Insta360 X5 કેમેરામાં IP68 રેટિંગ આપવામાં આવ્યું છે
Photo Credit: Insta360
Insta360 X5 માં 360-ડિગ્રી ઓડિયો રેકોર્ડિંગ માટે સપોર્ટ સાથે ચાર માઇક્રોફોન છે
મંગળવારે ભારતમાં Insta360 X5ને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસને ચીની કંપનીનો સૌથી નવો અને મજબૂત 360 ડિગ્રી કેમેરો છે. કેમેરો 8K//30fps નો 360 ડિગ્રી વીડિયો રેકોર્ડ કરી શકે છે. કંપનીએ નાવા કેમેરામાં પ્યોર વીડિયો ક્વોલિટી માટે લો લાઇટ મોડને સુધારું AI સાથે કનેક્ટ કરી દીધું છે. Insta360માં લેન્સ ચેંજ કરી શકાય તે પ્રકારની સિસ્ટમ આપવામાં આવી છે. જેને કારણે યુઝર ડેમેજ થઈ ગયેલા લેન્સને આરામથી બદલી શકશે, આ કેમેરામાં 3 કલાકની બેટરી લાઈફ આપવામાં આવી છે અને 49 ફૂટ સુધી વોટરપ્રૂફ રહે છે.ભારતમાં Insta360 X5ની કિંમત,ભારતમાં આ કેમેરાની કિંમત 54,990 રૂપિયા રાખવામાં આવી છે. જે દેશમાં કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એમેઝોન દ્વારા ખરીદી શકાશે. USAમાં આ કેમેરાની કિંમત 549.99 ડોલર એટલે કે 46,850રૂપિયાની છે.
ભારતમાં કસ્ટમર આ કેમેરા માટેનું એસેન્શિયલ્સ પેક ખરીદી શકે છે. આ પેકમાં એકસ્ટ્રા બેટરી, યુટીલિટી ફાસ્ટ ચાર્જિંગ કેસ, કેમેરા માટેની સેલ્ફી સ્ટિક. સ્ટાન્ડર્ડ લેન્સ ગાર્ડ્સ, લેન્સ સ્કેપ અને કેરિંગ કેસનો સમાવેશ થાય છે. ભારતમાં જેની કિંમત 67,990 રૂપિયા રાખવામાં આવી છે.
આ કેમેરાનું જૂનું વર્ઝન X4 જે સિંગલ લેન્સની સાથે 1/1.28 ઇંચના સેન્સર સાથે બજારમાં આવ્યો હતો. આ લેન્સ 8K/30fps 360 ડિગ્રી વીડિયો અથવા 4 K/60fps સુધીનો રેકોર્ડીંગ કરી શકે છે. જ્યારે Insta360 X5 કેમેરો વિડિઓ રેકોર્ડિંગ કરવા માટે 360 ડિગ્રી વિડિયો, પ્યોર વિડિયો, ટાઇમલેપ્સ, બુલેટ ટાઇમ, લૂપ રેકોર્ડિંગ, રોડ મોડ અને ટાઇમશિટ મોડ્સની સાથે આવે છે. આ કેમેરો 72 MP અને 18 MPની ઇમેજિસ કેપ્ચર કરી શકે છે.
Insta360નો આ લેટેસ્ટ કેમેરા 5nm AI ચિપ સાથે બે ઇમેજિંગ ચિપ્સનો ઉપયોગ કરી બેસ્ટ ક્વોલિટી આઉટપુટ આપે છે. આ કેમરમાં Pure Video મોડ આપવામાં આવ્યો છે જે ઓછી પ્રકાશની સ્થિતિમાં પણ પરફેક્ટ વીડિયો રેકોર્ડ કરે છે. કેમેરામાં છ એક્સિસનો જાયરોસ્કોપ આપવામાં આવ્યો છે. સાથે જ કેમેરાની કનેક્ટિવિટીમાં Wi-Fi 5, બ્લૂટૂથ 5.2 અને USB 3.0 Type-Cની સુવિધા આપવામાં આવી છે.
આ કેમેરામાં 360 ડિગ્રી વિડિયોની સાથોસાથ ચાર માઇક્રોફોન આપવામાં આવ્યા છે જે નોઈસ કેન્સલેશન માટે સ્ટીલ મેશ આપવામાં આવી છે. Insta360 X5 કેમેરામાં મેગ્નેટિક માઉન્ટ સિસ્ટમ આપવામાં આવી છે જે યુઝર ઝડપથી એક્સેસરીઝ બદલી શકે છે.
આ કેમેરામાં 2400mAhની બેટરી આપવામાં આવી છે. જે માત્ર 20 મિનિટમાં જ 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેમેરો એક જ ચાર્જ પર 185 મિનિટનું રેકોર્ડીંગ કરી શકે છે જે 5.7K/24fpsના રિઝોલ્યુશન પર હશે. જો કેમેરામાં એનડ્યુરન્સ મોડ ચાલુ રાખીને રકોર્ડિંગ કરીએ તો વીડિયો માટેનો સામે ઘટીને 88 મિનિટ થઈ જાય છે. કેમેરાને ડસ્ટ અને વોટર પ્રૂફ બનાવવા માટે IP68નું રેટિંગ આપવામાં આવ્યું છે
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
The Raja Saab OTT Release Reportedly Leaked Online: What You Need to Know Prabhas Starrer Movie
Joto Kando Kolkatatei Now Streaming on Zee 5: Everything You Need to Know About This Bengali Mystery Film Online