ડિસ્કાઉન્ટ પછી ઓફર ભાવ અને પસંદગીની બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર એમેઝોન વધારાઓ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે જેના લીધે ભાવમાં વધુ ઘટાડો મળશે.
Photo Credit: Sony
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં સોની પાર્ટી સ્પીકર્સ પર શ્રેષ્ઠ ડીલ્સ મેળવો
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને તેમાં અનેક ઉત્પાદનો પર ઓફર ચાલી રહી છે. જેમાં ઓડિયો પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. એમેઝોન દ્વારા ઓડિયો પ્રોડક્ટ્સ, પાર્ટી સ્પીકર પર જાહેર કરેલા ડિસ્કાઉન્ટની માહિતી તેમણે આજે આપીશું. અન્ય ઉત્પાદનો જેમાં, સ્માર્ટ ટીવી, સ્માર્ટફોનફોન, સ્માર્ટવોચ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, હોમ એપ્લાયન્સિસ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, પીસી અને લેપટોપમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આ સેલ દરમ્યાન મળી રહેશે. તેની જાણકારી અગાઉ આપવામાં આવી છે.ઓડિયો પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ,હાલમાં સેલ હેઠળ JBL, Zebronics, Ptron, Boat અને Portronics વગેરે બ્રાન્ડના પાર્ટી સ્પીકર્સ પર રૂ. 19,500 સુધીનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમેઝોન SBI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે. ડિસ્કાઉન્ટ ઉપરાંત પણ કેશબેક ઑફર્સ, એક્સચેન્જ બોનસ, ઇન્ટરેસ્ટ ફ્રી ઈએમઆઈના દ્વારા અને ઈએમઆઈનો વિકલ્પ ના અપનાવો તો રૂ. 1,500 સુધીના વધારાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. જેના લીધે ભાવમાં વધુ ઘટાડો મળશે. જો તમે ઓડિયો સિસ્ટમ, પાર્ટી સ્પીકર વગેરે લેવા ઇચ્છતા હોય તો આ એક સારી તક ગણી શકાય.
જુદા જુદા ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ પછીના ભાવ પર નજર કરીએ તો, JBL પાર્ટીબોક્સ 110 પાર્ટી સ્પીકરના ભાવમાં ઘટાડો કરીને રૂ. 35,999 થી રૂ. 18,999 કરાયા છે. બોટ પાર્ટીપાલ 390 બ્લૂટૂથ સ્પીકર રૂ. 34,990ને સ્થાને રૂ. 9,999માં, બોટ પાર્ટીપાલ 600 પાર્ટી સ્પીકર રૂ. 44,990 ને સ્થાને રૂ. 16,499માં, પ્રોન ફ્યુઝન સાગા બ્લૂટૂથ પાર્ટી સ્પીકર રૂ.
7,999 ને બદલે રૂ. 2,099માં, ઝેબ્રોનિક્સ 120 વોટ્સ પાર્ટી સ્પીકરનો ભાવ રૂ. 25,499ટી ઘટાડીને રૂ. 8,999, બોટ પાર્ટીપાલ 220 બ્લૂટૂથ પાર્ટી સ્પીકર રૂ. 24,990થી ઘટાડીને રૂ. 5,499માં તેમજ પોર્ટ્રોનિક્સ આયર્ન બીટ્સ IV 250W પાર્ટી સ્પીકર રૂ. 19,999 ને બદલે રૂ. 8,999માં મળી રહ્યા છે.
સોની, સેન્હાઇઝર અને બોસના ઓવર-ધ-ઇયર હેડફોન્સ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત હોમ થિયેટર સિસ્ટમ્સ, રૂ. 30,000 થી ઓછા મૂલ્યના બજેટ લેપટોપ અને રૂ. 25,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોન પર પણ શ્રેષ્ઠ ડીલ્સ મળી રહી છે.
જાહેરાત
જાહેરાત