Vivo Y400 5G સ્માર્ટ ફોન 6,000mAh બેટરી અને 90Wના ફાસ્ટ ચાર્જિંગથી સજ્જ છે.
Photo Credit: Vivo
Vivo Y400 5G IP68+IP69 પાણી અને ધૂળ પ્રતિકાર રેટિંગ્સને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે
વિવોએ સોમવારે ભારતમાં સ્માર્ટફોન Vivo Y400 5G ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન ગ્લેમ વ્હાઇટ અને ઓલિવ ગ્રીન કલરમાં આવશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ક્વાલકોએમ સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે એન્ડ્રોઇડx 15 આધારિત Funtouch OS 15 પર ચાલશે. બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. 6.67-ઇંચ એમોલેડ ડિસ્પ્લે સાથે સોમવારે રજૂ કરાયેલો આ ફોન 6,000mAh બેટરી અને 90Wના ફાસ્ટ ચાર્જિંગથી સજ્જ છે. ગયા મહિને જ કંપનીએ તેનો Y400 Pro ભારતીય બજારમાં મૂક્યો હતો.
આ ફોનમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર અપાયું છે અને તેમાં, 8 GB LPDDR4X રેમ અને 256 GB સુધી UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે. તે એન્ડ્રોઇડ 15 આધારિત Funtouch OS 15 પર ચાલશે. તેમાં ડ્યુઅલ સીમ કામ કરશે. 6.67 ઇંચની ફૂલ એચડી એમોલેડ ડિસ્પ્લે સાથે આવતા આ ફોનનો રિફ્રેશ રેટ 120Hz રહેશે અને તેની બ્રાઇટનેસ 1,800 નિટ્સ સુધીની રહેશે. ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP68+IP69 રેટિંગ મળ્યું છે.
હેન્ડસેટના કેમેરાની વાત કરીએ તો, Vivo Y400 5G ફોનમાં 50 મેગાપિક્સલ સોની IMX852 પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અપાયું છે. આ સેન્સરથી પોટ્રેટ ફોટોગ્રાફી વધુ સારીરીતે થઈ શકશે. આ કેમેરા બે વસ્તુ વચ્ચેનું અંતર માપી સચોટ વિગતો મેળવે છે. આ સાથે જ 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વીડિયોકોલ માટે આપ્યો છે.
Vivo Y400 5G ના ઓલિવ ગ્રીન ફોનની સાઈઝ 162.29×75.31×7.90mm અને વજન 197 ગ્રામ જ્યારે તેના ગ્લેમ વ્હાઇટ ફોનાની સાઈઝ 7.99mm તેમજ વજન 198 ગ્રામ રહેશે. તેની કનેક્ટિવિટી જોઈએ તો, તે 5G, 4G, વાયફાય, બ્લૂટૂથ, જીપીએસ, ઓટીજી, તેમજ યુએસબી પોર્ટ સી ને સપોર્ટ કરે છે.
ભારતમાં Vivo Y400 5Gના 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ. 21,999 અને 8GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 23,999 નક્કી કરાઈ છે. 7 ઓગસ્ટથી આ ફોન વીવો ઇન્ડિયાની વેબસાઇટ, ફ્લિપકાર્ટ, એમેઝોન તેમજ છૂટક મોબાઇલ વેચાણ સ્ટોર પરથી ખરીદી શકાશે. ફોનમાં બે કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.
એસબીઆઈ, યસ બેંક, ડીબીએસ બેંક, ફેડરલ બેંક, આઈએફસી ફર્સ્ટ બેંક અને બોબ કાર્ડ ધારકોને ફોન પ્રીબુક કરતા 10 ટકા કેશબેકનો લાભ મળશે. આ સાથે જ વિવોએ ઝીરો પેમેન્ટ અને 10 મહિનાના ઈએમઆઈની પણ ઓફર આપી છે. આમ, જેઓ Vivo Y400 5G ખરીદવા માંગતા હોય તેમને માટે કંપનીએ આકર્ષક ઓફર આપી છે.
જાહેરાત
જાહેરાત