Photo Credit: SonyLiv
મલયાલમ એક્શન-થ્રિલર ‘માર્કો' તેની થિયેટર રિલીઝ બાદ હવે Sony LIV પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2025 થી Sony LIV પર જોવા મળશે. આ ફિલ્મ મલયાલમ ઉપરાંત તેલુગુ, તામિલ અને કન્નડ ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે, જેનાથી દક્ષિણ ભારતીય પ્રેક્ષકોને આ ફિલ્મનો આનંદ માણવાનો મોકો મળશે. હિન્દી ડબ વર્ઝન ક્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હનીફ અદેની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઉન્ની મુકુંદન મુખ્ય ભૂમિકા ભજવે છે અને તે તેના ભાઈના મોતનો બદલો લે છે. એક્શન અને ઇમોશનલ ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ થિયેટરોમાં પણ ખૂબ સફળ રહી હતી અને હવે તેની OTT રિલીઝની આતુરતા વધી ગઈ છે.
જ્યાં અને ક્યારે જોઈ શકશો માર્કો?
‘માર્કો' OTT પર 14 ફેબ્રુઆરી, 2025 થી Sony LIV પર ઉપલબ્ધ થશે. આ ફિલ્મ મલયાલમ, તામિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. હિન્દી દર્શકો માટે હજી સુધી કોઈ ચોક્કસ ડેટ જાહેર કરવામાં આવી નથી.
માર્કો ફિલ્મની સ્ટોરી અને ટ્રેલર
આ ફિલ્મની સ્ટોરી માર્કો ડી'પીટર ની આસપાસ ફરે છે, જે તેના ભાઈ વિક્ટર ના મૃત્યુ માટે જવાબદાર ગુનેગાર ટોની ઇસાક અને તેના પરિવાર સામે બદલો લેવા માટે આગળ આવે છે. એક્શન, થ્રિલ અને ભાવનાઓથી ભરપૂર આ ફિલ્મમાં માર્કો શત્રુઓ સામે કેવી રીતે લડે છે અને અંતે શું થાય છે તે જોવા જેવું છે.
● દિગ્દર્શક: હનીફ અદેની
● મુખ્ય ભૂમિકા: ઉન્ની મુકુંદન (માર્કો ડી'પીટર)
● અન્ય કલાકાર: સિદ્દીક (જ્યોર્જ ડી'પીટર), જગદીશ (ટોની ઇસાક), અભિમન્યુ થિલકન (રસેલ ઇસાક), કબીર દુહાન સિંહ (સાયરસ ઇસાક), યુક્તિ થારેજા (મારિયા)
● સંગીત: રવિ બસુર
● સિનેમેટોગ્રાફી: ચંદ્રુ સેલ્વરાજ
માર્કો નું થિયેટર કલેકશન અને સફળતા
ફિલ્મ થિયેટરમાં 100 કરોડ રૂપિયા પાર કરનારી પ્રથમ A-સર્ટિફિકેટ મલયાલમ ફિલ્મ બની છે. થિયેટર રિલીઝ વખતે 115 કરોડથી વધુ કમાણી સાથે આ ફિલ્મને ખુબ પ્રશંસા મળી હતી. હવે OTT પર પણ આ ફિલ્મ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત
જાહેરાત