iQOO 15 સ્માર્ટફોન 20 ઓક્ટોબરે લોન્ચ થશે

અદ્યતન કૂલિંગ સિસ્ટમ સાથે iQOO 15 સ્માર્ટફોન 20 ઓક્ટોબરે લોન્ચ થશે.

iQOO 15 સ્માર્ટફોન 20 ઓક્ટોબરે લોન્ચ થશે

Photo Credit: iQOO

iQOO 15 સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5 ચિપસેટ પર ચાલશે

હાઇલાઇટ્સ
  • iQOO 15 માં VC હીટ સિંક iPhone 17 Pro Max ની સરખામણીએ ત્રણ ગણી
  • iQOO 15 સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર સાથે આવશે
  • વધુ સારી કાર્યક્ષમતા માટે તેમાં સ્વરચિત Q3 ગેમિંગ ચિપસેટ
જાહેરાત

iQOO 15 સ્માર્ટફોન 20 ઓક્ટોબરે લોન્ચ થશે. આ ફોન સાથે જ iQOO Pad 5e પણ લોન્ચ કરાશે ત્યારે iQOO 15 સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અંગેની વિગતો બહાર આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે તેમાં અદ્યતન કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. iQOO 15 માં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 6.85-ઇંચ 2K 8T LTPO ડિસ્પ્લે તેમજ રીફ્રેશ રેટ 144Hz હશે. વધુ સારી કાર્યક્ષમતા માટે તેમાં સ્વરચિત Q3 ગેમિંગ ચિપસેટ અને QNSS એન્જિન આવશે. તે ગેમિંગ માટે 144fps અને 2K રિઝોલ્યુશન ઓફર કરશે.તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ટીઝર પ્રમાણે iQOO 15 માં VC કૂલિંગ સિસ્ટમ હશે જે 47 ટકા વધુ સારું કૂલિંગ પર્ફોર્મન્સ આપશે. Weibo પર એક નવી પોસ્ટમાં, iQOO એ જાહેરાત કરી કે iQOO 15 માં 8K વેપર ચેમ્બર (VC) ડોમ કૂલિંગ સિસ્ટમ હશે. iQOO દાવો કરે છે કે તે અત્યાર સુધીની સૌથી મોટી VC કૂલિંગ સિસ્ટમ છે. આ સુધારેલી ડિઝાઇનમાં અલ્ટ્રા-હાઈ થર્મલ કન્ડક્ટિવિટી ગ્રેફાઇટનો ડબલ લેયર શામેલ છે. iQOO ના પ્રોડક્ટ મેનેજર જણાવે છે કે iQOO 15 માં VC હીટ સિંક iPhone 17 Pro Max ની સરખામણીએ ત્રણ ગણી છે.

iQOO 15 માં Warhammer MAX ડ્યુઅલ-એક્સિસ મોટર આપવામાં આવશે. જે ઉન્નત ગેમિંગ અનુભવ માટે બાયડાયરેક્શનલ X- અને Z-એક્સિસ વાઇબ્રેશનને સપોર્ટ કરે છે. તેમાં, War Drum Master Pro સપ્રમાણ ડ્યુઅલ સ્પીકર્સ પણ શામેલ હશે.


આગામી iQOO 15 કંપનીના સ્વ-વિકસિત ગેમિંગ ચિપ, Q3 અને QNSS એન્જિન સાથે પણ આવશે. તે ગેમિંગ માટે 144fps અને 2K રિઝોલ્યુશન ઓફર કરશે. તેમાં 23 એન્ટેના સાથે યુનિવર્સલ એસ્પોર્ટ્સ નેટવર્ક સિસ્ટમ 2.0 આપવામાં આવશે.

iQOO 15 માં 7,000mAh થી વધુ બેટરીની મળશે તેમજ તે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોન ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP69 રેટિંગ ધરાવે છે અને તેમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર શામેલ હશે.

iQOO 15 20 ઓક્ટોબરના રોજ પ્રથમ ચીનમાં લોન્ચ થવાનું છે. લોન્ચ ઇવેન્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) શરૂ થશે. સ્માર્ટફોનની સાથે iQOO Pad 5e, iQOO Watch GT 2 અને iQOO TWS 5 ઇયરફોન પણ લોન્ચ કરાશે. આ તમામ ઉત્પાદનો હાલમાં ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »