Realmeએ પ્રથમવાર તેના ફોનમાં Ricoh GR શ્રેણીની કૅમેરા ટેકનોલોજી આપી છે
Photo Credit: Realme
Realme GT 8 Pro માં Ricoh GR મોડ હશે
Realme કેમેરાબ્રાન્ડ Ricoh સાથે સહયોગ સાધીને તેના Realme GT 8 Proમાં Ricoh GR કૅમેરા ટેકનોલોજી રજૂ કરશે. આ માટે કંપનીએ કેમેરા બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે અને પ્રથમવાર તેના ફોનમાં Ricoh GR શ્રેણીની કૅમેરા ટેકનોલોજી આપી છે જે તેના વપરાશકારને સ્ટ્રીટ ફોટોગ્રાફીનો અનોખો અનુભવ પ્રદાન કરશે. આ ફોનમાં Ricoh GR મોડ હશે, જે ખાસ કરીને સ્ટ્રીટ ફોટોગ્રાફી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. Realme GT 8 Pro માં અદલાબદલી કરી શકાય તેવા (swappable) રીઅર કૅમેરા મોડ્યુલનો વિકલ્પ પણ હશે, જેમાં તમે કૅમેરા આઇલેન્ડના દેખાવ અને આકારને બદલી શકો છો. તેમાં 200-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો શૂટર અને સ્નેપડ્રેગન 8 Elite Gen 5 SoC હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
Ricoh ઇમેજિંગના સહયોગથી વિકસાવવામાં આવેલ Realme GT 8 Pro, ઉચ્ચ-ગુણવત્તાવાળા અને ફ્લેક્સિબલ ફોટોગ્રાફી માટે બનાવવામાં આવેલી નવી કેમેરા સિસ્ટમ સાથે આવશે. તેમાં Ricoh GR ઓપ્ટિકલ સ્ટાન્ડર્સને મેળ ખાય તેવા 7P એન્ટિ-ગ્લેર લેન્સ ફિલ્મ હશે, જે ઓછી પરાવર્તન અને ઉચ્ચ પ્રકાશ ટ્રાન્સમિટન્સ માટે રચાયેલ છે. જેના કારણે વધુ સારીરીતે એન્ટિ ગલેર, શાર્પ ઇમેજ મેળવી શકાશે.
આ સ્માર્ટફોનમાં Ricoh જીઆર મોડ હશે, જે ફાસ્ટ-સ્ટાર્ટ ઇન્ટરફેસ, સિગ્નેચર જીઆર શટર ક્લિક સાઉન્ડ, સ્નેપ મોડ ફોકસ પ્રીસેટ્સ અને બે લોકપ્રિય ફોકલ લેન્થ ઓફર કરશે, જેમાં પહોળા સ્ટ્રીટ શોટ માટે 28 મીમી અને નજીકના, વિગતવાર છબીઓ માટે 40 મીમીનો સમાવેશ થાય છે.
તમને પાંચ Ricoh GR-પ્રેરિત કલર પ્રોફાઇલ મળશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. પૉઝિટિવ ફિલ્મ (Positive Film) જેનો ઉપયોગ જીવંત અને હાઇ-ઇમ્પેક્ટ કલર્સ માટે, નેગેટિવ ફિલ્મ (Negative Film)સોફ્ટ અને નોસ્ટાલ્જિક લુક માટે, હાઈ કોન્ટ્રાસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ (High-Contrast B&W) જે Ricoh GR કેમેરાની ઓળખ છે અને તેમાં કોન્ટ્રાસ્ટ દ્વારા વિઝ્યુઅલ ઊંડાણ વધે છે. સ્ટાન્ડર્ડ (Standard) સંતુલિત કલર્સ અને કુદરતી ટેક્સચર માટે તેમજ મોનોક્રોમ (Monochrome) ક્લાસિક બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ માટે ઉપયોગ કરી શકાય છે.ફોટો ક્લિક કરતી વખતે, તમને Ricoh GR કૅમેરા જેવો શટર સાઉન્ડ અને GR-સ્ટાઇલ વૉટરમાર્ક્સનો વિકલ્પ પણ મળશે.
તેમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 SoC હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. કેમેરા સેટઅપમાં 50MPનો મુખ્ય કેમેરા, 200MPનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા શામેલ હોવાની અપેક્ષા છે. તેમાં, 7,000mAh બેટરી અન 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ મળશે. ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP69 રેટિંગ મળ્યું છે. ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર, તેમજ વધુ સારા હેપ્ટિક્સ અને સુધારેલા સ્પીકર્સ સહિતના ફીચર્સ તેમાં રહેશે.
જાહેરાત
જાહેરાત