સ્પેનના બાર્સેલોનામાં 2 થી 5 માર્ચ દરમિયાન યોજાનાર MWC 2026 ઇવેન્ટમાં Honor પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Honor Magic V6 રજૂ કરશે.
Photo Credit: Honor
ઓનર રોબોટ ફોનમાં હોલ-પંચ ડિસ્પ્લે હશે.
ઓનરે સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે તે સ્પેનના બાર્સેલોનામાં 2 થી 5 માર્ચ દરમિયાન યોજાનાર MWC 2026 ઇવેન્ટમાં હાજર રહેશે. જેમાં તે તેના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન Honor Magic V6 રજૂ કરશે. આ સાથે જ તે Honor Robot Phone લોકો સમક્ષ દર્શાવશે. આમ, Honor Magic V6ફોન V5 કરતાં ઘણો વહેલો લોન્ચ થઈ રહ્યો છે, જે જુલાઈ 2025 માં સત્તાવાર રીતે રજૂ થયો હતો. V6 ફોલ્ડેબલ ફોન પર અત્યાર સુધીની સૌથી મોટી બેટરી પેક કરી શકે છે. ટિપસ્ટર મુજબ, મેજિક V6 ની બેટરીને ચીનની 3C ઓથોરિટી દ્વારા પહેલાથી જ પ્રમાણિત કરવામાં આવી છે, જેમાં ટોપ-એન્ડ વેરિઅન્ટમાં 7,000mAh રેટેડ ડ્યુઅલ-સેલ બેટરી હોવાની અપેક્ષા છે જેની લાક્ષણિક ક્ષમતા લગભગ 7,150mAh છે, જે તેના પુરોગામી કરતા 1,000mAh કરતાં વધુ છે. અન્ય વેરિઅન્ટ્સમાં 6,700mAh રેટેડ બેટરી હોવાની શક્યતા છે જેની લાક્ષણિક ક્ષમતા લગભગ 6,850mAh છે. આ સાથે, Honor હાલમાં બહુવિધ પ્રોડક્ટ કેટેગરીમાં બેટરી ક્ષમતામાં બજારમાં આગળ છે.
ટિપસ્ટર DCS દ્વારા તાજેતરની Weibo પોસ્ટ સૂચવે છે કે Magic V6 એ સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ ધરાવતો પહેલો ફોલ્ડેબલ ફોન હશે. ફોટોગ્રાફી માટે, તેમાં 200-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા હોઈ શકે છે.
તેમાં, સિક્યુરિટી માટે ફિંગરપ્રિન્ટ સ્કેન હોઈ શકે છે. Honor Magic V5 માં 7.95 inch 2K 8T LTPO ડિસ્પ્લે (2,172 × 2,352 પિક્સલ્સ) આવ્યું છે. આ ઉપરાંત 6.45 ઇંચ 8T LTPO OLED સેકંડરી ડિસ્પ્લે (1,060 × 2,376 પિક્સલ્સ) છે. આ બંને ડિસ્પ્લે 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટ, 5,000 નિટ્સ સુધીના પીક બ્રાઈટનેસ લેવલ અને 4,320 હર્ટ્ઝ PWM ડિમિંગ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં પ્રોસેસર તરીકે આ ફોલ્ડેબલ ફોનમાં Snapdragon 8 Elite થઈ સંચાલિત છે અને તે એન્ડ્રોઇડ 15 આધારિત MagicOS 9.0.1 પર ચાલશે.
DCS એ પણ દાવો કરે છે કે Honor Magic V6 મોટી બેટરી હોવા છતાં, તેની અગાઉની જનરેશન કરતા પાતળો અને હળવો હશે. સંદર્ભ માટે, Magic V5 ફોલ્ડ અને અનફોલ્ડ સ્થિતિમાં અનુક્રમે 9.0mm અને 4.2mm ની સાઈઝ ધરાવે છે, અને તેનું વજન લગભગ 222 ગ્રામ છે.
Honor Magic V6 ને Oppo Find N6 થી સ્પર્ધાનો સામનો કરવો પડશે, જે તે જ સમયે લોન્ચ થવાની અપેક્ષા છે. N6 માં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપ, 200-megapixel (મુખ્ય) + 50-megapixel (અલ્ટ્રા-વાઇડ) + 50-megapixel (પેરિસ્કોપ ટેલિફોટો) ટ્રિપલ-કેમેરા સેટઅપ અને 6,000mAh+ બેટરી હોવાનું કહેવાય છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Vivo V70 Series Price in India, Design and Launch Timeline Leaked: Expected Specifications, Features