"F1: ધ મૂવી" બ્લોકબસ્ટર ફિલ્મ 12 ડિસેમ્બરે એપલ ટીવી પર વૈશ્વિક સ્તરે રજૂ થશે

Apple TV+ નું નામ બદલીને Apple TV કરાયું છે. આમ, તેની એપલ ટીવી એપ અને ટીવી બંનેના એક જ થઈ ગયા છે.

Photo Credit: Reuters

એપલ દ્વારા Apple TV+ નું નામ બદલીને Apple TV કરાયું

હાઇલાઇટ્સ
  • આઇફોન અને આઈપેડ ગ્રાહકોને એપલ ટીવી સ્ટ્રીમિંગ સેવા ત્રણ મહિના મફત
  • સ્માર્ટ ટીવી જેવા એક અબજથી વધુ ડિવાઈઝ પર Apple TV ઍક્સેસ મળશે
  • એપલે સોમવારે 'F1 ધ મૂવી' ના ગ્લોબલ સ્ટ્રીમિંગ ડેબ્યૂની જાહેરાત કરી
જાહેરાત

"F1: ધ મૂવી" બ્લોકબસ્ટર ફિલ્મ 12 ડિસેમ્બરે એપલ ટીવી પર વૈશ્વિક સ્તરે રજૂ થશે. તેણે થિયેટરમાં વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે ત્યારે એપલે સોમવારે 'F1 ધ મૂવી' ના ગ્લોબલ સ્ટ્રીમિંગ ડેબ્યૂની જાહેરાત કરી છે. ટેક જાયન્ટે જણાવ્યું હતું કે બ્રેડ પિટ અને કેરી કોન્ડોન અભિનીત આ ફીચર ફિલ્મ 12 ડિસેમ્બરથી તેના વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ સાથે કંપનીએ જાહેર કર્યું કે તે Apple TV+ નું નામ બદલીને Apple TV કરી રહી છે. આમ, તેની એપલ ટીવી એપ અને ટીવી બંનેના એક જ થઈ ગયા છે.

એપલ ટીવી નામના બે પ્રોડક્ટ

એપલ દ્વારા ફીચર ફિલ્મના સ્ટ્રીમિંગ અંગેની જાહેરાત અંગેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, તે તેની સબ્સ્ક્રિપ્શન-આધારિત વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસનું રિબ્રાન્ડિંગ કરી રહી છે. એક જીવંત નવી ઓળખ સાથે "એપલ ટીવી+ હવે ફક્ત એપલ ટીવી છે. એપલ પાસે હવે એક જ નામના બે ઉત્પાદનો છે. જોસેફ કોસિન્સ્કી દ્વારા દિગ્દર્શિત અને બ્રેડ પિટ અભિનીત એપલ ઓરિજિનલ ફિલ્મ F1 ધ મૂવીનું વૈશ્વિક સ્ટ્રીમિંગ 12 ડિસમ્બરે એપલ ટીવી પર રાખવામાં આવ્યું છે.

એક જ સરખા નામને કારણે લોકોમાં મૂંઝવણ પણ ઊભી થશે. વપરાશકર્તાઓ હવે એપલ ટીવી ડિવાઇસ પર એપલ ટીવી એપમાં મૂવીઝ અને ટીવી શ્રેણી જોઈ શકશે.

તેની સ્ટ્રીમિંગ સેવાના રિબ્રાન્ડિંગની સાથે, એપલ Apple TV એપનો લોગો પણ બદલી રહ્યું છે. આ ફેરફાર iOS 26.1 બીટા વર્ઝનમાં જોવા મળ્યો હતો, જેમાં Apple TV એપ આઇકોન ગ્રે રંગને બદલે રંગો સાથે દેખાય છે.

દર્શકો ૧૦૦ થી વધુ દેશો અને પ્રદેશોમાં, iPhone, iPad, Apple TV 4K, Apple Vision Pro, Mac અને અન્ય બ્રાન્ડના સ્માર્ટ ટીવી જેવા એક અબજથી વધુ ડિવાઈઝ પર Apple TV ને ઍક્સેસ કરી શકે છે. તે PlayStation 5 અને Xbox Series X/S જેવા ગેમિંગ કન્સોલ પર પણ ઉપલબ્ધ છે.

યુએસમાં, સબ્સ્ક્રિપ્શન-આધારિત સ્ટ્રીમિંગનો ખર્ચ દર મહિને $12.99 (આશરે રૂ. ૧,૨૦૦) છે, જ્યારે ભારતમાં તેની કિંમત દર મહિને રૂ. 99 છે. જોકે, જે વપરાશકર્તાઓ નવો iPhone, iPad, Apple TV સેટ-ટોપ બોક્સ અથવા Mac કમ્પ્યુટર સક્રિય કરે છે તેમને ત્રણ મહિના માટે તે મફત મળે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »