અમેરિકાની જાયન્ટ ઇ કોમર્સ કંપની દ્વારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેલનો લોકો ભરપૂર લાભ લઈ રહ્યા છે
Photo Credit: Voltas
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025: SBI કાર્ડધારકો વ્યવહારો પર વધુ એક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
અમેરિકાની જાયન્ટ ઇ કોમર્સ કંપની દ્વારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધ ઉત્પાદનો જેવા કે, સ્માર્ટફોન, ઇયરફોન, ટેબ્લેટ, લેપટોપ, સ્માર્ટવોચ, હોમ એપ્લાયન્સિસ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ સેલનો લોકો ભરપૂર લાભ લઈ રહ્યા છે અને કિફાયતી ભાવે તેમની જરૂરિયાતનો સમાન ખરીદી રહ્યા છે. ગ્રાહકોની રુચિ સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર, ડીશવોશર, વેક્યુમ ક્લીનર્સ અને વોશિંગ મશીન તરફ છે. ફાઇવ-સ્ટાર એનર્જી એફિશિયન્સી રેટિંગ ધરાવતા વોશિંગ મશીન સેલ હેઠળ ફિફાયતી ભાવે મળશે.
LG fully automatic, front-load (9kg) જેનો ભાવ રૂ. 53,990 છે તે આ સેલ દરમ્યાન રૂ. 37,990માં મળશે. Samsung fully automatic, front-load (8kg) રૂ. 55,900ને બદલે રૂ. 33,990માં, Haier fully automatic, front-load (11kg) જેની કિંમત રૂ. 82,990 છે તે હાલમાં રૂ. 54,990માં, Bosch fully automatic, front-load (8kg) રૂ. 48,190 ને બદલે રૂ. 28,990માં, Godrej fully automatic, top-load (7kg) રૂ. 27,300ને બદલે રૂ. 13,490 માં તેમજ Voltas Beko semi-automatic, top-load (9kg) ભાવ રૂ. 20,590 ને બદલે સેલ દરમ્યાન રૂ. 11,950 માં મળશે.
આ ઉપરાંત વર્લપુલ, પેનાસોનિક તેમજ અન્ય કંપનીઓના વોશિંગ મશીનમાં પણ ખાસું ડિસ્કાઉન્ટ જાહેર કરાયુ છે. ગ્રાહક માત્ર ઘટાડેલા ભાવ ઉપરાંત પસંદગીની બેન્કના કાર્ડ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, ઈએમઆઈનો વિકલ્પ વગેરેનો લાભ પણ લઈ શકશે.
ઇન્ડિયન બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા સંચાલિત સરકાર-સમર્થિત એનર્જી એફિશિયન્સી લેબલિંગ પ્રોગ્રામ છે. આ બ્યૂરો દ્વારા એર કન્ડીશનર, રેફ્રિજરેટર, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન સહિતના ઉપકરણોને સ્ટાર આપવાનું કામ કરે છે. જેમ વધુ સ્ટાર તેમ તે મશીન ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા દર્શાવે છે. જેના કારણે ગ્રાહકો લાંબાગાળે તેમની વીજળી બચત અંગે તુલનાત્મક જાણકારી મેળવી યોગ્ય પસંદગી કરી શકે છે.
જાહેરાત
જાહેરાત