Samsung Galaxy A57 ફેબ્રુઆરીના પહેલા કે બીજા અઠવાડિયામાં લોન્ચ થવાની ધારણા

સેમસંગ દ્વારા તેના ગેલેક્સી A57નું સત્તાવાર રેન્ડર જાહેર કર્યું છે. ગેલેક્સી A57 ફેબ્રુઆરીના પહેલા કે બીજા અઠવાડિયામાં લોન્ચ થવાની ધારણા છે ત્યારે સર્ટિફિકેશનને આધારે તેના કેટલાંક સ્પેસિફિકેશન પણ જાણવા મળ્યા છે.

Samsung Galaxy A57 ફેબ્રુઆરીના પહેલા કે બીજા અઠવાડિયામાં લોન્ચ થવાની ધારણા

Photo Credit: Samsung

Galaxy A57 6.6-ઇંચ ફુલએચડી+ AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy A57,8GB અને 12GB બે રેમ વેરિઅન્ટ સાથે આવી શકે
  • 5,000mAh બેટરી, 45W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટેડ હશે
  • Android 16 One UI 8.0 અથવા 8.5 પર ચાલી શકે છે
જાહેરાત

સેમસંગ દ્વારા તેના ગેલેક્સી A57નું સત્તાવાર રેન્ડર જાહેર કર્યું છે. ગેલેક્સી A57 ફેબ્રુઆરીના પહેલા કે બીજા અઠવાડિયામાં લોન્ચ થવાની ધારણા છે ત્યારે સર્ટિફિકેશનને આધારે તેના કેટલાંક સ્પેસિફિકેશન પણ જાણવા મળ્યા છે.
જે તેની ડિઝાઇન અંગે ઘણું કહી જાય છે. રેન્ડરમાં બે પીક્ચર દર્શાવ્યા છે. તે બ્લેક કલરના ફોનનું છે. ફ્લેટ ડિસ્પ્લે ધરાવતા આ ફોનમાં ઉપર એક સેન્ટ્રલ
ડિસ્પ્લે કેમેરા હોલ હશે. ડિસ્પ્લેની આસપાસના બેઝલ્સ અપેક્ષા મુજબ ખૂબ પાતળા હશે, પરંતુ નીચેનો બેઝેલ ખૂબ જ જાડો લાગે છે.

ફ્રેમની જમણી બાજુ, જે ભાગમાં બટનો છે, તે બાજુની ફ્રેમના બાકીના ભાગ કરતાં થોડી વધુ બહાર નીકળે છે. તેને સેમસંગ 'કી આઇલેન્ડ' તરીકે ઓળખે છે, અને આ 'કી આઇલેન્ડ 2.0' હોઈ શકે છે, કારણ કે કંપનીએ તાજેતરમાં જાહેર કરેલા ગેલેક્સી A17 માટે આ બ્રાન્ડિંગનો ઉપયોગ કર્યો હતો.

બટનોની વાત કરીએ તો, પાવર/લોક કી તે બાજુ પર વોલ્યુમ અપ અને ડાઉન કી ની નીચે જ હોય છે. ડિવાઈઝમાં આ જ માત્ર ફિઝિકલ બટન છે. જ્યારે અન્ય આખા ડિવાઈઝની ફ્રેમ ફ્લેટ છે.

Samsung Galaxy A57 ફોનમાં પાછળ ત્રણ કેમેરા

Samsung Galaxy A57માં પાછળના ભાગમાં ઉપરની બાજુ ડાબા ખૂણામાં ટ્રિપલ કેમેરા સેટઅપ દેખાશે. સીધી લાઇનમાં આ ત્રણ કેમેરા એક જ કેમેરા આઇલેન્ડ પર શામેલ છે, જે થોડો બહાર નીકળે છે. કેમેરા આઇલેન્ડની બાજુમાં એક LED ફ્લેશ છે. ફોનનો બેકપ્લેટ સંપૂર્ણપણે સપાટ લાગે છે, જ્યારે કંપનીનું બ્રાન્ડિંગ નીચેની તરફ છે. ફોનની ઉપર અને નીચેની સ્ટાન્ડર્ડ ટાઇપ-સી પોર્ટ, માઇક્રોફોન અને લાઉડસ્પીકર (તળિયે) હોઈ શકે છે.

અગાઉ અનેક લીક્સ બહાર આવ્યા હતા પરંતુ આ માહિતી કંપની તરફથી આવી છે. રિયલ પિક્ચર, રેન્ડર નહીં. તે TENAA દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી, જે ચીનના FCC સમકક્ષ છે.

વિવિધ પ્રમાણપત્રોને કારણે Galaxy A57 ના કેટલાક સ્પેસિફિકેશન પણ જાણવા મળ્યા છે તે પ્રમાણે Galaxy A57 માં 6.6-ઇંચ ફુલએચડી+ (2340 x 1080) AMOLED ડિસ્પ્લે હશે. તે 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે.

તે ઓક્ટા-કોર ચિપ દ્વારા સંચાલિત થશે જેમાં ટ્રાઇ-ક્લસ્ટર CPU સેટઅપ હશે. તેના કોર 2.9GHz, 2.6GHz અને 1.95GHz સુધીની સ્પીડ ધરાવે છે. TENAA એ ચોક્કસ ચિપનું નામ આપ્યું નથી, પરંતુ એવું લાગે છે કે Exynos 1680 સાથે આવશે. બે રેમ વેરિઅન્ટ 8GB અને 12GB સાથે ફોન આવી શકે છે. તેમાં, ઓછામાં ઓછો એક સ્ટોરેજ વિકલ્પ 256GB હશે.

ફોનની અંદર 5,000mAh બેટરી હશે, જ્યારે 45W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટેડ હશે. Android 16 One UI 8.0 અથવા 8.5 પર ચાલી શકે છે.

તેમાં, કેમેરા જોઈએ તો, 50 મેગાપિક્સલનો સ્નેપર, 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 5મેગાપિક્સલનો રીઅર-ફેસિંગ શૂટર અપેક્ષિત છે. ફ્રન્ટમાં 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા શામેલ હશે.

આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ હશે. સેમસંગ ગેલેક્સી A57 ની સાઈઝ 161.5 x 76.8 x 6.9mm હશે, જ્યારે તેનું વજન 182 ગ્રામ હશે. તેનો પુરોગામી 2 માર્ચ, 2025 ના રોજ આવ્યો હતો, તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે ગેલેક્સી A57 આવતા એક કે બે મહિનામાં આવશે.

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »