હોમપેડ મિની વધુ કાર્યક્ષમ સિસ્ટમ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે

એપલ નજીકના ભવિષ્યમાં સેકન્ડ જનરેશનના એપલ હોમપેડ મિનીને બજારમાં ઉતાવરવાની તૈયારી કરી રહ્યું છે

હોમપેડ મિની વધુ કાર્યક્ષમ સિસ્ટમ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે

Photo Credit: Apple

એપલ આગામી પેઢીના હોમપેડ મિની અથવા કદાચ તેના વેઢું કોમ્પેક્ટ અનુગામી S10 માટે S9 ચિપ અપનાવશે

હાઇલાઇટ્સ
  • હોમપેડ મિની અપગ્રેડ અને વધુ સારી કનેક્ટિવિટી સાથે રજૂ કરાશે
  • નવા રેડ કલર સાથે બજારમાં આવે તેવી ધારણા
  • નવી ચિપ્સ વિના વિલંબે વધુ જટિલ કાર્યોને હેન્ડલ કરવામાં સક્ષમ
જાહેરાત

એપલ નજીકના ભવિષ્યમાં સેકન્ડ જનરેશનના એપલ હોમપેડ મિનીને બજારમાં ઉતાવરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ 2020માં iphone 12 સિરીઝ સાથે તેને લોન્ચ કરાયું હતું. હવે અનેક આંતરિક અપગ્રેડ અને વધુ સારી કનેક્ટિવિટી સાથે એપલ હોમપેડ મિની રજૂ કરાશે. જેમાં, સ્માર્ટ સ્પીકરમાં વધુ ઝડપી ચિપ અને અદ્યતન વાયરલેસ ક્ષમતાઓ હોવાની અપેક્ષા છે, જે કામગીરી અને વપરાશકર્તાના અનુભવ બંનેમાં વધારો કરશે. નવા હોમપેડ મિનીમાં વધુ સારા કોમ્પ્યુટેશનલ ઓડિયો, ઝડપી સિરી પ્રતિભાવ અને વધુ કાર્યક્ષમ સિસ્ટમ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું કહેવાય છે.HomePod Mini 2 ટૂંક સમયમાં આવવાની અપેક્ષા,MacRumors ના અહેવાલ મુજબ, સેકન્ડ જનરેશનના HomePod Mini માં ઝડપી ચિપ, સ્માર્ટ ઓડિયો અને સુધારેલ કનેક્ટિવિટી આપવામાં આવશે.


સુધારેલ પ્રતિભાવ અને પ્રદર્શન માટે વધુ આધુનિક પ્રોસેસર અપાશે. 2020 માં રિલીઝ થયેલા હાલના હોમપેડ Apple Watch Series 5 માંથી મેળવેલ S5 ચિપ પર ચાલે છે, જે A12 Bionic આર્કિટેક્ચર પર આધારિત છે. જ્યારે આ ચિપ હંમેશા ચાલુ, ઓછી શક્તિવાળા કાર્યો જેમ કે Siri અને ઑડિઓ ઑપ્ટિમાઇઝેશન માટે ટ્યુન કરવામાં આવી હતી, ત્યારે આગામી મોડેલ પ્રોસેસિંગ પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો બતાવશે.

એપલ નેક્સ્ટ જનરેશન હોમપોડ મિની અથવા કદાચ તેના વધુ કોમ્પેક્ટ અનુગામી, S10 માટે S9 ચિપનો ઉપયોગ કરશે. બંને A13 બાયોનિક આર્કિટેક્ચર પર બનેલા છે, જે ઝડપી CPU અને GPU પ્રદર્શન, વધુ અદ્યતન ન્યુરલ એન્જિન અને વધુ ઉર્જા કાર્યક્ષમતા પ્રદાન કરે છે. આ સુધારાઓ સરળ ઓડિયો ટ્યુનિંગ, ઝડપી વૉઇસ કમાન્ડ ઓળખ અને એકંદરે વધુ સીમલેસ સ્માર્ટ હોમ અનુભવ આપે તેવી ધારણા છે.


રિફ્રેશ્ડ હોમપોડ મિનીમાં S9 અથવા S10 ચિપનો સમાવેશ આઉટગોઇંગ S5 ની તુલનામાં પ્રોસેસિંગ પાવરમાં ઘણો સુધારો જોવા મળશે. નવી ચિપ્સ વિના વિલંબે વધુ જટિલ કાર્યોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. અપગ્રેડ કરવાને કારણે વાતાવરણમાં બદલાવ તેમજ કન્ટેન્ટના પ્રકારોને અનુરૂપ અવાજની ગુણવત્તા પુરી પાડે તેવી પણ અપેક્ષા છે.

ઝડપી પ્રોસેસર ઉપરાંત, નવી હોમપોડ મિની એપલની N1 વાયરલેસ ચિપ સાથે રજૂ કરાય તેવી અપેક્ષા છે, જે Wi-Fi અને બ્લૂટૂથ બંને ક્ષમતાઓને એકીકૃત કરે છે. આ કસ્ટમ ચિપ Wi-Fi 6E ને સપોર્ટ કરે છે, જે ઝડપી ડેટા ટ્રાન્સફર દર, ઓછી લેટન્સી અને ઓછા ગીચ 6GHz સ્પેક્ટ્રમની ઍક્સેસ પ્રદાન કરે છે. સુસંગત રાઉટર્સ ધરાવતા ખાસ કરીને બહુવિધ સ્માર્ટ ઉપકરણો ધરાવતા ઘરોમાં વપરાશકર્તાઓ વધુ સ્થિર કનેક્શન મેળવી શકશે.


આગામી હોમપોડ મિની નવા કલર સાથે આવી શકે છે. જેમાં લાલ રંગનું પરીક્ષણ હાલના બ્લુ, યલો, મિડનાઈટ, ઓરેન્જ અને વ્હાઇટ સાથે કરવામાં આવ્યું છે. તે એપલના અન્ય અપડેટેડ સ્માર્ટ હોમ ઇકોસિસ્ટમ અનુસાર ડિઝાઇન કરવામાં આવશે તેવી શક્યતા છે, જોકે તેમાં એપલ ઇન્ટેલિજન્સ અથવા મુખ્ય સિરી અપગ્રેડનો સમાવેશ થવાની શક્યતા ઓછી છે. B&H જેવા રિટેલર્સે વર્તમાન મોડેલને બંધ કર્યું હોવાનું સૂચિબદ્ધ કર્યા હોવાના અહેવાલો સાથે, નવું હોમપોડ મિની ટૂંક સમયમાં લોન્ચ થવાની અપેક્ષા છે

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »