વધુ બેટરી ડ્રેન કરતી Android એપ્સ સામે Googleનું પગલું, Play Store પર આવશે વોર્નિંગ

Google Play Store હવે વધુ બેટરી ડ્રેન કરતી એન્ડ્રોઇડ એપ્સ પર વોર્નિંગ લેબલ બતાવશે અને આવી એપ્સને ભલામણોમાંથી દૂર કરી શકે છે .

વધુ બેટરી ડ્રેન કરતી Android એપ્સ સામે Googleનું પગલું, Play Store પર આવશે વોર્નિંગ

Photo Credit: Gadget 360

ગૂગલ પ્લે સ્ટોરે વેક લોક ટેક્નિકલ ગુણવતા સારવાર શરૂ કર્યું .

હાઇલાઇટ્સ
  • 1 માર્ચથી Play Store પર Wake Lock ટેક્નિકલ ક્વોલિટી ટ્રીટમેન્ટ
  • વધુ બેટરી વાપરતી એન્ડ્રોઇડ એપ્લિકેશનો સામે પગલાં
  • ખરાબ વર્તન થ્રેશોલ્ડ
જાહેરાત

ગૂગલે વધુ બેટરી વાપરતી એન્ડ્રોઇડ એપ્લિકેશનો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે . ટેક જાયન્ટે  જાહેરાત કરી છે કે Google Play Store હવે એવી એપ્સ પર ચેતવણી લેબલ બતાવશે , જે સ્માર્ટફોનની બેટરીને વધુ ઝડપથી ખતમ કરે છે .આવી એપ્સને Google Play Store ભલામણો અને કેટલીક શોધ સૂચિઓમાંથી પણ  દૂર કરવામાં આવી શકે છે . કંપની મુજબ કેટલીક એપ્સ Androidના આંશિક વેક લોક મિકેનિઝમનો દુરુપયોગ કરે છે .આ સુવિધા એપ્સને સ્ક્રીન બંદ હોવા છતાં પણ ફોનના CPUને બેકગ્રાઉન્ડમાં  રાખવાની મંજૂરી આપે છે , જેના કારણે બેટરી વધુ ઝડપથી ખતમ થઇ જાય છે . ગૂગલ આ વર્તનને " ખરાબ વર્તન થ્રેશોલ્ડ " તરીકે ઓળખાય છે , જે ત્યારે ગણવામાં આવે છે જયારે છેલ્લા 28 દિવસમાં 5 ટકાથી વધુ યુઝર સત્રોમાં આ સમસ્યા જોવા મળે છે .

Google Play Store પર નવા ચેતવણી લેબલ : 
તાજેતરની બ્લોગ પોસ્ટમાં ગૂગલે જણાવ્યું કે 1 માર્ચથી  Play Store પર Wake Lock ટેક્નિકલ ક્વોલિટી ટ્રીટમેન્ટ લાગુ કરવામાં આવી છે . આવતા અઠવાડિયામાં આ સુવિધા  ધીમે ધીમે વધુ એપ્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે . જે એપ્સ Android Vitalsમાં "Excessive Partial Wake Lock"થ્રેસોલ્ડને સતત  પાર કરશે , તેમની Play Store લિસ્ટિંગમાં ચેતવણી સંદેશ દર્શાવવામાં આવશે.

ગૂગલે ઉદાહરણ તરીકે એક ચેતવણી સંદેશ પણ શેર કર્યો છે ,જેમાં લખ્યું છે " આ એપ્લિકેશન વધુ બેકગ્રાઉન્ડ પ્રવુત્તિને કારણે અપેક્ષા કરતા વધુ બેટરીનો ઉપયોગ કરી શકે છે "

વેક લોક :
Partial Wake Lock એ એવી સુવિધા છે જે એપ્સને સ્ક્રીન બંધ હોવા છતાં ફોનના CPUને સક્રિય રાખવાની મંજૂરી આપે છે . આ કારણે ઘણીવાર બેટરીનો વપરાશ  વધી શકે છે .જો છેલ્લા 28 દિવસમાં 5%કરતા વધુ યુઝર સત્રોમાં સ્ક્રીન બંધ હોવા છતાં સરેરાશ બે કલાક અથવા વધુ સમય સુધી Wake Lock સક્રિય રહે, તો ગૂગલ તેને "ખરાબ વર્તન "ગણશે . કેટલીક એપ્સ માટે વેક લોક જરૂરી પણ હોય છે .

ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક પરિસ્થિતિઓમાં Wake Lockનો ઉપયોગ યોગ હોઈ શકે . ઉદાહરણ તરીકે ઓડિયો પ્લેબેક , લોકેશન સર્વિસિસ અથવા યુઝર દ્રારા શરૂ કરાયેલો ડેટા  ટ્રાન્સફર .

બ્લોગ પોસ્ટમાં ગૂગલે ડેવલપર્સને બિનજરૂરી Wake Lock ઉપયોગ ઘટાડવા માટે કેટલાક ઉપાયો અપનાવવા સલાહ આપી છે . તેમાં બેકગ્રાઉન્ડ સિંક , લોકેશન ટ્રેકિંગ , સેન્સર મોનિટરિંગ અને નેટવર્ક કોમ્યુનિકેશન જેવા ફીચર્સને વધુ સારી રીતે ઓપ્ટિમાઇઝ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે .

કંપનીએ જણાવ્યું કે Hoop જેવી કેટલીક એપ્સ પહેલાથી જ આ સમસ્યાને સુધારવા માટે ગૂગલની ભલામણો અપનાવી છે તેમના બેકગ્રાઉન્ડ વર્તનને વધુ કાર્યક્ષમ બનાવ્યું  છે .
 

સંબંધિત સમાચાર

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  2. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  3. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  4. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  5. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
  6. મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 
  7. 4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા
  8. WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ
  9. Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ
  10. WhatsApp પર Airtel , Jio અને Vi રિચાર્જ હવે સરળ , એપ છોડયા વગર કરો પેમેન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »