Google Pixel 10 પર મોટી ડીલ મળી રહી છે એમેઝોન પર ફોન રૂપિયા 10,639ના સીધા ડિસ્કાઉન્ટ સાથે અને બેંક ઓફરથી વધારાની બચત પણ કરી શકાશે .
Photo Credit: Amazon
જો તમે Googleનો ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 10 લેવાની તૈયારીમાં છો અને તેની ઉંચી કિંમતના કારણે રાહ જોઈ રહ્યા છો તો હવે તમારા માટે એક બઉ જ સારી ડીલ આઈ ગઈ છે . ભારતમાં રૂપિયા 79,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયેલો Pixel 10 હાલમાં Amazon પર મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ બન્યો છે .આ સ્માર્ટફોન તેના ફીચર્સ માટે જાણીતું છે જેમાં શક્તિશાળી કેમેરા , ક્લીન સોફ્ટવેર અનુભવ અને અનેક AI ફીચર્સ છે . હાલમાં ચાલી રહેલી ઑફર્સમાં ગ્રાહકોને રૂપિયા 13,800થી વધુની બચત મળી શકે છે .
Google Pixel 10 ડીલ :
ભારતમાં Google Pixel 10ની લોન્ચ કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે .હાલમાં આ ફોન Amazon પર રૂપિયા 69,360માં લિસ્ટેડ છે . જેનો મતલબ થાય છે કે આ સ્માર્ટફોન પર સીધે સીધું 10,639 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે . આ ઉપરાંત HDFC Bank ના ક્રેડિટ કાર્ડ ઉપર EMI પર ગ્રાહકોને 3,250 રૂપિયા સુધીનો વધારાનો ડિસ્કાઉન્ટ મળશે . એમાં પાછું જો તમે તમારા જુના ફોનને એક્સચેંજ કરવા ઇચ્છતા હોય તો વધુ બચત શક્ય બનશે . આ ડીલ અત્યાર સુધીની સૌથી સારી ડીલ છે .
Google Pixel 10 ફીચર્સ :
Google Pixel 10 માં Tensor G5 પ્રોસેસર આપવામાં આવ્યો છે જે 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવે છે .આ ફોનમાં 4,970mAh બેટરી આપવામાં આવી છે જે 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
હવે વાત કરીએ ડિસ્પ્લેની તો આ સ્માર્ટફોનના પાસે 6.3 ઇંચ OLED સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટ અને 3000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . આ ફોનની સ્ક્રીનને Corning Gorilla Glass Victus 2 દ્રારા પ્રોટેકશન આપવામાં આવ્યું છે .
ફોટોગ્રાફી માટે આ ફોનમાં Pixel 10માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે , જેમાં 48MP મુખ્ય કેમેરો , 13MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 10.8MP ટેલિફોટો લેન્સ (5* ઓપ્ટિકલ ઝૂમ સાથે ) નો સમાવેશ થાય છે .આ ઉપરાંત સેલ્ફી અને વિડીયો કોલ માટે ફ્રન્ટમાં 10.5MP ફ્રન્ટ કેમેરા આપેલ છે .
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale