OPPO એ ભારતમાં OPPO A6 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તે 6.75-ઇંચ HD+ 120Hz LCD સ્ક્રીન સાથે આવે છે. તેને ગયા વર્ષના A5 5G ના અનુગામી તરીકે રજૂ કરાયો છે.
Photo Credit: Oppo
OPPO એ ભારતમાં OPPO A6 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
OPPO એ ભારતમાં OPPO A6 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તે 6.75-ઇંચ HD+ 120Hz LCD સ્ક્રીન સાથે આવે છે. તેને ગયા વર્ષના A5 5G ના અનુગામી તરીકે રજૂ કરાયો છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર અને 6GB અને 8GB રેમ છે, જે 3900mm² વેપર ચેમ્બર એરિયા સાથે આવે છે જે કલાકો સુધી સૌથી વધુ રિસોર્સ ઇન્ટેનસીવ ગેમને પણ હેન્ડલ કરી શકતો હોવાનું કંપની જણાવે છે. OPPO A6 5G નાં કેમેરા જોઈએ તો 50MP રીઅર કેમેરા, 2MP મોનોક્રોમ કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 45W SUPERVOOC ફ્લેશ ચાર્જ સાથે 7000mAh બેટરી આવે છે અને 5 વર્ષ સુધીની ડ્યુરેબિલિટી આપે છે. તે પાણી અને ધૂળ સામે સુરક્ષા માટે IP66, IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે અને પાણીના પ્રવાહ, પાણીમાં પૂરેપૂરો ડૂબી જાય અને 80°C સુધીનાં ગરમ પાણીનો સામનો કરી શકે છે.
આ સ્માર્ટફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 6 એનએમ પ્રોસેસર (2x કોર્ટેક્સ-એ76 @ 2.4 GHz 6x કોર્ટેક્સ-એ૫૫ @ 6GHz) આર્મ માલી-જી૫૭ એમસી૨ જીપીયુ સાથે આવે છે. તેમાં, 6.75-ઇંચ (1570 × 720 પિક્સેલ્સ) એચડી+ સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે, 1125 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ છે.
ડ્યુઅલ સિમ સાથે આવતો આ ફોન એન્ડ્રોઇડ 15 આધારિત કોલરઓએસ 15 પર ચાલે છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેની સાઇઝ જોઈએ તો, ૧66.6 ×78.5 × 8.6 મીમી છે અને તેનું વજન 216 ગ્રામ છે.
OPPO A6 Pro 5G સાકુરા પિંક, આઈસ વ્હાઇટ અને સેફાયર બ્લુ કલરમાં આવે છે અને 4GB રેમ અને 128GB સ્ટોરેજ વર્ઝનની કિંમત રૂ. 17,999 છે, 6GB રેમ અને 128GB સ્ટોરેજ વર્ઝનની કિંમત રૂ. 19,999 છે, અને 6GB રેમ અને 256GB વર્ઝનની કિંમત રૂ. 21,999 છે. આ ફોન હવે OPPO ઓનલાઈન સ્ટોર અને મુખ્ય રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.
સા સ્માર્ટફોન હાલમાં લોન્ચનાં ભાગરૂપે પસંદગીના કાર્ડ્સ સાથે ફ્લેટ રૂ. 1000 ઇન્સ્ટન્ટ કેશબેક તેમજ 3 મહિના સુધી નો-કોસ્ટ EMI પણ ઓફર કરે છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Amazon Great Republic Day Sale: Best Deals on Robot Vacuum Cleaners
OnePlus 15T Lands on 3C Certification Database Ahead of Launch in China: Expected Specifications