Vivo ની સબ બ્રાન્ડ iQOO તેનો iQOO 15 Ultra સ્માર્ટફોન ચીનમાં 4 ફેબ્રુઆરીએ TWS Air3 ની સાથે જ લોન્ચ કરી રહી છે. દરમિયાન, એક જાણીતા ટિપસ્ટરે હેન્ડસેટના મુખ્ય સ્પેસિફિકેશન્સ લીક કર્યા છે.
Photo Credit: iQOO
iQOO 15 Ultra માં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ હોવાની શક્યતા છે.
Vivo ની સબ બ્રાન્ડ iQOO તેનો iQOO 15 Ultra સ્માર્ટફોન ચીનમાં 4 ફેબ્રુઆરીએ TWS Air3 ની સાથે જ લોન્ચ કરી રહી છે. દરમિયાન, એક જાણીતા ટિપસ્ટરે હેન્ડસેટના મુખ્ય સ્પેસિફિકેશન્સ લીક કર્યા છે. જો કે ઘણી બાબતોની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં એક્ટિવ-કૂલિંગ ફેન અને એક ખાસ ડિઝાઇન હશે. ફોનમાં 600Hz સેમ્પલિંગ રેટ અને અલગ કંટ્રોલ ચિપ્સ સાથે શોલ્ડર ટ્રિગર્સ હશે. આ સ્માર્ટફોન બે કલરમાં મળશે. iQOO 15 Ultra 4 ફેબ્રુઆરીએ ચીનમાં રિલીઝ થશે. લોન્ચ ઇવેન્ટ સ્થાનિક સમય મુજબ બપોરે 4:00 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યે) શરૂ થશે. કંપનીએ તેની વેબસાઇટ અને JD.com દ્વારા આગામી ફોન માટે પ્રી-રિઝર્વેશન સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.
iQOO 15 Ultra પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને iQOO TWS Air 3 જીતવાની તક મળશે, તેવી પણ એક ઓફર કંપની તેના ગ્રાહકોને આપી રહી છે.
ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન અનુસાર, iQOO 15 Ultra સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 પ્રોસેસર હશે, જે 24GB સુધીની રેમ અને 1TB સ્ટોરેજ સાથે આવશે. તે 2K રિઝોલ્યુશન સાથે 6.85-ઇંચ LTPO ફ્લેટ ડિસ્પ્લે સાથે આવશે. ફોનમાં ટ્રિપલ 50MP રીઅર કેમેરા સેટઅપ અને 32MP ફ્રન્ટ સેન્સર હોવાનું કહેવાય છે. તેમાં 7,400mAh બેટરી અને 100W ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. તે કંપનીની આઇસ ડોમ એર કૂલિંગ સિસ્ટમ અને કંપનીની માલિકીની Q3 ગેમિંગ ચિપ સાથે આવશે.
iQOO 15 Ultra માં ડ્યુઅલ એક્સિસ મોટર અને ડ્યુઅલ સ્પીકર્સ હોઈ શકે છે. ફોનમાં ઓથેન્ટિકેશન માટે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાનું કહેવાય છે.
iQOO દ્વારા અગાઉના ટીઝરમાં જાણવા મળ્યું હતું કે iQOO 15 Ultra 2077 ઓરેન્જ અને 2049 બ્લુ કલરમાં કેપેસિટીવ ટચ-આધારિત શોલ્ડર ટ્રિગર્સ સાથે આવશે. આ ફોનને AnTuTu બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મમાં 45,18,403 પોઈન્ટ મળ્યા છે.
જાહેરાત
જાહેરાત
Samsung's Privacy Screen Feature to Curb Shoulder Surfing Unveiled After Multiple Leaks; Expected to Debut With Galaxy S26 Series