Nothing કંપનીએ ભારતમાં Phone 4a અને Phone 4a Proને લોન્ચ કર્યો છે . આ નવા ફોનમાં Snapdragon 7 , Glyph Bar ઇન્ટરફેસ અને 120Hz AMOLED ડિસ્પ્લે આપવામાં આવે છે .
Photo Credit: Gadgets 360
Nothing Phone 4aમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .
ગુરુવારે યુકેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કંપનીએ Nothing Phone 4a અને Nothing Phone 4a proને ભારત સહીત અમુક પસંદીગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યા છે . આ બંને સ્માર્ટફોન ઇ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart મારફતે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે .આ નવો Nothing Phone 4a ચાર રંગોના વિકલ્પોમાં અને ત્રણ સ્ટોરેજ વેરિયંટમાં ઉપલબ્ધ રહેશે .આ સ્માર્ટફોનને કંપનીએ Glyph Bar ઇન્ટરફેસ આપવામાં આવ્યો છે , જેમાં 63 મિની LED અને છ અલગ અલગ એડ્રેસેબલ ઝોન આપવામાં આવ્યા છે .Nothing Phone 4a અને Nothing Phone 4a proબંનેમાં Qualcomm નો Snapdragon 7શ્રેણીનો ચિપસેટ આપવામાં આવ્યો છે . જ્યારે જયારે Nothing Phone 4a માં 5,400mAhની બેટરી મળે છે .
Nothing Phone 4a,Nothing Phone 4a Pro કિંમત :
Nothing Phone 4aની શરૂઆતની કિંમત રૂપિયા 31,999 ભારત માટે રાખવામાં આવી છે જે 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅંટ માટે છે . જયારે 8GB RAM+ 256GBની કિંમત રૂપિયા 34,999 અને 12GB RAM+256GBની કિંમત રૂપિયા 37,999ની રાખવામાં આવી છે. કંપની આ સ્માર્ટફોન માટે ખાસ બેંક ડિસ્કાઉન્ટ 1000 રૂપિયા અને 6000 રૂપિયા સુધીનો એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહી છે .
Nothing Phone 4a Proની કિંમતની વાત કરીએ તો 8GB RAM +128GB સ્ટોરેજની કિંમત 39,999 રૂપિયા, 8GB RAM+ 256GB સ્ટોરેજની કિંમત 42,999 રૂપિયા જયારે 12GB RAM+256GB સ્ટોરેજની કિંમત 45,999 રૂપિયા રાખવામાં આવી છે .ભારતમાં આ Nothing Phone 4aનું વેચાણ 13 માર્ચથી શરૂ થશે જયારે Nothing Phone 4a Pro 27 માર્ચથી Flipcart પર ઉપલબ્ધ બનશે .
Nothing Phone 4a કાળો , વાદળી, ગુલાબી અને સફેદ રંગમાં છે , જયારે Nothing Phone 4a Pro કાળો , ગુલાબી અને ચાંદી રંગમાં મળી રહેશે .
Nothing Phone 4a ફીચર્સ :
Nothing Phone 4a માં ડ્યુઅલ સિમ છે, જે Android 16 પર આધારિત Nothing OS 4.1 પર ચાલે છે . આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચ LTPS ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે . જે 120Hz રિફ્રેશ રેટની સાથે 4500 nits પીક બ્રાઇટનેસ , 440ppi પિક્સેલ ડેન્સિટી અને 1.07 બિલિયન કલર્સને સપોર્ટ કરે છે . આ ઉપરાંત ગેમિંગ દરમિયાન 2,500Hz ટચ સેમ્પલિંગ રેટ 2,160Hz PWM ડિમિંગ અને Corning Gorilla Glass 7i પ્રોટેકશન પણ આપવામાં આવ્યું છે .
આ ફોનમાં 4nm Snapdragon 7s Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે , જે 2.7GHz પીક ક્લોક સ્પીડ આપે છે , તેમાં 12GB સુધી LPDDR4* RAM અને 256GB સુધી USF 3.1 સ્ટોરેજને સપોર્ટ કરે છે .આ ફોનને IP64 રેટિંગ આપવામાં આવ્યો છે જે ધૂળ અને પાણીથી રક્ષણ આપે છે .
Glyph Bar Interface :
Nothing Phone 4a માં નવું Glyph Bar Interface આપવામાં આવ્યું છે જેમાં 63 મિની LED અને છ અલગ અલગ એડ્રેસેબલ ઝોન છે . Glyph Timer , Essential Notifications, Volume Indicator , Live Notifications , Glyph Torch , Camera countdown , Flip to Record, Flip to Glyphને પણ સપોર્ટ કરે છે .
જાહેરાત