એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ઘણા ઉપકરણો ખૂબ જ ઘટાડેલા ભાવે મળી રહ્યા છે. જેમાં વીજળીની બચત સાથે તમે ઇન્ટરનેટ કેનેક્ટિવિટી પણ ઉમેરી શકો છો.
Photo Credit: Philips
ફિલિપ્સ WiZ 9W E27 સ્માર્ટ બલ્બ એલેક્સા અને સિરી વોઇસ આસિસ્ટન્ટ માટે સપોર્ટ આપે છે
ઘરને આધુનિક બનાવવા માટે તેમાં ઉપકરણો પણ સ્માર્ટ હોવા જરુરી છે. પરંતુ તે માટે લાંબો ખર્ચો પણ થઈ જાય. જો કે, હાલમાં ઘરને સ્માર્ટ બનાવવું સરળ બન્યું છે. હાલમાં ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ઘણા ઉપકરણો ખૂબ જ ઘટાડેલા ભાવે મળી રહ્યા છે. જેમાં વીજળીની બચત સાથે તમે ઇન્ટરનેટ કેનેક્ટિવિટી પણ ઉમેરી શકો છો. એમેઝોન સેલમાં સ્માર્ટફોનથી નિયંત્રિત કાર શકાય તેવા ઉપકરણો મળી રહ્યા છે તે પણ ઓછા ભાવમાં ત્યારે તહેવારોની મોસમમાં તેની ખરીદી કરવી હવે સસ્તી પડશે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT )અને હોમ ટેકનોલોજી ક્ષેત્રમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. ટેક્નોલોજીનો ઉમેરો કરવા હાલમાં ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન સ્માર્ટ બલ્બ પર ઘણી સારી ઓફરનો લાભ લઈ શકાય છે.
આવી જ કેટલીક ઓફર આજે તમારી સામે રાખી છે. જેમાં, ફિલિપ્સ WiZ 9W E27 સ્માર્ટ બલ્બ જેની કિંમત રૂ. 1,999 તે અત્યારે રૂ. 449 માં ખરીદી શકાશે. તે Wi-Fi કનેક્ટિવિટી, 16 મિલિયન રંગો સાથે આવે છે અને E27 બલ્બ હોલ્ડરમાં વાપરી શકાશે. આ સ્માર્ટ બલ્બને એલેક્સા અને સિરી વોઇસ આસિસ્ટન્ટ દ્વારા સ્માર્ટફોનથી ચલાવી શકાશે.
આ ઉપરાંત અન્ય સ્માર્ટ બલ્બની વિગતો જોઈએ તો, Wipro B22 12.5W Wi-Fi Smart LED Bulb રૂ. 2,599ને બદલે હાલમાં રૂ. 599 માં મળશે. Amazon Basics 12W Smart LED Bulb રૂ. 1,199ને બદલે રૂ. 525માં, Crompton 9-Watt B22 WiFi Smart LED Bulb રૂ. 9,990ને બદલે 95 ટકા ઘટાડા સાથે રૂ. 458 માં, Wipro B22 9W Wi-Fi Smart LED Bulb રૂ. 2,099 ને બદલે રૂ. 549માં, EcoEarth Neo Wi-Fi Smart Led Bulb રૂ. 1,599ને બદલે રૂ. 550માં તેમજ Kamonk Smart LED Bulb હાલમાં રૂ. 2,399 ને બદલે રૂ. 499માં ખરીદી શકાશે.
એમેઝોન દ્વારા ડિસ્કાઉન્ટ ઉપરાંત, અન્ય લાભો દ્વારા ભાવમાં ઘટાડો મેળવી શકાય છે. SBI ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI પર ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ છે. કેટલાંક ચુકવણી વિકલ્પો પર નો-કોસ્ટ EMI મળે છે. આથી ગ્રાહક પર એકસામટો આર્થિક બોજ આવતો નથી. આ વિકલ્પો સાવચેતીપુર્વક પરંદ કરવામાં આવે તો તે ગ્રાહકના હિતમાં કામ કરી શકે છે.
જાહેરાત
જાહેરાત