ક્યુપરટિનો સ્થિત ટેક જાયન્ટની હેલ્થ અને વેલનેસ સબ્સ્ક્રિપ્શન સર્વિસ Apple Fitness+ આ મહિનાના અંતમાં ભારતમાં ઉપલબ્ધ થશે. Apple Fitness+ નું વિસ્તરણ કરીને વિશ્વભરના કુલ 49 દેશો અને પ્રદેશોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
Photo Credit: Apple
એપલ ફિટનેસ+ સબ્સ્ક્રિપ્શન એક સાથે પાંચ પરિવારજનો સાથે શેર કરી શકાય છે, ખર્ચ બચાવે છે
ક્યુપરટિનો સ્થિત ટેક જાયન્ટની હેલ્થ અને વેલનેસ સબ્સ્ક્રિપ્શન સર્વિસ Apple Fitness+ આ મહિનાના અંતમાં ભારતમાં ઉપલબ્ધ થશે. Apple Fitness+ નું વિસ્તરણ કરીને વિશ્વભરના કુલ 49 દેશો અને પ્રદેશોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સર્વિસમાં વપરાશકર્તાઓને ટ્રેનર-માર્ગદર્શિત વર્કઆઉટ વિડિઓઝની ઍક્સેસ આપીને, રીઅલ-ટાઇમ મેટ્રિક્સને ટ્રેક કરીને અને લક્ષ્ય પુરા કરવા માટે રિવોર્ડ્સ આપીને તેમના વર્કઆઉટ્સમાં મદદ કરે છે.એપલ ફિટનેસ+ નું વિસ્તરણએપલ ભારતમાં 15 ડિસેમ્બરે તેની ફિટનેસ+ સેવા શરૂ કરશે. ટેક જાયન્ટનો દાવો છે કે 2020 માં પાંચ વર્ષ પહેલાં લોન્ચ થયા પછી આ સેવાનું સૌથી મોટું વિસ્તરણ છે. શરૂઆતમાં છ દેશોમાં આ સર્વિસ લોન્ચ કરાઈ હતી. ત્યારબાદ તેને 21 દેશમાં રજૂ કરાઈ હતી. હવે તે વિશ્વભરના કુલ 49 પ્રદેશોમાં ઉપલબ્ધ થશે.
તેની હેલ્થ અને વેલનેસ સર્વિસ ભારતમાં સબ્સ્ક્રિપ્શન પર ઓફર કરવામાં આવશે, જેની કિંમત દર મહિને રૂ. 149 થી શરૂ થશે. એપલ વપરાશકર્તાઓ વાર્ષિક યોજનામાં નોંધણી કરાવી શકે છે, જેની કિંમત દર વર્ષે રૂ. 999 છે. કંપનીના જણાવ્યા મુજબ, એપલ ફિટનેસ+ સબ્સ્ક્રિપ્શન પરિવારના પાંચ અન્ય સભ્યો સાથે શેર કરી શકાય છે.
એપલના જણાવ્યા પ્રમાણે જે ગ્રાહકો Apple અથવા Apple ના અધિકૃત રિસેલર પાસેથી નવી Apple Watch, iPhone, iPad, Apple TV, AirPods Pro 3 અને Powerbeats Pro 2 ખરીદે છે તેમને ત્રણ મહિના માટે મફત Apple Fitness+ સબ્સ્ક્રિપ્શન મળશે, નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર ચલાવવા માટે સક્ષમ હોય તેવા ડિવાઈઝમાં આ સર્વિસ મળશે.
ભારતમાં Apple વપરાશકર્તાઓ Apple Fitness+ દ્વારા 12 થી વધુ વિવિધ પ્રકારના વર્કઆઉટને ઍક્સેસ કરી શકશે. આમાં સ્ટ્રેન્થ, યોગા, HIIT, Pilates, ડાન્સ, સાયકલિંગ, કિકબોક્સિંગ અને મેડિટેશનનો સમાવેશ થાય છે. આ સેવા પાંચ મિનિટથી 45 મિનિટ સુધીના વિવિધ લંબાઈના તાલીમ એપિસોડ આપશે. જ્યારે Apple Fitness+ iPhone સાથે કામ કરે છે, ત્યારે વપરાશકર્તાઓ તેમના Apple Watch અથવા AirPods Pro 3 નો લાભ લઈ શકે છે જેથી તેઓ તેમના વ્યક્તિગત મેટ્રિક્સ, જેમ કે હૃદયના ધબકારા, કેલરી બર્ન અને પ્રવૃત્તિ રિંગ્સ પ્રગતિ પર નજીકથી નજર રાખી શકે.
Apple Fitness+ તેમને તેમની વર્કઆઉટ અને ધ્યાન પસંદગીઓના આધારે વ્યક્તિગત શેડ્યૂલ બનાવવાની પણ મંજૂરી આપે છે. કસ્ટમ પ્લાન બનાવતી વખતે ટોચની પ્રવૃત્તિઓ, સમયગાળો, ટ્રેનર્સ, સંગીત અને વધુ જેવી વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે.
એપલ ફિટનેસ+ એપ એપલ મ્યુઝિક એપ સાથે જોડાણ ધરાવે છે, જેમાં વપરાશકર્તાઓ તેમના વર્કઆઉટ દરમિયાન પ્રેરણા માટે હિપ-હોપ, આર એન્ડ બી, લેટિન ગ્રુવ્સ સહિતના ઉત્સાહ પ્રેરક ગીતો સાંભળી શકે છે.
જાહેરાત
જાહેરાત