તહેવારોની સાથે જ ઈ કોમર્સ જાયન્ટ એમેઝોનનું એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 પણ શરૂ થઈ ચૂક્યું છે અને સાથે ડિસ્કાઉન્ટની ભરમાર પણ લાવ્યું છે.
Photo Credit: Amazon
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થયો
તહેવારોની સાથે જ ઈ કોમર્સ જાયન્ટ એમેઝોનનું એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 પણ શરૂ થઈ ચૂક્યું છે અને સાથે ડિસ્કાઉન્ટની ભરમાર પણ લાવ્યું છે. આ સેલમાં તમામ હોમ એપ્લાયન્સિસ ઘણા ઘટાડેલા ભાવે ઓફર કરાયા છે. સેલમાં ઘરની સુરક્ષાને કામ આવે એવા કેમેરામાં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. સેલમાં ઇન્ડોર કેમેરા, આઉટડોર સર્વેલન્સ પર સેલ ચાલી રહ્યું છે. સારી બ્રાન્ડ જેમકે, CP Plus, TP-Link અને Qubo દ્વારા કેમેરામાં ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. કેટલાંક કેમેરા મોશન ડિટેક્શન, ક્લાઉડ સ્ટોરેજ, એપ પેરિંગ અને નાઇટ વિઝન જેવી સ્માર્ટ સુવિધાઓ સાથે આવે છે. એમેઝોન દ્વારા સૌથી વધુ વેચાતા અને અદ્યતન કેમેરા પર 85 ટકા સુધીની છૂટ ઓફર કરાઈ છે.
આ સેલ દરમ્યાન કયા બ્રાન્ડના કેમેરામાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે તેની એક યાદી એ તૈયાર કરી છે જે અહીં રજૂ કરી રહ્યા છીએ. જેમાં, Tapo C200 360° જેનો ભાવ રૂ. 3,299 છે તે હાલમાં રૂ. 1,199માં મળી રહ્યું છે. Qubo Smart Outdoor 3mp 1296p રૂ. 7,990 ને બદલે રૂ. 2,990માં, Trueview WiFi 3mp Mini Pan-Tilt Zoom CCTV Camera રૂ. 14,000 ને બદલે Rs. 2,999માં , CP Plus 3MP રૂ. 4,100 ને બદલે રૂ.
1,649 માં, Ezviz by Hikvision જેની કિંમત રૂ. 5,200 છે તે હાલમાં સેલ હેઠળ રૂ. 3,999માં, Trueview 3+3Mp 4G Mini રૂ. 15,000 ને બદલે રૂ. 7,649માં તેમજ Imou 5MP 1620p રૂ. 5,999 ને બદલે રૂ. 3,399માં ખરીદી શકાશે.
આ ડિસ્કાઉન્ટ ઉપરાંત પણ તમે ભાવમાં ઘટાડો મેળવી શકો છો કેમકે, SBI ક્રેડિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડથઈ કરાતી ચુકવણી પર પણ ડિસ્કાઉન્ટ મળશે. તદુપરાંત એક્સચેન્જ ડિલ, નો કોસ્ટ ઈએમઆઈ, અને એમેઝોન પે આધારિત ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યા છે.
સેલ હેઠળ રૂ. 60,000 થી ઓછી કિંમતના ડબલ-ડોર રેફ્રિજરેટર, એર કંડિશનર અને લેપટોપ પર આકર્ષક ઓફર આપવામાં આવી છે. આ ઉપરાંત રૂ. 30,000થી ઓછા મૂલ્યના સાઉન્ડબાર અને સ્માર્ટફોનમાં પણ સારું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
જાહેરાત
જાહેરાત