ઓપ્પો ફાઈન્ડ N5 ફોલ્ડેબલ ફોન 20 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે!
ઓપ્પો ફાઈન્ડ N5 20 ફેબ્રુઆરીએ ગ્લોબલી લોન્ચ થવાનો છે. આ ફોલ્ડેબલ ફોન સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ સાથે આવશે, જેમાં 16GB RAM અને 512GB સ્ટોરેજ મળશે. ફાઈન્ડ N5માં 5,600mAhની મોટી બેટરી હશે, જે 80W વાયરડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. ડિવાઈસમાં 3D-પ્રિંટેડ ટાઇટેનિયમ એલોય હિંજ આપવામાં આવશે, જે તેને વધુ મજબૂત અને હલકું બનાવશે. ફાઈન્ડ N5માં ટ્રિપલ-કેમેરા સેટઅપ હશે, જેમાં 50MP પ્રાઇમરી, 50MP ટેલીફોટો અને 8MP અલ્ટ્રાવાઇડ સેન્સર મળશે. એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15 સાથે, આ ફોનમાં ઓછી સ્ક્રીન ક્રીઝ અને ઉચ્ચ પ્રદર્શન માટે ખાસ ધ્યાન અપાયું છે. ઓપ્પો ફાઈન્ડ N5 જેડ વ્હાઈટ, સાટીન બ્લેક અને ટ્વાઇલાઈટ પર્પલ કલરમાં આવશે, જેમાં ટ્વાઇલાઈટ પર્પલ માત્ર ચીન માટે લિમિટેડ હોઈ શકે.