નથિંગ કંપની તેની Nothing Phone 3 સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે
Nothing Phone 3a Lite 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે લાઈટ વર્ઝનમાં ઉપલબ્ધ થશે, જે યુઝર્સ માટે સરળ અને કિફાયતી વિકલ્પ તરીકે આવે છે
નથિંગ કંપની તેની Nothing Phone 3 સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે Nothing Phone 3a Lite ફોન તેના સ્ટાન્ડર્ડ Phone 3a મોડેલમાં થોડા કિફાયતી ભાવમાં મળી શકે તે હાલમાં ડેવલપિંગ સ્ટેજ પર છે. આ ફોન અંગેની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી. જો કે, આ સ્માર્ટફોનમાં Phone 3a જેટલી જ રેમ અને સ્ટોરેજ આપવામાં આવશે. અને Nothing Phone 3a Lite લગભગ બે કલરમાં મળશે.નથિંગ કંપનીના સીઇઓ Carl Peiની આગેવાની હેઠળ Nothing Phone 3 લોન્ચ કરાયો જો કે, લાગે છે કે આ લોકપ્રિય સીરિઝ અહી જ અટકવાને બદલે તેમાં વધુ એક ફોન લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. XpertPick ના એક અહેવાલમાં જણાવ્યું છે કે આ સિરીઝમાં વધુ એક ફોન Nothing Phone 3a Lite લોન્ચ કરાશે. જે નથિંગ 3aની ડાઉનલાઇનમાં આવશે.
જોકે, અન્ય બજારોમાં વધુ સ્ટોરેજ વેરિઅન્ટ અથવા કલર રજૂ કરી શકે છે. Nothing Phone 3a Lite આ વર્ષના અંતમાં ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ થવાની ધારણા છે. તે ભારતમાં બ્લેક અને વ્હાઇટ કલરમાં મળશે. હજુ સુધી aઅ ફોનના સ્પેસિફિકેશન્સ અંગે કોઈ માહિતી મળી નથી. જે કે, આ ફોનનું માર્કેટિંગ તેના નથિંગ 3aની નીચે થવાનું હોવાથી તેના સ્પેસિફિકેશન તેના જેવા અથવા તેનાથી થોડા ઉતરતા હોવાની ધારણા છે.
Nothing Phone 3a માર્ચ મહિનામાં લોન્ચ કરાયો હતો. તેમાં, 1,080x2,392 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.7 ઇંચ ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેમાં એડેપ્ટિવ રિફ્રેશ રેટ 120Hz અને પીક બ્રાઇટનેસ 3,000 સુધીનો છે. તેમાં, 5,000mAh બેટરી છે અને તે 50W ના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
તે Snapdragon 7s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે, ફોનમાં 12GB સુધીની રેમ અને 256GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ છે. Nothing Phone 3a Android 15-આધારિત NothingOS 3.1 પર ચાલે છે અને તેને ત્રણ વર્ષ માટે OS અપગ્રેડ અને છ વર્ષ માટે સુરક્ષા પેચ મળશે.
Nothing Phone 3a માં ટ્રિપલ રીઅર કેમેરા છે, જેમાં 50-મેગાપિક્સલનો સેમસંગ 1/1.57-ઇંચનો મુખ્ય સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ શૂટર અને 50-મેગાપિક્સલનો સોની 1/2.74-ઇંચનો ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
જાહેરાત
જાહેરાત