Xiaomi 17T ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે .

Xiaomi 17T ભારતમાં એપ્રિલના અંતે લોન્ચ થઇ શકે છે . આ સ્માર્ટફોન Xiaomi 17 સીરીઝનો ત્રીજો મોડેલ બની શકે છે . તેમાં Media Tek Dimensity મળવાની શક્યતાઓ છે .

Xiaomi 17T ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે .

Photo Credit: Xiaomi

Xiaomi 17T એ ગયા વર્ષના Xiaomi 15Tને સફળ બનાવવાની અપેક્ષા છે .

હાઇલાઇટ્સ
  • Xiaomi 17T ભારતમાં એપ્રિલના અંતમાં
  • Media Tek Dimensity 8500ચિપસેટ
  • Qualcomm Snapdragon 8 Elite Gen 5
જાહેરાત

Xiaomi 17 સિરીઝ માર્ચના બીજા અઠવાડિયામાં ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે . કંપનીએ પહેલાથી જ પુષ્ટિ કરી છે કે આગામી લાઈનમાં Xiaomi 17 અને  Xiaomi 17 Ultra જેવા બે મોડેલનો સમાવેશ થશે .આ બંને સ્માર્ટફોન ગયા મહિને અમુક વૈશ્વિક બજારોમાં Xiaomi Pad 8 અને Xiaomi Watch 5 સાથે રજૂ કરવામાં આવ્યા હતા .કંપની આ સિરીઝમાં ત્રીજો ફોન પણ લોન્ચ કરવા જઈ રહી છે .જે Xiaomi 17T છે . આ સ્માર્ટફોન ભારતમાં આવતા મહિનાના અંત સુધી લોન્ચ થઇ શકે છે અને આ ફોનમાં Media Tek Dimensity 8000 સિરીઝ ચિપસેટ આપવામાં આવી શકે છે .

અપેક્ષિત લોન્ચ ટાઈમલાઈન :
પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં Abhishek Yadav ટિપસ્ટરએ Xiaomi 17 સિરીઝના નવા મોડેલ વિષે માહિતી આપી છે અને  દાવો કર્યો છે કે Xiaomi 17T  ભારતમાં એપ્રિલના અંતમાં અથવા મેં મહિનામાં લોન્ચ થઇ શકે . જયારે કંપનીએ કોઈ પણ સત્તાવાર જાહેર કરી નથી . અગાઉના લિક્સમાં પણ કહેવામાં આવ્યું હતું કે Xiaomi 17T  અને Xiaomi 17T પ્રો શામેલ હોઈ શકે અને તેના અગાઉના ચાર મહિના પહેલા લોન્ચ પણ થઇ શકે .

અગાઉની Xiaomi 15T સિરીઝ :
Xiaomi 15T અને Xiaomi 15T પ્રો સપ્ટેમ્બર 2025માં વૈશ્વિક બજારોમાં લોન્ચ થયા હતા .આ ફોનની શરૂઆતની કિંમત GBP 549(લગભગ 65,000)અને GBP 649(લગભગ 77,000)હતી . જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું હતું . Xiaomi 15T pro માં 6.83 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું જે 144Hz રિફ્રેશ રેટ , 447ppi પિક્સેલ ડેન્સિટી 480Hz  ટચ સેમ્પલિંગ રેટ , Corning Gorilla Glass 7i પ્રોટેકશન અને 3,200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોન 3nm Media Tek Dimensity 9400+ચિપસેટ દ્રારા સંચાલિત છે .

Xiaomi 17T  સિરીઝ ફીચર્સ :
નવા અહેવાલો મુજબ Xiaomi 17T અને  Xiaomi 17T  pro બંનેમાં અનેક અપગ્રેડસ જોવા મળશે . Xiaomi 17T  માં Media Tek Dimensity 8500ચિપસેટ આપવામાં આવી છે  જયારે  Xiaomi 17T  proમાં Media Tek Dimensity 9500 ચિપ આપવામાં આવી શકે છે .

Xiaomi 17 અને Xiaomi 17 Ultra :
કંપનીએ પુષ્ટિ કરી છે કે આ બંને સ્માર્ટફોન 11 માર્ચે ભારતમાં લોન્ચ થશે . આ હેન્ડસેટમાં Qualcomm Snapdragon 8 Elite Gen  5 ફ્લેગશિપ ચિપસેટ આપવમાં આવશે જે  3nm પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત છે .ભારતમાં Xiaomi સિરીઝ ખરીદી માટે Amazon પર ઉપલબ્ધ રહેશે .
 

સંબંધિત સમાચાર

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  2. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  3. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  4. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  5. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
  6. મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 
  7. 4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા
  8. WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ
  9. Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ
  10. WhatsApp પર Airtel , Jio અને Vi રિચાર્જ હવે સરળ , એપ છોડયા વગર કરો પેમેન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »