એપલ ફોલ્ડબલ iPhone આગામી વર્ષે લોન્ચ કરે તેવી શક્યતા છે. એપલ ફોલ્ડેબલ iPhoneમાં ફ્રેમ માટે ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ બંનેનો ઉપયોગ કરશે તેમ લાગે છે.
ફોક્સકોન અને તાઇવાની કંપની ફોલ્ડેબલ આઇફોન હિન્જ માટે સંયુક્ત સાહસ બનાવી
એપલ તેનો પહેલો ફોલ્ડબલ iPhone આગામી વર્ષે લોન્ચ કરે તેવી શક્યતા છે. એપલ ફોલ્ડેબલ iPhoneમાં ફ્રેમ માટે ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ બંનેનો ઉપયોગ કરશે. તે 7.8 ઇંચના આંતરિક ડિસ્પ્લે સાથે બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ ડિઝાઇન સાથે આવી શકે છે. TF સિક્યોરિટીઝ ઇન્ટરનેશનલના વિશ્લેષક મિંગ-ચી કુઓ પ્રમાણે ફોલ્ડેબલ હિન્જ અગાઉની સરખામણી વધુ મોંઘી નહીં રહે કારણકે, મોટા પાયે ઉત્પાદન શરૂ થયા પછી તેની કિંમત પ્રતિ યુનિટ લગભગ $70 થી $80 (આશરે રૂ. 7,000 થી રૂ. 8,000) હોઈ શકે છે.
એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન આવતા વર્ષે સપ્ટેમ્બરમાં આઇફોન 18 સિરીઝની સાથે રિલીઝ થવાની ધારણા છે. તેને iPhone 18 ફોલ્ડ તરીકે ઓળખાશે. તેમાં ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમના મિશ્રણથી બનેલી ફ્રેમ હોવાનું કહેવાય છે. ક્યુપરટિનો સ્થિત કંપની તેને $1,999 (આશરે રૂ. 1,74,000) ની કિંમત સાથે લોન્ચ કરી શકે છે.
ફોલ્ડેબલ આઇફોનમાં બુક-સ્ટાઇલ ડિઝાઇન હોવાની અપેક્ષા છે, જે સેમસંગના ગેલેક્સી ઝેડ ફોલ્ડ શ્રેણીના મોડેલો જેવી જ હશે. તેમાં 7.8-ઇંચનો આંતરિક ડિસ્પ્લે અને 5.5-ઇંચનો બાહ્ય ડિસ્પ્લે હોવાની અફવા છે. ફોલ્ડ કરેલા સમયે તે 9.2mm જાડાઈ અને અનફોલ્ડ સમયે 4.6mm જાડાઈમાં રહેશે.
કુઓના જણાવ્યા પ્રમાણે છે કે મોટા પાયે ઉત્પાદનને કારણે એપલના ફોલ્ડેબલ આઇફોન માટે હિન્જની સરેરાશ વેચાણ કિંમત લગભગ $70 થી $80 હશે, જે અગાઉ લગભગ $100 થી $120 (આશરે રૂ. 8,000 થી 10,000) માં મળતી હતી.
વિશ્લેષક આ ઘટાડાનું શ્રેય અપસ્ટ્રીમ કમ્પોનન્ટ ખર્ચમાં તીવ્ર ઘટાડાને બદલે એસેમ્બલી ડિઝાઇન ઑપ્ટિમાઇઝેશન અને ફોક્સકોન દ્વારા ઉત્પાદનને આપે છે, તેઓ એમ પણ કહે છે કે હિન્જની વેચાણ કિંમત ઘટતા એપલને ખર્ચ ઘટાડવા અને માર્જિન સુધારવા મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે ફોક્સકોન અને તાઇવાની કંપની શિન ઝુ શિંગ (SZS) એ ફોલ્ડેબલ આઇફોનના હિન્જના ઉત્પાદન માટે એક સંયુક્ત સાહસ સ્થાપ્યું છે. ફોક્સકોન પાસે થોડો મોટો હિસ્સો હોવાથી, તે વ્યૂહાત્મક દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ જોડાણને હિંજના 65 ટકા ઓર્ડર તેમજ બાકીના 35 ટકા ઓર્ડર એમ્ફેનોલને અપાશે. કુઓએ એ પણ નોંધ્યું હતું કે વધારાના હિન્જ સપ્લાયર તરીકે લક્સશેર-આઇસીટી 2027 પછી જોડાઈ શકે છે. સપ્લાયર્સ વચ્ચેની આ વધારાની સ્પર્ધા હિન્જના ભાવને વધુ નીચે લાવી શકે છે.
જાહેરાત
જાહેરાત