Tecno Pop Xભારતમાં લોન્ચ થયો છે. જેમાં 120Hz ડિસ્પ્લે, 5000mAh બેટરી અને IP64ની રેટિંગ છે જેની કિંમત 8,499 રાખવામાં આવી છે .
Photo Credit: Tecno
Tecno Pop X એ HiOS પર ચાલે છે જે Android 15 પર આધારિત છે .
Tecnoએ બુધવારે ભારતમાં પોતાનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Tecno Pop X લોન્ચ કર્યો છે .કંપની મુજબ આ સ્માર્ટફોન આ અઠવાડિયાના અંતમાં દેશમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે . ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથેનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યો છે . તેમાં IP64 રેટિંગ સાથે આવે છે જે ધૂળ અને પાણીના સામે રક્ષણ આપે છે . કંપનીએ આ સ્માર્ટફોન એક ખાસ ફીચર પણ આપ્યું છે . જેના કારણે વપરાશકર્તાઓ નજીકના અન્ય યુઝર્સ સાથે સેલ્યુલર નેટવર્ક વિના પણ કોલ કરી શકે છે .
Tecno Pop X ભારતમાં કિંમત :
ભારતમાં Tecno Pop X ની કિંમત રૂપિયા 8,499 રાખવામાં આવી છે . આ સ્માર્ટફોન 4GB RAM અને 64GB સ્ટોરેજ ઉપલબ્ધ છે . આ હેન્ડસેટ Chili Green અને Flare White કલર વિકલ્પોમાં આવે છે . કંપની મુજબ આ સ્માર્ટફોન 6 માર્ચથી Amazon અને અન્ય રિટેલ ચેનલો દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ રહેશે . લોન્ચ ઓફર હેઠળ HDFC બેંક કાર્ડ દ્રારા ખરીદી પર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે . જેના પછી ફોનની અસરકારક કિંમત 7,749 રૂપિયા સુધી ઘટી શકે છે .
Tecno Pop X ફીચર્સ :
Tecno Pop X એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે Android 15 આધારિત HiOS 15 પર ચાલે છે તેમાં 12nm ઓક્ટા-કોર Unisoc T 7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે . જે 4GB LPDDR4*RAM અને 64GB eMMC સ્ટોરેજ સાથે જોડાયેલ છે . આ ફોનમાં 6.75 ઇંચ HD+LCD ડિસ્પ્લે આપવામાં આવ્યો છે . જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 260ppi પિક્સેલ ડેન્સિટી મળે છે .
ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગા પિક્સલનો રિઅર કેમેરા આપવામાં આવ્યો છે જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટે 8 મેગા પિકસલનો ફ્રન્ટ કેમેરા આપેલ છે .સ્માર્ટફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે . તેમાં 5000mAh બેટરી છે જે 15W ચાર્જિંગ સપોર્ટ કરે છે , જોકે આ ફોન સાથે 10W એડેપ્ટર આપવામાં આવ્યો છે .
આ ફોનમાં કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi, Bluetooth 5.2, GPS અને USB Type-C સપોર્ટ મળે છે .આ ઉપરાંત કંપનીએ ફોનમાં IR ટ્રાન્સમીટર પણ આપ્યું છે . જેના દ્રારા ઘરેલુ ઇલેકટ્રોનિક ઉપકરણોને નિયંત્રિત કરી શકાય છે . આ ફોનમાં 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે . તેનું માપ 167.79*77.79*8.18mm છે અને તેનું વજન 182.6 ગ્રામ છે .
જાહેરાત