M5 ચિપવાળો iPad Pro ભારતમાં 22 ઓક્ટોબરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Honor Magic 8, Magic 8 Pro બુધવારે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ, 16GB સુધીની રેમ અને 1TB સુધી બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે સજ્જ છે. મેજિક સિરીઝમાં ચાર કલરના વિકલ્પો આપવામાં આવ્યા છે. આ સિરીઝ ગૂગલની એન્ડ્રોઇડ 16 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત MagicOS 10 થી સજ્જ છે. Magic 8 Proમાં 7,200mAh બેટરી અને Magic 8 માં થોડી નાની 7,000mAh બેટરી છે.Honor Magic 8, Honor Magic 8 Pro કિંમતm,Honor Magic 8 જેમાં,આ 12GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત CNY 4,499 (આશરે રૂ. 55,000) થી શરૂ થાય છે. 12GB રેમ અને 512GB, 16GB રેમ અને 512GB, અને 16GB રેમ અને 1TB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત અનુક્રમે CNY 4,799 (આશરે રૂ. 59,100), CNY 4,999 (આશરે રૂ. 61,600), અને CNY 5,499 (આશરે રૂ. 67,800) છે. તે વેલ્વેટ બ્લેક, સ્નો વ્હાઇટ, સનરાઇઝ ગોલ્ડ અને એઝ્યુર ગ્લેઝ કલરમાં મળશે.
Honor Magic 8 Pro ના 12GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત CNY 5,699 (આશરે રૂ. 70,200) છે. 12GB રેમ અને 512GB, 16GB રેમ અને 512GB, અને 16GB રેમ અને 1TB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત CNY 5,999 (આશરે રૂ. 73,900), CNY 6,199 (આશરે રૂ. 76,400), અને CNY 6,699 (આશરે રૂ. 83,000) છે. તે વેલ્વેટ બ્લેક, સ્નો વ્હાઇટ, એઝ્યુર ગ્લેઝ અને સનરાઇઝ ગોલ્ડ સેન્ડ કલરમાં મળશે.
Honor Magic 8 Pro Android 16 પર આધારિત MagicOS 10 પર ચાલે છે અને તેમાં 6.71-ઇંચ 1.5K (1,256×2,808) LTPO OLED ડિસ્પ્લે અને 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 6,000 નિટ્સ સુધીની HDR પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. તે Snapdragon 8 Elite Gen 5 SoC પર ચાલે છે.
Honor Magic 8 Pro માં ટ્રિપલ રીઅર કેમેરા રહેશે. જેમાં 50 મેગાપિક્સલ 1/1.3-ઇંચ પ્રાથમિક સેન્સર, 50-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 200-મેગાપિક્સલનો 1/1.4-ઇંચનો ટેલિફોટો કેમેરા f/2.6 એપરચર, 3.7x ઓપ્ટિકલ ઝૂમ અને 100x ડિજિટલ ઝૂમ સાથે આવશે. આ ડિવાઇસમાં AIMAGE Honor Nox એન્જિન શામેલ છે અને તે CIPA 5.5 ઇમેજ સ્ટેબિલાઇઝેશન આપશે. તેના ફ્રન્ટ કેમેરા 50-મેગાપિક્સલનો છે. તેમાં 3D ડેપ્થ સેન્સર પણ શામેલ છે. હેન્ડસેટમાં ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68, IP69 અને IP69K રેટિંગ છે.
Honor Magic 8 Pro માં 7,200mAh બેટરી રહેશે જે 100W વાયર્ડ અને 80W (વાયરલેસ) ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનની સાઈઝ જોઈએ તો, 161.15×75×8.32mm છે અને તેનું વજન 219 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત