એપલ 2026 માં તેના પ્રો આઇફોન્સમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે

iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ થાય તે અગાઉ જ તેના અંગેની લીક્સ બહાર આવી રહી છે. ડાયનેમિક આઇલેન્ડની સાઈઝ આઇફોન 18 પ્રોમાં નાની કરાશે અથવા તો તેની જગ્યામાં ફેરફાર કરાશે.

એપલ 2026 માં તેના પ્રો આઇફોન્સમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે

આ વર્ષના અંતમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max આવવાની ધારણા છે.

હાઇલાઇટ્સ
  • આઇફોન 18 પ્રો મોડેલોમાં ફેસ આઇડી હાર્ડવેર ડિસ્પ્લે પાછળ ખસેડી શકે
  • iPhone 18 Pro મોડેલોમાં 35 ટકા નાનું ડાયનેમિક આઇલેન્ડ કટઆઉટ હશે
  • iPhone 18 Pro અને iPhone 18 Pro Max સપ્ટેમ્બર 2026માં લોન્ચ થઈ શકે
જાહેરાત

iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ થાય તે અગાઉ જ તેના અંગેની લીક્સ બહાર આવી રહી છે. ડાયનેમિક આઇલેન્ડની સાઈઝ આઇફોન 18 પ્રોમાં નાની કરાશે અથવા તો તેની જગ્યામાં ફેરફાર કરાશે. પ્રારંભિક લીક્સ અને અહેવાલો સૂચવે છે કે એપલ 2026 માં તેના પ્રો આઇફોન્સમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે, જે ડિઝાઇન અને ટેકનોલોજી બંનેમાં તેનું સૌથી મોટું પગલું છે. ડાયનેમિક આઇલેન્ડ ફોન 14 પ્રો સાથે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં હવે ફરી એકવાર બદલાવ આવશે. અહેવાલો સૂચવે છે કે ડાયનેમિક આઇલેન્ડની સાઈઝ આઇફોન 18 પ્રોમાં નાની કરાશે અથવા તો તેની જગ્યામાં ફેરફાર કરાશે. શક્યતા છે કે એપલ નવા ફ્રન્ટ કેમેરા લેઆઉટ પ્રમાણે તેને એડજસ્ટ કરે જેથી તે રોજિંદા ઉપયોગમાં ઓછું ધ્યાનમાં આવે, પરંતુ સંપૂર્ણપણે દૂર નહીં થાય.
આ વર્ષના અંતમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max અપગ્રેડેડ ડિસ્પ્લે અને નાના ડાયનેમિક આઇલેન્ડ સાથે આવવાની ધારણા છે. હવે, એક નવો લીક સામે આવ્યો છે, જે પ્રો મોડેલો પર ડિસ્પ્લે કટઆઉટના ચોક્કસ પરિમાણોને જાહેર કરે છે.

ટિપસ્ટર Ice Universe અનુસાર, iPhone 18 Pro મોડેલોમાં નોંધપાત્ર રીતે નાનું ડાયનેમિક આઇલેન્ડ કટઆઉટ હશે, જેની પહોળાઈ 13.49mm હશે. સરખામણીમાં, વર્તમાન iPhone 17 Pro અને iPhone 17 Pro Max પરનું કટઆઉટ 20.76mm છે.
આનો અર્થ એ થાય કે હાલના મોડેલો કરતાં કદમાં આશરે 35% ઘટાડો થયો છે. તાજેતરની અફવાઓ સૂચવે છે કે એપલ આઇફોન 18 પ્રો મોડેલોમાં ફેસ આઇડી હાર્ડવેર ડિસ્પ્લે પાછળ ખસેડી શકે છે.

iPhone 18 Pro ની સૌથી ચર્ચિત સુવિધા અંડર-ડિસ્પ્લે ફેસ આઈડી છે. ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન અનુસાર, એપલ સ્ક્રીનની નીચે ફેસ આઈડી સેન્સર ખસેડી શકે છે. આ ફેરફારથી આગળના ભાગમાં કટઆઉટ નોંધપાત્ર રીતે ઘટશે, જેનાથી ડિસ્પ્લે વધુ સ્વચ્છ અને ઇમર્સિવ દેખાશે. લીક્સ એ પણ સૂચવે છે કે સેલ્ફી કેમેરા સંપૂર્ણપણે નહીં દૂર નહીં થાય પણ તે નાના હોલ-પંચના રૂપમાં રહી શકે છે, આ વખતે સ્ક્રીનના મધ્યમાં નહીં પણ ઉપર-ડાબા ખૂણામાં મૂકવામાં આવશે.

એપલના આગામી ફ્લેગશિપ પ્રો આઇફોનમાં પણ LTPO+ OLED ડિસ્પ્લેનો ઉપયોગ થવાની અફવા છે. નોંધનીય છે કે, સમગ્ર આઇફોન 18 લાઇનઅપમાં અપગ્રેડેડ સેલ્ફી કેમેરા પણ ઓફર કરવામાં આવશે.

iPhone 18 Pro અને iPhone 18 Pro Max સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની શક્યતા છે. જે તેના ટ્રેડિશનલ લોન્ચ શેડ્યૂલ પ્રમાણે છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ iPhone 18 મોડેલ 2027ની શરૂઆતમાં આવી શકે છે તેવી પણ એક ધારણા છે.

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »