ઓનર 300 ના રંગ વિકલ્પો અને ફીચર્સ રિવીલ થયા!
ઓનર 300 શ્રેણી ટૂંક સમયમાં લોન્ચ થવાની છે અને તેની ડિઝાઇન અને ફીચર્સ પહેલા જ રિવીલ થઈ ગયાં છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 3 પ્રોસેસર સાથે આવશે અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. ઓનર 300માં પર્પલ, બ્લુ, વ્હાઇટ અને ગ્રીન રંગના વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક માર્બલ જેવા પેટર્ન સાથે છે. ફોનમાં 50MP ડ્યુઅલ રિયર કેમેરા, ફ્લેટ ડિસ્પ્લે અને ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. 6.97mmની પાતળી જાડાઈવાળું આ ડિવાઇસ પ્લાસ્ટિક મધ્ય ફ્રેમ સાથે બનાવવામાં આવ્યું છે.