Realme Narzo 80 સિરીઝ પ્રિ ઓફર સાથે કરાયો લોન્ચ, ઓનલાઈન વેબસાઇટ પર વેચાણ શરૂ

Realme Narzo 80 સિરીઝ પ્રિ ઓફર સાથે કરાયો લોન્ચ, ઓનલાઈન વેબસાઇટ પર વેચાણ શરૂ

Photo Credit: Realme

Realme Narzo 80 Pro 5G (ચિત્રમાં) IP66, IP68 અને IP69 રેટિંગ્સને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે

હાઇલાઇટ્સ
  • ફોનમાં મળશે OIS સપોર્ટ સાથે 50 MP અને 2 MPનો કેમેરો
  • હેન્ડસેટમાં મળશે 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે 6,000mAh બેટરી બેકઅપ
  • હેન્ડસેટ Android 15 આધારિત Realme UI 6 પર ચાલશે
જાહેરાત

Realme Narzo 80 Pro 5G અને Narzo 80x 5G બુધવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. પ્રો વેરિઅન્ટ MediaTek Dimensity 7400 SoC પર જ્યારે Narzo 80x મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ચિપસેટ પર ચાલે છે. બંને ફોન પ્રિ-ઓફર સાથે 6,000mAh બેટરી અને 80W, 80x સ્પીડ સાથે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરેશે.Realme Narzo 80 Pro 5G, 80x 5G ની ભારતમાં કિંમત, ઑફર્સ, ઉપલબ્ધતા,ભારતમાં Realme Narzo 80 Pro 5G 8GB+128GBની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે 8GB+256GB અને 12GB+256GBની કિંમત અનુક્રમે રૂ. 21,499 અને રૂ. 23,499 હશે. તે રેસિંગ ગ્રીન અને સ્પીડ સિલ્વર ફિનિશમાં મળશે.80x 5Gની કિંમત રૂપિયા 6GB+128GB માટે 13,999 જ્યારે 8GB+128GB માટે રૂ.14,999 રાખવામાં આવી છે. જે ડીપ ઓશન અને સનલાઇટ ગોલ્ડ શેડ્સમાં આવશે.

આ સિરીઝના બંને હેન્ડસેટ Amazon અને Realme India વેબસાઇટથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. શરૂના ગ્રાહકોને રૂ. 2,000નું ડિસ્કાઉન્ટ અને વિદ્યાર્થીઓને રૂ.1299નો વિશિષ્ટ લાભ મેળવી શકશે.

Realme Narzo 80 Pro 5G ફીચર્સ

હેન્ડસેટ 6.77 ઇંચની ફુલ HD+ કર્વ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. જેમાં 120Hz રિફ્રેશ રેટ, 180Hz ટચ સેમ્પલિંગ રેટ સુધી, 800nits પીક બ્રાઇટનેસ, 3,840 પ્રોWMM અને પ્રોઝWMM ડિસ્પ્લે છે. ફોનમાં 12GB સુધીની LPDDR4X રેમ અને 256GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ છે. તે Android 15 આધારિત Realme UI 6 પર ચાલશે.

હેન્ડસેટમાં ડ્યુઅલ રીઅર કેમેરા હશે જેમાં OIS સપોર્ટ સાથે 50 MPનો અને 2 MPનો હશે. ફ્રન્ટ કેમેરામાં EES સપોર્ટ સાથે 16 MPનો કેમેરો હશે. ફોન BGMI માટે 6,050mm² VC કૂલિંગ સિસ્ટમ સાથે 90fps છે.

80 Pro 5G 80W વાયર્ડ 65W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh બેટરી આપે છે. તેમાં બાયોમેટ્રિક ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપે છે. તે IP69 સુધી ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ આપે છે સાથે 810H મીલિટ્રી ગ્રેડ સર્ટિફિકેશન છે. ફોનની સાઇઝ 162.75x74.92x7.55mm છે અને વજન 179g છે.

Realme Narzo 80x 5G ફીચર્સ

હેન્ડસેટ પાસે 6.72 ઇંચની ફુલ એચડી+ ફ્લેટ LCD સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સાથે 180Hz ટચ સેમ્પલિંગ રેટ સુધી 20:09 રેશિયો અને 690nits હાઈ બ્રાઇટનેસ સુધી છે. તે MediaTek Dimensity 6400 SoC સાથે 8GB LPDDR4X રેમ અને 256GB ઈનબિલ્ટ સ્ટોરેજ સાથે જોડાયેલું છે. પ્રો વેરિઅન્ટની જેમ જ હેન્ડસેટ Android 15 સાથે Realme UI 6 પર ચાલશે.

કેમેરમાં હેન્ડસેટ પાસે 50 MPનો મુખ્ય પાછળનો સેન્સર 2 MPનો અને 8 MPનો છે. હેન્ડસેટમાં 45W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh બેટરી છે. તેમાં IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. તે પ્રો વેરિઅન્ટ સાથે કનેક્ટિવિટી વિકલ્પો શેર કરે છે. ફોનની સાઇઝ 165.70x76.22x7.94mm છે અને વજન 197g છે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ભારતમાં ડેટાના વપરાશમાં 288 ઘણો વધારો થતાં Vi એ લૉન્ચ કર્યો તેનો નવો પ્રીપેડ પ્લાન 'નોનસ્ટોપ હીરો’
  2. Motorola Razr 60 આખરે ભારતીય બજારમાં થશે લોન્ચ, જાણો વિગતો
  3. Sony Bravia 2 II સીરિઝ ભારતમાં ત્રણ ટીવી લાઈનઅપ સાથે થઈ લોન્ચ
  4. 6.7 ઇંચની ડિસ્પ્લે જે 120Hzના રીફ્રેશ રેટ સાથે આવશે Alcatel V3 5G ફોન
  5. Vivo S30 શ્રેણી Vivo S30 અને S30 Pro Mini એક સાથે થશે લોન્ચ
  6. Gemini 2.5 Pro AI મોડેલ ભાષા સાથે માનવની લાગણીઓને પણ સમજી પ્રતિસાદ આપશે
  7. કેલિફોર્નિયાના એપલપાર્ક ખાતે યોજાવા જઈ રહી છે WWDC 2025, જાણો વિગતવાર માહિતી
  8. 32MPના ફ્રન્ટ કેમેરા સાથે માર્કેટમાં આવશે Realme GT 7T
  9. અમેઝિંગ ફિચર્સ સાથે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે લાવા શાર્ક 5G
  10. 108MP ના દમદાર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થશે Alcatel V3 અલ્ટ્રા ફોન
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »