Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE શ્રેણી ગ્રે, આછા વાદળી અને ચાંદીના રંગોમાં ઉપલબ્ધ છે.
ટેબ્લેટ્સ Wi-Fi અને 5G બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. સેમસંગના ઇન-હાઉસ એક્સિનોસ 1580 SoC પ્રોસેસર પર ચાલતા આ ટેબ્લેટ્સ 12GB સુધી RAM અને 256GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. આ ટેબ્લેટ્સ Android 15 આધારિત One UI 7 સાથે રજૂ કરવામાં આવ્યા છે. IP68 રેટિંગ સાથે ડસ્ટ અને વોટર-રેસિસ્ટન્ટ બિલ્ડ ધરાવતું આ ડિવાઈસ અનેક AI ફીચર્સ સપોર્ટ કરે છે, જેમાં Google Circle to Search, ઓબ્જેક્ટ ઇરેઝર , સોલ્વ મેથ અને બેસ્ટ ફેસ જેવા વિકલ્પો શામેલ છે.સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE સિરીઝ કિંમત અને ઉપલબ્ધતા,ગેલેક્સી ટેબ S10 FE ની કિંમત Wi-Fi મોડેલ માટે રૂ. 42,999 (8GB + 128GB) અને રૂ. 53,999 (12GB + 256GB) રાખવામાં આવી છે. 5G મોડેલની કિંમત અનુક્રમેઃ રૂ. 50,999 અને રૂ. 61,999 છે.ગેલેક્સી ટેબ S10 FE+ ની Wi-Fi વેરિયન્ટ માટે કિંમત રૂ. 55,999 (8GB + 128GB) અને રૂ. 65,999 (12GB + 256GB) છે, જ્યારે 5G મોડેલની કિંમત રૂ. 63,999 અને રૂ. 73,999 છે. આ ટેબ્લેટ્સ સેમસંગ ઈન્ડિયા વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને ગ્રે, લાઈટ બ્લુ અને સિલ્વર કલર્સમાં મળી રહેશે.
ગેલેક્સી ટેબ S10 FE 10.9-ઇંચની WUXGA+ TFT LCD સ્ક્રીન (1440x2304 પિક્સેલ) સાથે આવે છે, જ્યારે S10 FE+ માં 13.1-ઇંચની ડિસ્પ્લે છે. બંને ટેબ્લેટ્સ 90Hz રિફ્રેશ રેટ અને Vision Booster સપોર્ટ ધરાવે છે.
Exynos 1580 SoC, 12GB સુધી RAM અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે, જે 2TB સુધી માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે.
13MP રીઅર કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ સેલ્ફી કેમેરા સાથે આવે છે.
ગેલેક્સી ટેબ S10 FE માં 8,000mAh બેટરી છે, જ્યારે S10 FE+ માં 10,090mAh બેટરી છે. બંને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 5G, Wi-Fi 6, Bluetooth 5.3 અને USB Type-C કનેક્ટિવિટી છે.
સર્કલ ટુ સર્ચ , ઓબ્જેક્ટ ઈરેઝર અને AI આધારિત ઇમેજ-એડિટિંગ ટૂલ્સ સપોર્ટ કરે છે. બુક કવર કીબોર્ડમાં ગેલેક્સિ AI કી આપવામાં આવ્યું છે. બન્ને ટેબ્લેટ્સમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને સેમસંગ નોક્સ સુરક્ષા છે.
જાહેરાત
જાહેરાત