Realme C83 5G ભારતમાં લોન્ચ: Dimensity 6300 ચિપ , 7,000mAh બેટરી સાથે 13MP કેમેરા

Realme C83 5G ભારતમાં લોન્ચ થયો છે . જેમાં 7000mAh બેટરી ,144Hz LCD ડિસ્પ્લે અને Media Tek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે .

Realme C83 5G ભારતમાં  લોન્ચ: Dimensity 6300 ચિપ , 7,000mAh બેટરી સાથે 13MP કેમેરા

Photo Credit: Realme

ealme C83 5Gમાં 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • 144Hz સુધી રિફ્રેશ રેટ 900 nits પીક બ્રાઇટનેસ
  • 180Hz ટચ સેમ્પલિંગ રેટ
  • Media Tek Dimensity 6300
જાહેરાત

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ તેની C-સિરીઝમાં નવો સ્માર્ટફોન Realme C83 5G ભારતમાં લોન્ચ કર્યો છે .આ હેન્ડસેટ ટૂંક સમયમાં દેશમાં એ કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીના સત્તાવાર  ઓનલાઇન સ્ટોર દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ થશે . આ સ્માર્ટફોન બે રંગ વિકલ્પો અને ત્રણ અલગ RAM તથા સ્ટોરેજ રૂપરેખાંકનોમાં ઉપલબ્ધ છે . નવો Realme C83 5G ઓક્ટા કોર Media Tek Dimensity 6300 ચિપસેટ દ્રારા સંચાલિત છે અને તેમાં મોટી 7,000mAh બેટરી Titan બેટરી આપવામાં આવી છે . કેમેરા વિભાગમાં ફોન સિંગલ રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે , જેમાં 13 મેગાપિક્સલ મુખ્ય કેમેરા છે . આ ફોનમાં 6.8 ઇંચ LCD ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે .

Realme C83 5Gની કિંમત :
ભારતમાં Realme C83 5Gની શરૂઆતની કિંમત રૂપિયા 13,499 છે , જે 4GB RAM +64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે , જયારે 4GB RAM +128GB મોડેલની  કિંમત રૂપિયા 14,499 રાખવામાં આવી છે . ટોપ વેરિઅન્ટ  6GB RAM +128GB સ્ટોરેજ સાથે આવે છે જેની કિંમત રૂપિયા 17,499 છે .

ગ્રાહકો આ સ્માર્ટફોનને EMI વિકલ્પથી પણ ખરીદી શકશે . Realme C83 5G ભારતમાં 7 માર્ચે બપોરે 12 વાગ્યાથી Flipkart અને Realme ના ઓનલાઇન  સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ ફોન Blooming Purple અને Sprouting Green રંગોમાં આવે છે .

 Realme C83 5G ફીચર્સ :
 Realme C83 5G ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને તે Android 16 આધારિત Realme UI  7.0 પર ચાલે છે . આ ફોનમાં 6.8 ઇંચ HD+(720*1570પિક્સેલ )LCD ડિસ્પ્લે છે જે 144Hz સુધી રિફ્રેશ રેટ 900 nits પીક બ્રાઇટનેસ 180Hz ટચ સેમ્પલિંગ રેટ અને 16.7 મિલિયન રંગો સપોર્ટ કરે છે .

આ સ્માર્ટફોનને 6nm પ્રોસેસ પર બનેલા Media Tek Dimensity 6300 ઓક્ટા કોર ચિપસેટ દ્રારા પાવર મળે છે . તેમાં ARM Mali-G57 MC2 GPU, 6GB LPDDR4*RAM  અને 128GB સુધી eMMC 5.1 સ્ટોરેજ આપવામાં આવી છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે અને સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળ 5 મેગાપિક્સલ કેમેરા છે બંને કેમેરા 1080p /30fps સુધી વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .

ફોનમાં 7,000mAh  Titan બેટરી છે જે 15W  વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સેન્સરમાં પ્રોક્સિમિટી સેન્સર , એમ્બિયન્ટ લાઈટ સેન્સર , એ કંપાસ અને ઍક્સીલેરોમીટર સામેલ છે . કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, 4G LTE, USB Type-C, 3.5mm ઓડિયો જેક   GPS,GLONASS, Galileo, BeiDou અને QZSS સપોર્ટ મળે છે .

આ ફોનનો માપ 166.3*78.1*8.4mm છે અને તેનું વજન લગભગ 212 ગ્રામ છે .
 

સંબંધિત સમાચાર

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  2. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  3. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  4. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  5. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  6. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  7. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  8. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  9. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  10. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »