Vivo X300 FE રશિયામાં 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે લગભગ RUB 60,124(આશરે 71,000)ની કિંમતે ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 5 પ્રોસેસર તેમજ તે IP68/IP69 રેટિંગ સાથે આવે છે .
Photo Credit: vivo
Vivo X300 એ Vivo S50 pro મીનીનો રિબેજ્ડ વર્ઝન છે
Vivo X300 FE કંપની દ્રારા રશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે .આ સ્માર્ટફોન ગયા વર્ષે ચીનમાં રજૂ થયેલા Vivo S50 Pro Miniનું રિબેજ્ડ વર્ઝન કહેવાય છે . આ નવા X300 FE માં Snapdragon 8 Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો છે અને તે Android 16 પર આધારિત છે . આ સ્માર્ટફોનને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68 અને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે . આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે અને સાથે 6,500mAh બેટરી આપવામાં આવી છે જે 90W ફ્લેશચાર્જ એડેપ્ટરથી ઝડપી ચાર્જ થાય છે .
Vivo X300 FEની કિંમત :
રશિયામાં આ Vivo X300 Fની કિંમત કંપનીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી નથી જોકે Ozon જેવા રિટેલર્સ પર 12GB RAM અને 256GB સ્ટોરેજ ધરાવતા બેઝ મોડેલની કિંમત RUB 60,124(આશરે 71,000) રાખવામાં આવી છે . આ સ્માર્ટફોન Cool Lilac, Graphite Black and Moonlight White કલરમાં ઉપલબ્ધ છે .
Vivo X300 FE સુવિધાઓ :
Vivo X300 FE Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે .તેમાં 6.31 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે .આ 120Hz સુધીનો રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . આની પીક બ્રાઇટનેસ 460ppi પિક્સેલ ડિન્સિટી છે .આ ફોન 3nm આધારિત ઓક્ટા- કોર Snapdragon 8 Gen 5 ચિપસેટ દ્રારા સંચાલિત છે .આ ફોનમાં તમને સ્ટોરેજમાં પણ વિકલ્પો મળી રહેશે .
ફોટોગ્રાફી માટે આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા (f /1.57 અપચૅર) જાય છે આની સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા (f /2.2 અપચૅર) અને 3* ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા (f /2.65 અપચૅર) આપવામાં આવશે . આનો સેલ્ફી કેમેરા અને વિડીયો કોલ માટે ફ્રન્ટમાં 50 મેગાપિક્સલનો (f /2.0)કેમેરા આપવામાં આવ્યો છે .
કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 6.0, NFC , GPS, A-GPS, NavlC, GLONASS, QZSS અને BeiDou જેવી સુવિધાઓ મળે છે . સેન્સર્સમાં એક્સેલેરોમીટર , પ્રોક્સિમિટી સેન્સર અને એમ્બિયન્ટ લાઈટ સેન્સર, એ- કમ્પાસ , હોલ સેન્સર અને ગાયરોસ્કોપનો સમાવેશ થાય છે
બાયોમેટ્રિક સુરક્ષા માટે ફોનમાં ઈન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યો છે. Vivo X300 FEમાં 6,500mAh બેટરી છે જે 90W ફ્લેશચાર્જ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે આ Cool Lilac અને Graphite Black રંગ વેરિઅન્ટનું માપ 150.83*71.76*7.99mm અને વજન 191g છે , જયારે Moonlight White મોડેલ 8.1mm સાથે 190g વજન ધરાવે છે .
જાહેરાત