Photo Credit: Huawei
Huawei Watch Fit 3 ફરતા, કાર્યાત્મક ક્રાઉનથી સજ્જ છે
Huawei Watch Fit 3 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચ 1.82-ઇંચ લંબચોરસ ડિસ્પ્લે, 5 એટીએમ વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ અને બ્લૂટૂથ કૉલિંગ સપોર્ટ સાથે આ સ્માર્ટવોચ 1.82-ઇંચ લંબચોરસ ડિસ્પ્લે, 5 એટીએમ વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ અને બ્લૂટૂથ કૉલિંગ સપોર્ટ સાથે આવ્યું છે. તે એક જ ચાર્જ પર 10 દિવસ સુધી ચાલવાનો દાવો કરવામાં આવ્યો છે સાથે જ તે અવનવી ટેકનોલોજીથી સજ્જ છે. સ્માર્ટ વેરેબલ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ સાથે બંધબેસે છે. વપરાશકર્તા ફોન પર વોચ ફીટ 3 કનેક્ટ કરી સીધી જ રીતે મ્યુઝિક પ્લેબેક અને કેમેરાને નિયંત્રિત કરી શકે છે. સાથે જ તે અનેક હેલ્થ અને ફિટનેસ સુવિધાઓથી પણ સજ્જ છે.
Huawei Watch Fit 3 60Hz રિફ્રેશ રેટ, 77.4 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 480x408 પિક્સેલ્સ રિઝોલ્યુશન, 347ppi પિક્સેલ ડેન્સિટી, 1,500 સુધી 1.82-ઇંચ લંબચોરસ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. જેમાં 1,500 nits અને બ્રાઇટનેસ લેવલ અને ડિસ્પ્લે સપોર્ટ કરે છે.
Huaweiની Watch Fit 3 હાર્ટબીટ, SpO2 લેવલ, બ્રિથ મોનિટરિંગ, મેન્સ્ટ્રુઅલ સાઈકલ અને સ્લીપ ટ્રેકર્સ સહિતના ફીચર્સ આપે છે. PPG સેન્સર વપરાશકર્તાઓના સંભવિત A-fib (એટ્રિલ ફાઇબરિલેશન) અને અચાનક હ્રદયના ધબકારામાં થતાં ફેરફારના જોખમો પર દેખરેખ રાખવામાં મદદ કરે છે. સ્માર્ટવોચ કેલરીને મોનિટર કરવામાં પણ મદદ કરે છે સાથે ન્યુટ્રીશનલ (પોષકતત્વયુક્ત ખોરાક)નું મોનિટરિંગ પ્રદાન કરે છે. જો કોઈ વપરાશકર્તા લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે તો તેની પણ ચેતવણી આ સ્માર્ટ વોચ દ્વારા આપવામાં આવે છે.
કંપનીએ પુષ્ટિ કરી છે કે Huawei Watch Fit 3 બ્લૂટૂથ કૉલિંગને સપોર્ટ કરે છે અને વપરાશકર્તાઓને મ્યુઝિક પ્લેબેક અને હેન્ડસેટ પેરીંગ તથા કેમેરા શટરને નિયંત્રિત કરવાની છૂટ આપે છે. આ સ્માર્ટવોચ વોટર રેઝિસ્ટન્સ માટે 5 એટીએમ રેટિંગ સાથે આવે છે. વોચ ફીટ 3 એક કાર્યાત્મક, રોટેટિંગ ક્રાઉન અને એક ફંક્શન બટન સાથે આવે છે, જે વૉચની જમણી બાજુએ રોટેટિંગ ક્રાઉનની નીચે આપવામાં આવ્યું છે. ઘડિયાળની જાડાઈ 9.9mm છે અને તેનું વજન 26g છે.
જાહેરાત
જાહેરાત