સેમસંગે આજે તેની Galaxy Z Flip7 Olympic Edition રજૂ કરી છે. કંપનીએ આ ખાસ સ્ડિશન ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સ મિલાનો કોર્ટીના 2026 માં ભાગ લેનારા બધા એથ્લેટ્સ માટે બનવી છે.
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 ઓલિમ્પિક એડિશનમાં સ્ટાન્ડર્ડ મોડેલ જેવા જ સ્પષ્ટીકરણો છે.
સેમસંગે આજે તેની Galaxy Z Flip7 Olympic Edition રજૂ કરી છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની લિમિટેડ, જે એક વિશ્વવ્યાપી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક પાર્ટનર છે. કંપનીએ આ ખાસ સ્ડિશન ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સ મિલાનો કોર્ટીના 2026 માં ભાગ લેનારા બધા એથ્લેટ્સ માટે બનવી છે. 90 દેશોના લગભગ 3,800 ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયનોને આપવામાં આવેલા, આ સ્પેશિયલ એડિશન ડિવાઇસ ગેમ રમતો દરમ્યાન એથ્લેટ્સની સાથે રહેશે. ગેલેક્સી AI સાથે આવતું આ ડિવાઇઝ રમતવીરો માટે સરળતાથી કોમ્યુનિકેશન કરવામાં અને તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવામાં મદદ કરવા માટે એક શ્રેષ્ઠ રીત બની રહેશે. ઓલિમ્પિક વિલેજમાં આ ડિવાઇઝ રમતવીરોને સ્પર્ધાથી માંડીને ઉજવણી સુધીના અર્થપૂર્ણ ક્ષણોને કેદ કરવા અને શેર કરવામાં મદદ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન વિન્ટર ઓલિમ્પિક્સ યોજાઈ રહી છે.
આ ફોનમાં 50MPનો મુખ્ય વાઇડ કેમેરા અને 12MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જે વિક્ટરી સેલ્ફી અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ફોટા લેવા માટે યોગ્ય છે. તેમાં ‘Now Brief 'સુવિધા છે જે વ્યક્તિગત દૈનિક અપડેટ્સ (રિમાઇન્ડર્સ, કેલેન્ડર, ફિટનેસ ડેટા) આપે છે. સાથે, 'ફોટો આસિસ્ટ' સાથે એઆઈ-પાવર્ડ એડિટિંગ ટૂલ્સ મળે છે.
રીઅલ-ટાઇમ અનુવાદ: 'ઓન-ડિવાઇસ ઇન્ટરપ્રીટર' સુવિધા સાથે, રમતવીરો ઇન્ટરનેટ કનેક્શન વિના પણ રીઅલ-ટાઇમ ભાષા અનુવાદનો આનંદ માણી શકે છે.
ડિસ્પ્લે: તેમાં એક વિશાળ, એજ ટુ એજ ફ્લેક્સવિન્ડો (કવર ડિસ્પ્લે) છે, જે તેને એક હાથે વાપરવાનું સરળ બનાવે છે.
એથ્લેટ્સને સેમસંગ તરફથી 100GB 5G eSIM પણ મળશે, કારણ કે કંપની સ્પષ્ટપણે જાણે છે કે તેમાંના મોટાભાગના લોકો તેમના iPhones પરથી સ્વિચ કરશે નહીં. Galaxy Z Flip7 ઓલિમ્પિક એડિશન 30 જાન્યુઆરીથી છ શહેરોમાં ઓલિમ્પિક વિલેજમાં વિતરણ કરવામાં આવશે.
સેમસંગે તેની સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે ગેલેક્સી ઝેડ ફ્લિપ7 ઓલિમ્પિક એડિશન "એક આઇકોનિક ડિઝાઇન રજૂ કરે છે જે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સમાં રમતવીરોની ભાગીદારીની યાદ અપાવે છે. એક પ્રતિષ્ઠિત ડિઝાઇન રજૂ કરે છે, તેમજ ઓલિમ્પિક વિલેજ અને સમગ્ર સ્પર્ધા દરમિયાન તેમના અનુભવને વધુ સારો બનાવવા માટે તેમણે પ્રેક્ટિકલ સર્વિસિસ પણ આપે છે."
પાછળનો વાદળી રંગ "મિલાનો કોર્ટીના 2026 ની અનોખી સ્ટાઇલ સાથે મેળ ખાય છે", તે "સેમસંગની લાંબા સમયથી ચાલતી આવતી ઓળખ અને ઇટાલિયન વાદળી રંગના સાંસ્કૃતિક ગુંજનું સંયોજન રજૂ કરે છે". જો કે, આ રંગ ઓલિમ્પિક રમતો દ્વારા સમાવિષ્ટ એકતા અને રમતગમતની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.
સોનાની ધાતુની ફ્રેમ "એથ્લેટ્સનું સારું પ્રદર્શન અને પોડિયમ સુધી પહોંચવાની તેની ઉમ્મીદ, તેમજ બ્રાન્ડની શ્રેષ્ઠ બનવાની આકાંક્ષાનું પ્રતીક છે".
ડિવાઈઝની ઈમેજમાં જોઈએ શકાય છે કે, વાદળી ગોળાકાર ચુંબક સાથે સ્પષ્ટ ચુંબક કેસ સાથે આવે છે, જે સોનાના લોરેલ પાંદડાઓથી ઘેરાયેલું છે જે "વિજયના મોટિફ તરીકે ઉમેરવામાં આવ્યું છે".
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report