ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયું છે. આ સેલ 2 ઓકટોબર સુધી ચાલશે.
Photo Credit: Flipkart
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 ક્રેડિટ કાર્ડ EMI વ્યવહારો પર રૂ. 1,500 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરશે
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયું છે. આ સેલ 2 ઓકટોબર સુધી ચાલશે. તેમાં આપવામાં આવેલી ઓફર અને ડિસ્કાઉન્ટ આકર્ષક છે અને તેનો સેલ સમાપ્ત થાય તે પહેલા લાભ લેવો જોઈએ. ઇ કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટએ સ્માર્ટ ટીવી, ફોન, સ્માર્ટવોચ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, હોમ એપ્લાયન્સિસ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, પીસી અને લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક્સનાં ભાવમાં ઘટાડો આપ્યો છે. આ સેલ હેઠળ કેશબેક ઑફર્સ, એક્સચેન્જ બોનસ અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 આવતા મહિનાની શરૂઆતમાં સમાપ્ત થશે. આ સેલ માટે ફ્લિપકાર્ટે તેની માઇક્રોસાઇટ અપડેટ કરી છે. આજે સેલનો છઠ્ઠો દિવસ છે અને તેમાં ગ્રાહકોને ખરીદી દરમ્યાન એક્સિસ બેંક અને ICICI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.
જો ગ્રાહક તેમની ખરીદી ક્રેડિટકાર્ડથી ઈએમઆઈ પર લેશે તો રૂ. 1,500 સુધી અને ક્રેડિટ કાર્ડ દ્વારા ઈએમઆઈ વિના ખરીદી પર તેમને રૂ. 1000 સુધીની બચત થશે. ફ્લિપકાર્ટ દ્વારા અનેક બ્રાન્ડનાં સ્માર્ટફોન જેમકે, iPhone 16 Pro, iPhone 16 Pro Max, iPhone 16, iPhone 14, Samsung Galaxy S25+, Poco F7 5G માં આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ બ્લેક સબ્સ્ક્રાઇબર્સ iPhone 16 બેઝ મોડેલ 128 GB રૂ. 85,999માં ખરીદી શકે છે. આ સાથે જ ICICI બેંક અથવા એક્સિસ બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ખરીદી પર વધારાની રૂ. 5,000 ની છૂટ મેળશે. આ ઉપરાંત iPhone 16 Pro Max માં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે રૂ. 94,900 માં મળે છે.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 દરમિયાન iPhone 14 અને iPhone 16 નાં બેઝ વેરિઅન્ટ્સ અનુક્રમે રૂ. 39,999 અને રૂ. 51,999 ની ડિસ્કાઉન્ટેડ કિંમતે ઓફર કરવામાં આવી રહ્યા છે. Pocoનાં સ્માર્ટફોન પર પણ ઘણું આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 સપ્ટેમ્બરથી સેલની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કંપની તેના બ્લેક અને VIP સબ્સ્ક્રાઇબર્સને અન્ય ગ્રાહકો કરતાં 24 કલાક પહેલા તમામ ડીલ્સ અને ઑફરનો લાભ અપાયો હતો.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Shambala Now Streaming Online: What You Need to Know About Aadi Saikumar Starrer Movie
Microsoft CEO Satya Nadella Says AI’s Real Test Is Whether It Reaches Beyond Big Tech: Report