Google Pixel 10a ભારતમાં સેલ પર .

Google Pixel 10a ભારતમાં રૂપિયા 49,999ની કિંમત સાથે વેચાણ માટે ઉપલબ્ધ થયો છે . HDFC બેંક કાર્ડ પર કેશબેક અને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે .

Google Pixel 10a ભારતમાં સેલ પર .

Photo Credit: Google

Google Pixel 10aમાં 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • Flipkart તેમજ Google Indiaના online સ્ટોર દ્રારા ખરીદી
  • 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ
  • Googleનું Tensor G4 ચિપસેટ
જાહેરાત

Googleએ ગયા મહિને વૈશ્વિક બજારો સાથે ભારતમાં પણ Google Pixel 10a લોન્ચ કર્યો હતો .આ સ્માર્ટફોન કંપનીની ફ્લેગશિપ Pixel 10 સિરીઝમાં એન્ટ્રી લેવલ મોડેલ  તરીકે રજૂ કરવામાં આવ્યો છે . લોન્ચ કાર્ય બાદ કંપનીએ પ્રિ ઓર્ડર પણ શરૂ કર્યા હતા અને હવે આ સ્માર્ટફોન ખરીદી માટે પણ ઉપલબ્ધ બન્યો છે . આ ફોનની ખરીદી ઈ કોમર્સ પ્લેટફોર્મ Flipkart તેમજ Google Indiaના online સ્ટોર દ્રારા ખરીદી શકાશે .આ ફોન બેરી , ફોગ , લવંડર અને ઓબ્સિડીયન જેવા ચાર રંગ વિકલ્પોમાં મળી રહેશે .

ભારતમાં Pixel 10a આ સિંગલ 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે .જેની કિંમત રૂપિયા 49,999 રાખવામાં આવી છે . ઑફર્સની વાત કરીએ તો  HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર રૂપિયા 3000 સુધીનો ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે .ઉપરાંત  ગ્રાહકોને રૂપિયા 3000 સુધીનું એક્સચેંજ ઓફર  પણ મળી રહેશે .

ફીચર્સની વાત કરીએ તો Pixel 10a નવીનતમ Android 16 પર ચાલે છે . કંપની નવા સ્માર્ટફોન માટે સાત વર્ષ સુધીના OS અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ્સ આપવાની બાંહેદરી આપે છે .આ ફોનમાં 6.3 ઇંચ Actua ડિસ્પ્લે આપવામાં આવ્યો છે , જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે .આ ફોનના ડિસ્પ્લેને Corning Gorilla Glass  7i પ્રોટેકશન પણ આપવામાં આવ્યો છે .

પરફોર્મન્સ માટે ફોનમાં Googleનું Tensor G4 ચિપસેટ આપવામાં આવ્યો છે , જે Titan M2 સુરક્ષા કૉપ્રોસેસર સાથે જોડાયેલો છે . તેમાં 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળે છે .આ ડિવાઇસ IP68 રેટિંગ સાથે આવે છે જે તેને ધૂળ અને પાણી સામે સુરક્ષિત બનાવે છે . આ સ્માર્ટફોનમાં 5,100mAh  બેટરી આપવામાં આવી છે , જે 30W વાયર્ડ અને 10W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

કેમેરા વિભાગમાં Pixel 10a ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે . તેમાં 48 મેગાપિક્સલ મુખ્ય કેમેરા સાથે OIS સપોર્ટ આપવામાં આવ્યો છે .તેની સાથે  13 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા પણ મળે છે ,જે 120 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યુ આપે છે . ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે .
 

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  2. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  3. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  4. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  5. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  6. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  7. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  8. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  9. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  10. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »