વિવો 15 ડિસેમ્બરે ચીનમાં S50 અને S50 Pro મિની સ્માર્ટફોન લોન્ચ કરશે, કંપનીએ આ લોન્ચની પુષ્ટિ કરી છે
Photo Credit: Vivo
vivo S50 Pro mini માં સ્નેપડ્રેગન 8 Gen 5 SoC હશે
વિવો 15 ડિસેમ્બરે ચીનમાં S50 અને S50 Pro મિની સ્માર્ટફોન લોન્ચ કરશે. તેના ટીઝર કેટલાંક સમયથી સોશિયલ મીડિયા જોવા મળી રહ્યા હતા ત્યારે કંપનીએ તેના લોન્ચની પુષ્ટિ કરી છે. વીવો કંપનીએ જણાવ્યું કે, vivo S50 Pro mini માં સ્નેપડ્રેગન 8 Gen 5 SoC હશે તેને AnTuTu પર 3 મિલિયન પોઈન્ટ્સ મળ્યા છે, જે જૂના મિડ-રેન્જ ફ્લેગશિપ ફોન્સ કરતા 1 મિલિયન પોઈન્ટ્સ વધુ છે. તેમાં LPDDR5X RAM અને UFS4.1 સ્ટોરેજ માટે સપોર્ટ આપવામાં આવ્યો છે. vivo S50 માં સ્નેપડ્રેગન 8s Gen 3 SoC સંચાલિત હશે, જે S30 માં સ્નેપડ્રેગન 7 Gen 4 ની તુલનામાં એક મોટું અપગ્રેડ છે.
vivo S50 એન્ડ્રોઇડ 16 પર આધારિત OriginOS 6 પર ચાલશે. તે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. vivo S50 Pro mini માં 6,500mAh બેટરી હશે અને તે 90W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે. તે 40W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ સાથે આવી શકે છે. સુરક્ષા માટે તેમાં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર 2.0 હશે. ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગે તેને IP69 રેટિંગ મળશે.
vivo S50 સિરીઝમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર હશે, જે આ પ્રાઈઝ રેન્જમાં આ સેન્સરને સમગ્ર S50 સિરીઝમાં સ્ટાન્ડર્ડ તરીકે સમાવનાર પ્રથમ ફોન બનશે. S50 Pro મિની અને S50 માં અનુક્રમે 6.31-ઇંચ અને 6.59-ઇંચ 120Hz OLED સ્ક્રીન આપવામાં આવી છે.
વિવો S50 પ્રો મિનીમાં આડું રીઅર કેમેરા મોડ્યુલ છે, જ્યારે સ્ટાન્ડર્ડ S50 લંબચોરસ લેન્સ ડિઝાઇન છે. બધા મોડેલો એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમથી સજ્જ છે અને નવી સાટિન લિથોગ્રાફી પ્રક્રિયાનો ઉપયોગ કરાયો છે. S50 સ્પેસ ગ્રે, વ્હાઇટ અને પર્પલ કલરમાં આવશે અને S50 પ્રો મિની આ કલર ઉપરાંત બ્લુ કલરમાં પણ આવશે.
vivo S50 સિરીઝ પેરિસ્કોપ લેન્સ સાથે સોની IMX882 1/1.95″ સેન્સરથી સજ્જ છે. S50 Pro મિનીમાં VCS અલ્ટ્રા-સેન્સિટિવ બાયોનિક લાર્જ-સેન્સર મુખ્ય કેમેરા છે. ફ્રન્ટ કેમેરા 50MP એન્ટી-ડિસ્ટોર્શન સોફ્ટ-લાઇટ સેલ્ફી લેન્સનો ઉપયોગ કરે છે, જે ફ્લેગશિપ મોડેલ્સ જેવા જ ફુલ-ફોકલ-લેન્થ ઝૂમ ફ્લેશથી સજ્જ છે. વધુમાં, સમગ્ર શ્રેણીમાં ફ્લેગશિપ મોડેલ્સ જેવા જ સ્પષ્ટ અને કુદરતી પોટ્રેટ અલ્ગોરિધમ પણ છે, જે ચહેરાની વિગતોને મહત્તમ રીતે સાચવે છે અને "ઓવર-એઆઈ" દ્વારા મૂળ સ્વરૂપમાં થતા ફેરફાર અટકાવે છે, જે ઈમેજની રચનાને પુનઃસ્થાપિત કરે છે
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report