Poco તેનું નવું બજેટ સ્માર્ટફોન Poco C85X 5G 10 માર્ચે ભારતમાં લોન્ચ કરશે .આની સંપૂર્ણ સ્પેસિફિકેશન લોન્ચ સમયે જાહેર થવાની અપેક્ષા છે .
Photo Credit: Gadget 360
Poco C85*5Gમાં 50 મેગાપિક્સલનું રિયર કેમેરા સેટઅપ છે .
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Poco આગામી દિવસોમાં ભારતમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ આ ફોનને લોન્ચ કરવા વિષેની જાણકારી શુક્રવારે જાહેર કરી હતી .આ અંગેની માહિતી ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર હેન્ડસેટ માટે સમર્પિત માઈક્રોસાઇટ અપડેટ કરવામાં આવી છે . આ ફોનના પાછળના પેનલની ડિઝાઇનનો ખુલાસો કરવામાં આવ્યો છે . આ જાહેરાત ડિસેમ્બર 2025માં ભારતમાં લોન્ચ થયેલા Poco C85 5G પછી કરવામાં આવી છે ગયા વર્ષના આ મોડેલમાં 120Hz સુધીના અનુકૂલનશીલ રિફ્રેશ રેટ સાથે 6.9 ઇંચનો ફ્લેટ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યો હતો અને તે 6nm ઓક્ટા-કોર Media Tek Dimensity 6300 ચિપસેટ દ્રારા સંચાલિત છે .
Poco C85X 5G ભારતમાં લોન્ચ :
ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ માઈક્રોસાઇટ મુજબ, Poco C85X 5G ભારતમાં 10 માર્ચે લોન્ચ થવા જઈ રહ્યું છે . માઈક્રોસાઇટ પર સ્માર્ટફોનની ડિઝાઇન પણ દર્શવવામાં આવી છે . તેમાં ડ્યુઅલ-ટોન રિયર પેનલ જોવા મળે છે , જેમાં પોકો બ્રાન્ડિંગ નીચેના ડાબા ખૂણામાં મુકવામાં આવ્યું છે .આ સ્માર્ટફોન ચાર કલરમાં ઉપલબ્ધ રહેશે .
ટીઝર મુજબ, હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, જે પિલ-શેપ કેમેરા આઇલેન્ડમાં મુકાયેલ છે. તેની બાજુમાં LED ફ્લેશ પણ જોવા મળે છે . આ ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ મુકાયેલા દેખાય છે . કંપનીએ આ ફોનના મુખ્ય સ્પેસિફિકેશન જાહેર કર્યા નથી. પરંતુ અહેવાલો મુજબ આ આવનારો નવો ફોન C-સીરીઝનો હેન્ડસેટ મોટી બેટરી સાથે આવી શકે છે
Poco C85 5G
આ ફોનનું મોડેલ ડિસેમ્બર 2025માં લોન્ચ થયેલા Poco C85 5G પછી કંપનીની C-સિરીઝમાં આગામી ઉમેરો બનશે . આ ફોન ભારતમાં રૂપિયા 12,499ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો , જેમાં 4GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે . હાલમાં તે ફ્લિપકાર્ટ પર Mystic Purple, Power Black અને Spring Green કલરમાં ઉપલબ્ધ બનશે .
સ્પેસીફીકેશનની વાત કરીએ તો Poco C85 5Gમાં 6.9 ઇંચ ફ્લેટ HD+(720*1600 પિક્સેલ ) ડિસ્પ્લે છે, જે 120Hz સુધી રિફ્રેશ રેટ અને 810 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . આ ફોન IP64 રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને સ્પલેશથી સુરક્ષા આપે છે .
આ ફોનને પાવર આપવા માટે 6nm ઓક્ટા-કોર Media Tek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે, જે Mali-G57 MC2 GPU સાથે જોડાયેલ છે . કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 50 મેગાપિક્સલ (f /1.8)પ્રાઈમરી સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે . ફોનમાં 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAh બેટરી આપવામાં આવી છે .
જાહેરાત
Samsung Testing 12,000mAh, 18,000mAh Batteries With Dual Cell and Triple Cell Designs, Leaked Reports Show