FUJIFILM ઇન્ડિયાએ ભારતમાં ઇન્સ્ટાક્સ ઇવો હાઇબ્રિડ ઇન્સ્ટન્ટ કેમેરા લાઇનઅપનો વિસ્તાર કરીને ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમાના લોન્ચની જાહેરાત કરી છે. આ મોડેલ ઇન્સ્ટન્ટ ફોટો પ્રિન્ટિંગ કાર્યક્ષમતા જાળવી રાખીને વિડિઓ કેપ્ચર અને એરા ઇન્સ્પાયર્ડ ઇફેક્ટ્સને સપોર્ટ કરે છે.
Photo Credit: Fujifilm
FUJIFILM India એ ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમાના લોન્ચની જાહેરાત કરી છે.
FUJIFILM ઇન્ડિયાએ ભારતમાં ઇન્સ્ટાક્સ ઇવો હાઇબ્રિડ ઇન્સ્ટન્ટ કેમેરા લાઇનઅપનો વિસ્તાર કરીને ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમાના લોન્ચની જાહેરાત કરી છે. આ મોડેલ ઇન્સ્ટન્ટ ફોટો પ્રિન્ટિંગ કાર્યક્ષમતા જાળવી રાખીને વિડિઓ કેપ્ચર અને એરા ઇન્સ્પાયર્ડ ઇફેક્ટ્સને સપોર્ટ કરે છે.ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમા એક હાઇબ્રિડ ઇન્સ્ટન્ટ કેમેરા છે જેમાં વપરાશકર્તાઓ રીઅર એલસીડી ડિસ્પ્લે પર ઇમેજ પ્રિવ્યૂ કરવાની અને પ્રિન્ટિંગ માટે ચોક્કસ શોટ્સ પસંદ કરી શકે છે. સ્ટિલ ફોટોગ્રાફીની સાથે, કેમેરા ટૂંકા વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે, જે સ્ટેટિક ઇમેજ સાથે ઇન્સ્ટાક્સ ઉપયોગને વિસ્તારે છે.
રેકોર્ડ કરેલા વીડિયોને QR કોડમાં રૂપાંતરિત કરી શકાય છે અને ઇન્સ્ટાક્સ મીની ફિલ્મ પર વિડિયોમાંથી કાઢેલા સ્થિર ફ્રેમ સાથે પ્રિન્ટ કરી શકાય છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરવાથી વિડિયોને ઇન્સ્ટાક્સ-શૈલીની ફ્રેમમાં ફરીથી પ્લે તેમજ ડાઉનલોડ કરી શકાય છે, જેનાથી વિડીયો ફિઝિકલ ઇન્સ્ટન્ટ પ્રિન્ટ દ્વારા શેર પણ કરી શકાશે. આ કેમેરાની સારી વાત એ છે કે તેને જ્યારે તેની ડેડીકેટેડ સ્માર્ટફોન એપ્લિકેશન સાથે પર કરવામાં આવે, ત્યારે કેમેરાનો ઉપયોગ સ્માર્ટફોન પ્રિન્ટર તરીકે પણ થઈ શકે છે. વપરાશકર્તાઓને તેમના ફોનમાં રહેલી ઇમેજ પ્રિન્ટ કરી શકે છે. આમ, aઅ ઇન્ટીગ્રેશનને કારણે ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમા સ્ટિલ કેમેરા, વિડિઓ કેમેરા અને ઇન્સ્ટન્ટ પ્રિન્ટર એમ તમામ કાર્ય કરે છે.
• ફ્રેમિંગ અને શોટ્સની સમીક્ષા માટે રિઅર LCD ડિસ્પ્લે
• બ્લુટુથ અને Wi-Fi કનેક્ટિવિટી સાથે ડેડિકેટેડ એપ્લિકેશન સપોર્ટ
• 30 સેકન્ડ સુધીના એક જ વિડિયોમાં મલ્ટિપલ વિડીયો ક્લિપ્સને જોડવાની ક્ષમતા
• કસ્ટમાઇઝેબલ ટેક્સ્ટ સાથે પોસ્ટર-સ્ટાઈલ પ્રિન્ટ ટેમ્પ્લેટ્સ
• સ્માર્ટફોન પર સ્ટોર ઇમેજનું સીધું પ્રિન્ટિંગ
• અલ્ટરનેટિવ શૂટિંગ સ્ટાઈલ માટે વ્યૂફાઇન્ડર એક્સેસરી શામેલ
• વધુ સારીરીતે હેન્ડલિંગ અને સ્ટેબિલિટી માટે ગ્રિપ એટેચમેન્ટ
ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમા ઇરાસ ડાયલ રજૂ કરે છે, જે વિવિધ દાયકાઓથી પ્રેરિત ઇફેક્ટ્સ પ્રદાન કરે છે, જેમાં 1960 ના દાયકાની શૈલીનો 8mm ફિલ્મ દેખાવ અને 1970 ના દાયકાનો CRT ટેલિવિઝન ટેક્સચરનો સમાવેશ થાય છે. દરેક યુગ ઇફેક્ટમાં એડજસ્ટેબલ ઇન્ટેન્સિટી લેવલનો સમાવેશ થાય છે અને રેકોર્ડિંગ દરમિયાન વિઝ્યુઅલ ટેક્સચર અને અવાજ, ટેપ ફ્લટર અને મિકેનિકલ સાઉન્ડ જેવા ઑડિઓ કેરેક્ટરિસ્ટિક બંને લાગુ પડે છે.
કેમેરા ફુજીફિલ્મના FUJICA સિંગલ-8 થી પ્રેરિત બ્લેક અને ગ્રે ફિનિશ સાથે વર્ટિકલ ગ્રિપ ડિઝાઇન અપનાવે છે. ક્લિક કરી શકાય તેવા ઇરાસ ડાયલ અને પ્રિન્ટ લીવર જેવા ફિઝિકલ એલિમેન્ટ્સ એનાલોગ ફિલ્મ ઓપરેશનની નકલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ડિઝાઇન પાછળના મોનિટર દ્વારા અથવા શામેલ વ્યુફાઇન્ડર એક્સેસરી સાથે શૂટિંગને સપોર્ટ કરે છે.
આ સમર્પિત એપ્લિકેશન દ્વારા સ્માર્ટફોન પર ટ્રાન્સફર કરેલા વિડિઓઝ અને પીકચર જોઈ શકાય છે, તેમાંના કન્ટેન્ટને એડિટ કરવા અને સિનેમેટિક ઓપનિંગ અને એન્ડિંગ ટેમ્પ્લેટ્સ એપ્લાય કરી શકાય છે. વપરાશકર્તાઓ પોસ્ટર-સ્ટાઇલ ઇન્સ્ટાક્સ પ્રિન્ટ પણ ડિઝાઇન કરી શકે છે અને કેમેરા દ્વારા સીધા સ્માર્ટફોનની ઇમેજ પ્રિન્ટ કરી શકે છે.
ભારતમાં, FUJIFILM instax mini Evo Cinema Premium Edition ની કિંમત રૂ. 47,999 છે અને તે કેમેરા અને instax mini glossy film ના બે પેક (દરેક 10 શોટ) ધરાવતા કોમ્બો બોક્સ તરીકે વેચવામાં આવશે.
પ્રી-બુકિંગ 21 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2026 સુધી સત્તાવાર instax વેબસાઇટ દ્વારા ખુલ્લું રહેશે. પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને પ્રી-બુકિંગ લાભ તરીકે બે વધારાના ડિઝાઇનર instax mini film packs પ્રાપ્ત થશે. કેમેરા 28 જાન્યુઆરી 2026 થી ઉપલબ્ધ થશે, અને તે જ તારીખથી ડિસ્પેચ શરૂ થશે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report