Motorola Edge 60 Stylus લોન્ચ થતાંની સાથે જ બજારમાં મચાવશે ધૂમ, મળશે 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ

Motorolaની Edge 60 Stylus ફોનની સીરિઝ ભારતમાં જલ્દી થઈ શકે છે લોન્ચ, સોશિયલ મીડિયા પર લીક થઈ માહિતી

Motorola Edge 60 Stylus લોન્ચ થતાંની સાથે જ બજારમાં મચાવશે ધૂમ, મળશે 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ

Photo Credit: Motorola

મોટોરોલા એજ 60 સ્ટાયલસમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચનો પોલેડ ડિસ્પ્લે હોવાની શક્યતા છે.

હાઇલાઇટ્સ
  • ફોનમાં મળશે 50MP પ્રાઈમરી સેન્સર અને 13MP સેકન્ડરી સેન્સર સાથે ડ્યુઅલ રી
  • 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની પોલેડ ડિસ્પ્લે સહિત Snapdragon 7s Gen 2
  • 68W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી બે
જાહેરાત

Motorola Edge 60 Stylus મોડલ લોન્ચ કરવા પર કામ કરી રહી હોય તેવું લાગે છે. લેનોવોની માલિકીની આ બ્રાન્ડે હજુ સુધી તેના લોન્ચિંગની જાહેરાત કરી નથી, પરંતુ હાલમાં જ લીક થયેલી એક માહિતી ફોનની લોન્ચ તારીખ અને ફીચર્સ સૂચવે છે. નામ અનુસાર ફોનમાં ઇન-બિલ્ટ સ્ટાઈલસ હોઈ શકે છે. ફોન Snapdragon 7s Gen 2 ચિપસેટ પર ચાલશે અને તે 5,000mAhની બેટરી સાથે આવી શકે છે. સ્ટાઈલસ વેરિઅન્ટ એજ 60 ફ્યુઝન, પ્રો અને એજ 60ની શ્રેણી લોન્ચ થઈ છે.ટિપસ્ટર અભિષેક યાદવે મોટોરોલા એજ 60 સ્ટાઈલસની કથિત લોન્ચ તારીખ અને સ્પેસિફિકેશન X પર શેર કર્યા હતા. જે મુજબ, હેન્ડસેટ 17 એપ્રિલે ભારતમાં લોન્ચ થશે.કંપની ભારતમાં Motorola Edge 60 Fusionની જાહેરાત કરી છે. તે MediaTek Dimensity 7400 SoC સાથે આવે છે.

મોટોરોલા એજ 60 સ્ટાઈલસ સ્પેસિફિકેશન (લીક)

આ ફોનમાં Android 15ની સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની પોલેડ ડિસ્પ્લે છે. તે Snapdragon 7s Gen 2 ચિપસેટ સાથે મળી શકે છે.

સાથે જ 50MP પ્રાઈમરી સેન્સર અને 13MP સેકન્ડરી સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા હોવાનું કહેવાય છે. તેમાં 32MPનો સેલ્ફી કેમેરા પણ હોઈ શકે છે. ફોન 68W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સાથે મળશે 5,000mAh બેટરી બેકઅપ.

Edge 60 Stylusએ મિડ-રેન્જ હેન્ડસેટ તરીકે આવવાની વાતો છે. તેની કિંમત આશરે રૂ. 43,600ની આસપાસ હશે. કથિત ફોનની ઈમેજે ઇન-બિલ્ટ સ્ટાઈલસ સૂચવ્યું છે.

8GB RAM + 256GB સ્ટોરેજ વિકલ્પ માટે તેની કિંમત રૂ.22,999 રાખવામાં આવી છે. આશા છે કે કંપની ટૂંક સમયમાં Motorola Edge 60 Stylus, Pro અને Edge 60ની સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »