થોડા જ સમયમાં Xiaomi 16 સિરીઝ લોન્ચ થવાની શક્યતા છે

Xiaomi 16 ફોન 24 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમ્યાન રજૂ થઈ શકે છે. અગાઉ Xiaomi 15 ઓક્ટોબર 2024 માં લોન્ચ થયો હતો.

થોડા જ સમયમાં Xiaomi 16 સિરીઝ લોન્ચ થવાની શક્યતા છે

Photo Credit: Xiaomi

Xiaomi 16 Xiaomi 15 (చిత్రంలో) తర్వాత వస్తుందని భావిస్తున్నారు

હાઇલાઇટ્સ
  • Xiaomi 16 માં 7,000mAh બેટરી આપવામાં આવે તેવી ધારણા
  • ફોનમાં 6.3 ઇંચ 1.5K LTPO OLED ડિસ્પ્લે
  • નવો કોમ્પેક્ટ Xiaomi 16 પ્રો મીની લોન્ચ થઈ શકે
જાહેરાત

જ સમયમાં Xiaomi 16 સિરીઝ લોન્ચ થવાની શક્યતા છે. લોન્ચ અગાઉ જ તેના સ્પેસિફિકેશન્સ અંગે અનેક અટકળો ચાલી રહી છે. આ પ્રમાણે Xiaomi 16 માં 7,000mAh બેટરી આપવામાં આવે તેવી ધારણા છે. આ ઉપરાંત તેમાં, LTPO OLED ડિસ્પ્લે તેમજ 120Hz રિફ્રેશ રેટ મેળે તેમ લાગે છે. આ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા Xiaomi 15નો અનુગામી બની રહેશે. માહિતી પ્રમાણે Xiaomi 16 ફોન 24 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમ્યાન રજૂ થઈ શકે છે ત્યારે તેમાં રહેલી ચિપસેટ, કેમેરા તેમજ ડિસ્પ્લે જેવી બાબતો અંગેની માહિતી લીક થઈ રહી છે. અગાઉ Xiaomi 15 ઓક્ટોબર 2024 માં લોન્ચ થયો હતો.

Xiaomi 16ના સ્પેસિફિકેશન્સ

Xiaomi 16 સ્નેપડ્રેગન 8 Elite 2 SoC (અથવા Snapdragon 8 Elite Gen 5) ચિપસેટથી સંચાલિત હોવાની માહિતી મળી છે અને જો આમ થાય તો Xiaomiનો આ પ્રથમ સ્માર્ટ ફોન બની રહેશે કે જેમાં આ ચિપસેટ વાપરવામાં આવશે. Xiaomiના ફ્લેગશિપ સમાન આ ફોનમાં 6.3 ઇંચ 1.5K LTPO OLED ડિસ્પ્લે રહેશે અને તેનો રિફ્રેશ રેટ 120Hz હશે. તેમાં 50૦૦ નિટ્સ સુધીની બ્રાઇટનેસ પણ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માટે, અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર અપાશે. આમ, ફોનના તમામ ફીચર્સ દમદાર આપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે. 7,000mAh બેટરી સાથે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગથી ફોન સજ્જ હશે.

Xiaomi 16ના કેમેરા

Xiaomi 16 ટ્રિપલ રિઅર કેમેરા સાથે આવે તેમ લાગે છે. તેમાં 50 મેગાપિક્સલનો OmniVision શૂટર, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ અને 50 મેગાપિક્સલનો સેમસંગ ISOCELL JN5 ટેલિફોટો સેન્સર રહેશે તેમજ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવશે તેવુ અનુમાન છે. આ ફીચર્સ જોતા લાગે છે કે Xiaomiના કેમેરા DSLR ની ફિલિંગ આપશે. કંપનીએ leica સાથે પણ જોડાણ કર્યું છે અને તેની પણ સારી અસર ઓપ્ટિકલ ક્ષેત્ર મળે તેમ જણાય છે.

લોન્ચ થઈ રહેલી Xiaomi 16 સિરીઝમાં Xiaomi 16 ઉપરાંત Xiaomi 16 પ્રો હોવાની શક્યતા છે. આ સાથે જ કંપની એક નવો કોમ્પેક્ટ ફોન પણ લોન્ચ કરી શકે. તેને Xiaomi 16 પ્રો મીની નામ અપાયું છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »