Apple એ નવા MacBook Neo અને MacBook Air લોન્ચ કર્યા છે . MacBook Neo સસ્તું મોડેલ છે અને MacBook Airમાં વધુ ફીચર્સ આવે .
Photo Credit: Apple
MacBook Neo અને MacBook Air વચ્ચેના મુખ્ય તફાવતો છે .
આ અઠવાડિયામાં Apple કંપનીએ અનેક નવા પ્રોડક્ટસ લોન્ચ કર્યા છે તેમાં M5 Pro અને M5 Max ચિપ સાથેનો નવો MacBook Pro , M5 પ્રોસેસર સાથેનો નવો MacBook Air તેમજ M4 ચિપ સાથેનો iPad Air (M4) સામેલ છે . કંપનીએ ભારત સહિત વૈશ્વિક બજારોમાં MacBook Neo પણ રજૂ કર્યો છે , જે MacBook Air કરતા વધુ સસ્તું મોડેલ છે .Apple Silicon પર સ્વિચ કર્યા પછી આ કંપનીનું પહેલું એવું MacBook છે જેમાં M સિરીઝને બદલે A સિરીઝ પ્રોસેસર આપવામાં આવ્યું છે . MacBook Neoમાં A18 Pro ચિપસેટ આપવામાં આવ્યો છે . જે iPhone 16 Pro લાઇનઅપ પણ જોવા મળે છે .
MacBook Neo vs MacBook Air (2026): ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા
MacBook Neo:
ભારતમાં MacBook Neoની શરૂઆતની કિંમત રૂપિયા 69,900 છે જેમાં 8GB RAM + 256GB સ્ટોરેજ મળે છે જયારે 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 79,900 છે . વિધાર્થીઓ માટે રૂપિયા 10,000 નું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યો છે .આ લેપટોપ Blush ,Citrus, Indigo, અને Silver કલરમાં મળી રહેશે .
MacBook Air:
નવું 13 ઈંચનું MacBook Air(M5)ની કિંમત રૂપિયા 1,19,900 છે જયારે 15 ઇંચ મોડેલ માટેની કિંમત 1,44,900 છે . આ લેપટોપ Sky Blue, Midnight, Starlight અને Silver કલરમાં મળે છે . ભારતમાં આનું વેચાણ 11 માર્ચથી શરૂ થશે .
MacBook Neo vs MacBook Air(2026) :ડિસ્પ્લે અને ડિઝાઇન
MacBook Neo:
આ લેપટોપમાં 13 ઈંચનું Liquid Retina IPS ડિસ્પ્લેની સાથે 2408*1506 પિક્સેલ રિઝોલ્યુશન , 500 nits પિક બ્રાઇટનેસ અને 1 બિલિયન કલર્સ માટે સપોર્ટ કરે છે . આ લેપટોપમાં 1080p વેબકેમ છે , પરંતુ અન્ય MacBook મોડેલની જેમ ડિસ્પ્લે આપવામાં આવી નથી . તેમાં થોડા જાડા બેઝલ્સ પણ છે પોર્ટ્સમાં 2 USB-C અને 3.5mm હેડફોન જેક સામેલ છે .
MacBook Air :
આ લેપટોપમાં 15.3 ઇંચનું Liquid Retina ડિસ્પ્લે છે . સાથે જ 500 nits બ્રાઇટનેસ અને 1 બિલિયન કલર્સને સપોર્ટ કરે છે . આ લેપટોપમાં 12MP Center Stage વેબકેમ અને Desk View સપોર્ટ છે . બંને મોડેલમાં એલ્યુમિનિયમ બોડી ડિઝાઇન આપવામાં આવી છે .
MacBook Neo vs MacBook Air(2026): પર્ફોર્મન્સ :
MacBook Neo :
આ મોડેલમાં A18 Pro ચિપ છે . કંપનીના જણાવ્યા અનુસાર તે Intel Core Ultra 5 આધારિત Windows PC કરતા લગભગ 50%ઝડપી પ્રદર્શન આપી શકે છે . AI કાર્યો માટે તે ત્રણ ગણું ઝડપી હોવાનું પણ કહેવાય છે . આમાં 8GB RAM અને 512GB સુધી SSD સ્ટોરેજ મળે છે .
MacBook Air:
આ મોડેલમાં M5 પ્રોસેસર છે જેમાં 10 કોર CPU , 10 કોર GPU અને Neural accelerators છે . કંપનીનો દાવો છે કે તે M4 ચીપવાળા મોડેલ કરતા AI કાર્યોમાં લગભગ ચાર ગણો ઝડપી છે .
MacBook Neo vs MacBook Air(2026): બેટરી
MacBook Neo માં 36.5Wh બેટરી છે . જે 20W USB C ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 11 કલાક સુધી વેબ બ્રાઉઝીંગ અને 16 કલાક સુધી વિડીયો પ્લેબેક કરી શકાશે. જયારે MacBook Airમાં 66.5Wh બેટરી છે જે 35W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં 18 કલાક સુધી વિડીયો સ્ટ્રીમિંગ અને 15 કલાક સુધી વેબ બ્રાઉઝીંગ મળે છે .
જાહેરાત
Samsung Testing 12,000mAh, 18,000mAh Batteries With Dual Cell and Triple Cell Designs, Leaked Reports Show