Vivo Y31 5G ટૂંક સમયમાં ભારતીય બજારમાં મૂકવાનું નક્કી કરાયું છે. તેમાં અગાઉના ફોન કરતાં વધુ સારા ફીચર્સ આપશે તેવું મનાઈ રહ્યું છે.
Photo Credit: Vivo
Vivo Y30 5G (ચિત્રમાં) જુલાઈ 2022 માં પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો
વીવો દ્વારા ખિસ્સાને પરવડે તેવો સ્માર્ટફોન Vivo Y31 5G ભારતીય બજારમાં મૂકવાનું નક્કી કરાયું છે. કંપની દ્વારા જાન્યુઆરી 2021માં સ્નેપડ્રેગન 662 ચિપસેટ સાથે Vivo Y31 4G લોન્ચ કરવામાં આવ્યો હતો. નવો ફોન પસંદગીના વૈશ્વિક બજારમાં મૂકવામાં આવશે અને તેમાં અગાઉના ફોન કરતાં વધુ સારા ફીચર્સ અપાશે તેવું મનાઈ રહ્યું છે. જો કે, હજુ ક્યારે લોન્ચ થશે તે નક્કી નથી પરંતુ ટૂંક સમયમાં લોન્ચ થશે તેવી શક્યતા છે. Vivo Y31માં 4G ફોન જાન્યુઆરી 2021માં બજારમાં મુકાયો હતો જ્યારે Vivo Y30 5G સ્માર્ટફોન જુલાઈ 2022માં પસંદગીના વૈશ્વિક બજારમાં મૂકાયો હતો.
એક અહેવાલનું માનીએ તો ટૂંક સમયમાં Vivo Y31 5G ભારતમાં લોન્ચ કરાશે. ખૂબ જલદી આ ફોનના ભાવ અને સ્પેસિફિકેશન્સની માહિતી પાપ્ત થશે. પણ એ નક્કી છે કે, સામાન્ય માણસને પરવડે તેવો આ બજેટ ફોન બની રહેશે. જો કે, હજુ કોઈ માહિતી આ ફોન અંગેની જાણી શકાઈ નથી.
વીવો દ્વારા તેનો 5G ફોન Vivo Y30 5G સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સીટી 700 ચિપસેટ અને 5,000mAh બેટરી સાથે બજારમાં મુકાયો છે. જેમાં, 50 મેગાપિક્સલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનનો ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ સાથે આવે છે. તેમાં પાવર બટનને સંલગ્ન ફિંગર પ્રિન્ટ સેન્સર તેમજ 6.51 ઇંચનો HD+ IPS ડિસ્પ્લે છે. અલ્ટ્રા ગેમ મોડ 2.0 સાથે 4D ગેમ વાઇબ્રેશન છે.
વીવોએ અન્ય Y સિરીઝના ફોનના વૈશ્વિક બજારમાં લોન્ચ અંગેનું ટીઝર બહાર પાડ્યું છે. આ પ્રમાણે Vivo Y400 સ્માર્ટ ફોન 4 ઓગસ્ટે ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવશે. જેમાં 6,000mAh બેટરી રહેશે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં એક કેમેરા 50 મેગાપિક્સલ સોની IMX852 પ્રાઇમરી સેન્સર ધરાવે છે. આ ફોનનો ડિસ્પ્લે 6.67 ઇંચનો ફૂલ એચડી એમોલ્ડ છે તેમજ તેનો રિફ્રેશ રેટ 120Hz રહેશે. ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગે તેને IP68+IP69 રેટિંગ મળ્યું છે.
ફોન ગૂગલના સર્કલ તો સર્ચ, AI ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ, AI નોટ્સ સમરી, AI કૅપ્શન્સ તેમજ AI ડોક્યુમેન્ટ અને લિન્ક ટુ વિન્ડો સહિતના અન્ય AI ટૂલ્સને સપોર્ટ કરે છે. ફોનનું માપ જોઈએ તો તે 7.90mm અને તે વજન 196 ગ્રામ દર્શાવાયું છે.
જાહેરાત
જાહેરાત