એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં અનેકવિધ ઉપકરણો પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે.
Photo Credit: Sony
મેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 સોની WH-1000XM5 પ્રમાણમાં ઓછી કિંમતે ઓફર કરી રહ્યું છે
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં અનેકવિધ ઉપકરણો પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. જેમાં, સોની, બોસ, સ્કલકેન્ડી તેમજ અન્ય બ્રાન્ડના અને સારી ગુણવતા ધરાવતા પ્રીમિયમ ઓવર-ધ-ઇયર હેડફોન્સ પર પણ ભાવમાં ઘટાડો જાહેર કરાયો છે. એમેઝોન દ્વારા માત્ર હેડફોન્ડ જ નહીં પણ ટીવી, ફોન, સ્માર્ટવોચ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, હોમ એપ્લાયન્સિસ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, પીસી, લેપટોપ સહિતના ઉત્પાદન પર મોટું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પસંદગીની બેંક દ્વારા પેમેન્ટ 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે.આજે આપણે આ લેખમાં એમેઝોન સેલ હેઠળ સોની, સેન્હાઇઝર, બોસ અને સ્કલકેન્ડી બ્રાન્ડના ગુણવતાયુક્ત પ્રીમિયમ હેડફોન્સ કે જે માથા ફરતે પહેરી શકાય તેવા (ઓવર-ધ-ઇયર) હેડફોન્સ ઉપર જાહેર કરાયેલા ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફરની વાત કરીશું.
Sony WH-1000XM5 કે જેની કિંમત રૂ. 34,990 છે તે ઓફર હેઠળ રૂ. 22,489માં મળશે. Sony WH-1000XM4 રૂ. 29,990 ને બદલે રૂ. 19,980માં, Bose QuietComfort Ultra રૂ. 35,900ને સ્થાને રૂ. 21,990 માં, Skullcandy Crusher ANC 2 રૂ. 49,999ને બદલે ઓફર બાદ રૂ. 14,999માં મળશે. Sennheiser Momentum 4 જેની મૂળ કિંમત રૂ. 34,990 છે તે રૂ. 17,990 માં મળશે. Sennheiser HD 600 રૂ. 39,990ને બદલે રૂ. 19,990 માં તેમજ
આ ડિસ્કન્ટેડ કિંમત ઉપરાંત એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં ખરીદનારને અન્ય ઓફરનો પણ લાભ આપવામાં આવે છે. ગ્રાહક વિવિધ ઉત્પાદનોના ભાવમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે વધારાની બચતનો લાભ લઈ શકે છે. Amazon Pay દ્વારા વધારાના કેશબેકનો લાભ પણ ઉપલબ્ધ છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ મળશે.
પરવડી શકે તેવા રૂ. 30,000થી ઓછી કિંમતના લેપટોપ ઉપરની ઓફર અને રૂ. 15,000 થી ઓછી કિંમતના સ્માર્ટ ટીવી પર અપાઈ રહેલી ઓફર અંગેની માહિતી પણ તમે ચકાસી શકો છો
જાહેરાત
જાહેરાત